ગુજરાત સરકારના 13 મંત્રીઓ છે 60 વર્ષથી વધુ વયના, ક્યારે લેશે કોરોના વેક્સીન?


Updated: March 1, 2021, 6:23 PM IST
ગુજરાત સરકારના 13 મંત્રીઓ છે 60 વર્ષથી વધુ વયના, ક્યારે લેશે કોરોના વેક્સીન?
પ્રતિકાત્મક તસવીર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સામાન્ય નાગરિકની જેમ કોરોના વેક્સીન લીધા પછી હવે સૌ કોઈની નજર રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના નેતાઓ પર રહેલી છે

  • Share this:
ગાંધીનગર : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સામાન્ય નાગરિકની જેમ કોરોના વેક્સીન લીધા પછી હવે સૌ કોઈની નજર રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના નેતાઓ પર રહેલી છે. સીએમ વિજય રૂપાણી 15-20 દિવસો પછી કોરોનો વેક્સીન લેશે. તેઓ થોડા દિવસો પહેલા કોરોના પોઝિટિવ થયા હોવાથી તે હાલ વેક્સીન લઈ શકે નહીં. કોવિડ પ્રોટોકોલ પ્રમાણે તેમને 15 થી 20 દિવસ પછી વેક્સીન આપવામાં આવશે. ત્યારે વિધાનસભાના બજેટ સત્રની શરૂઆતમાં જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દાવો કર્યો કે 60 વર્ષથી વધુ વયના તમામ લોકો જ્યાં ઈચ્છે ત્યાં વેક્સીન લઈ શકે છે. સરકારી હોસ્પિટલમાં નિઃશુલ્ક રસીકરણ થઈ રહ્યું છે જ્યારે ખાનગી હોસ્પિટલમાં 250 રૂપિયાના ચાર્જથી ડોઝ અપાઈ રહ્યો છે.

પ્રધાનમંત્રી મોદીએ સ્વદેશી રસી લઈને લોકોને જાગૃત કરવા સાથે વિપક્ષને પણ જવાબ આપ્યો છે ત્યારે હવે રાજ્યના નેતાઓ પણ આ અંગે જાગૃતિ લાવે તે જરૂરી છે. જોકે રાજ્ય સરકારે આ મામલે કોઇ રોડમેપ તૈયાર કર્યો નથી અથવા તો જાહેરાત કરવા તૈયાર નથી. પ્રધાનમંત્રી મોદી બાદ તેમના મંત્રીમંડળના અન્ય સભ્યો પણ રસી લઈ રહ્યા છે. ઓરીસ્સાના મુખ્યમંત્રીએ પણ રસી લઈ લીધી છે. ગુજરાત સરકારે હજુ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. નાયબ મુખ્યમંત્રી કહી રહ્યા છે કે નેતાઓ ભાજપના હોય કે કોંગ્રેસના 60 વર્ષથી વધુ વયના તમામ લોકો પોતે ઈચ્છે ત્યાં રસી લઈ શકે છે.

આ પણ વાંચો - ઉનાળામાં કેવી પડશે ગરમી? કેટલું રહેશે તાપમાન? આવું છે હવામાન વિભાગનું પૂર્વાનુમાન

ગુજરાત સરકારના 60 વર્ષથી વધુ વયના મંત્રીઓ

- મુખ્યમંત્રી વિજય રૂપાણી
- નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ- શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા
- કૃષિમંત્રી આર સી ફળદુ
- ઊર્જા મંત્રી સૌરભ પટેલ
- પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા
- મહેસુલ મંત્રી કૌશિક પટેલ
- શ્રમ રોજગાર મંત્રી દિલીપ ઠાકોર

રાજ્ય મંત્રીઓ

- યોગેશ પટેલ
- રમણ પાટકર
- વાસણ આહીર
- બચુભાઇ ખાબડ
- વિભાવરીબેન દવે

CM રૂપાણીના પત્ની અંજલીબેને લીધી કોરોનાની રસી

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના (CM Vijay Rupani) પત્ની અંજલીબેન રૂપાણીએ (CM Vijay Rupani wife Anjali Rupani) આજે કોરોનાની રસી (Corona vaccine) લીધી છે. ગાંધીનગર (Gandhinagar) પાસે આવેલા ભાટ ગામની એપોલો હોસ્પિટલ ખાતે સવારે રસી લીધી છે.
Published by: Ashish Goyal
First published: March 1, 2021, 6:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading