રાજકોટ : નવરાત્રીના તહેવાર પર નભતા અનેક નાના મોટા ધંધાર્થીઓ મુશ્કેલીમાં


Updated: October 7, 2020, 6:08 PM IST
રાજકોટ : નવરાત્રીના તહેવાર પર નભતા અનેક નાના મોટા ધંધાર્થીઓ મુશ્કેલીમાં
પ્રતિકાત્મક તસવીર

આ વર્ષે નવરાત્રી યોજાશે કે નહીં તેવા સવાલના કારણે ખેલૈયાઓ હવે કોઈ પૂર્વ તૈયારીઓ કરી રહ્યા નથી

  • Share this:
રાજકોટ : હાલ જે રીતે સમગ્ર રાજ્યમાં કોરોનાની મહામારી ચાલી રહી છે અને તેમાં પણ જે રીતે રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. આવા સમયે હવે નવરાત્રી યોજવી કે નહીં તે ખૂબ મોટો પ્રશ્ન બની ગયો છે. નવરાત્રી પર સરકારનો જે નિર્ણય હોય તે પણ નવરાત્રી સાથે જોડાયેલા અનેક નાના મોટા ધંધાર્થીઓ ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને ખેલૈયાઓ પોતાના ડ્રેસ અને તેની સાથેના ઘરેણાં અને અન્ય વસ્તુઓ ભાડે લેતા હોય છે અથવા તો ખરીદતા હોય છે પરંતુ આ વર્ષે નવરાત્રી યોજાશે કે નહીં તેવા સવાલના કારણે ખેલૈયાઓ હવે કોઈ પૂર્વ તૈયારીઓ કરી રહ્યા નથી. જેનાથી વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને જાણે કે કોઈ વેપાર જ નો હોય તેમ દુકાનોમાં નવરા બેસી સમય પસાર કરી રહ્યા છે.

મોટાભાગના ખેલૈયાઓ ઈચ્છી રહ્યા છે કે સરકાર કોઈ ચોક્કસ ગાઈડલાઈન બહાર પાડે અને નિયમો સાથે નવરાત્રીને મંજુરી આપે. અનેક ખેલૈયાઓ પોતાની ડ્રેસીસની તૈયારીઓ ગત વર્ષથી જ શરૂ કરી દીધી હતી અને હવે તેવો ઓર્નામેન્ટ્સ સહિતની વસ્તુઓ પણ સિલેક્ટ કરી રહ્યા છે પણ ખેલૈયાઓને હવે દુકાનદારો હોમ ડિલિવરીની સગવડ આપી રહ્યા છે.

આ પણ વાંચો - સ્કૂલ ફી વિવાદ: હવે રાજ્ય સરકાર નક્કી કરશે તે ફી સ્કૂલોએ સ્વીકારવી પડશે, હાઇકોર્ટે અરજીનો નિકાલ કર્યો


કોઈ પણ ઓર્નામેન્ટ કે અન્ય વસ્તુના ફોટો દુકાનદાર પોતાના ગ્રૂપમાં મોકલે છે અને જેને પણ જે વસ્તુ જોઈતી હોય તેને હોમ ડિલિવરી કરી દેવામાં આવે છે જેથી દુકાન પર ભીડ થાય નહીં અને કોરોનાના સંક્રમણથી પણ બચી શકાય. અત્યાર સુધી નવરાત્રી પહેલા વેપારીઓ અનેક એક્ઝિબિશન કરતા હોય છે અને પોતાનો ધંધો કરી રોજી રોટી કમાતા હોય છે. જોકે આ વર્ષ કોરોનાનું સંક્રમણ વધતા નવરાત્રી પર ગ્રહણ લાગી શકે છે પણ હાલતો મંદીમાં સપડાયેલા વેપારીઓ ઈચ્છી રહ્યા છે કે નિયમો સાથે સરકાર જો નવરાત્રીની મંજૂરી આપે તો થોડી વેપારમાં તેજી આવી શકે છે.
Published by: Ashish Goyal
First published: September 18, 2020, 6:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading