Voter ID Card: ભારત ચૂંટણી પંચનો નિર્ણય, વોટર કાર્ડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે


Updated: January 27, 2022, 3:42 PM IST
Voter ID Card: ભારત ચૂંટણી પંચનો નિર્ણય, વોટર કાર્ડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે
પ્રતિકાત્મક તસવીર

Ahmedabad News: હવે વોટર આઇડી કાર્ડ બુથ ઓફિસર (Voter ID) નહિ આપવા આવે.પરંતુ પોસ્ટ દ્વારા વોટર આઇડી પહોંચાડવામાં આવશે.જ્યારે નામ એડ કરાવ્યું હોય અથવા કોઈ સુધારા વધારા કરવા માટે ફોર્મ ભર્યું હોય.અને ફોર્માં જે એડ્રેસ લખાવ્યું હોય તે એડ્રેસ પર વોટર આઇડી કાર્ડ પહોંચી જશે.

  • Share this:
અમદાવાદ: મતદાર યાદી (Election Commission )સુધારણા કાર્યક્રમ અંતગત 18 વર્ષ પૂર્ણ થયા હોય તેવા યુવાનોએ મતદાર યાદીમાં નામ એડ કરાવ્યા છે સાથે જ નામમાં સુધારો,એડ્રેસમાં (Voter ID Card) સુધારો કરાવ્યો છે.અને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ડિસેમ્બરમાં પૂર્ણ થયો હતો.અને 5 જાન્યુઆરી એ નવી મતદારયાદી પ્રસિદ્ધ પણ કરી દેવામાં આવી લોકો વોટર આઇડી કાર્ડ કયારે મળશે તેની રાહ જોઈએ રહ્યા છે.વોટર આઇડી કાર્ડ બુથ ઓફીસ દ્વારા ઘરે ઘરે પહોંચાડવામાં આવતું હતું.પરંતુ ભારત ચૂંટણી પંચ દ્વારા વોટર આઇડી કાર્ડ પહોંચાડવા માટે નવી વ્યવસ્થા ઉભી કરી છે.

હવે વોટર આઇડી કાર્ડ બુથ ઓફિસર નહિ આપવા આવે.પરંતુ પોસ્ટ દ્વારા વોટર આઇડી પહોંચાડવામાં આવશે.જ્યારે નામ એડ કરાવ્યું હોય અથવા કોઈ સુધારા વધારા કરવા માટે ફોર્મ ભર્યું હોય.અને ફોર્માં જે એડ્રેસ લખાવ્યું હોય તે એડ્રેસ પર વોટર આઇડી કાર્ડ પહોંચી જશે.

અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી ચેતન ગાંધીએ જણાવ્યું છે કે ભારત ચૂંટણી પંચ દ્વારા નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.

જેમ આધાર કાર્ડ અને પેન કાર્ડ પોસ્ટ દ્વારા આવે છે તેવી જ રીતે વોટર કાર્ડ પણ પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે.અમદાવાદ જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં 2 લાખ 40 હજાર અરજી આવી છે તેમ નવા નામ એડ તેમજ નામ અથવા એડ્રેસ સુધારવા માટેની આવી છે.એટલે અમદાવાદ જિલ્લામાં 2 લાખ 40 હજાર જેટલા વોટર આઇ ડી કાર્ડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે.કાર્ડ પેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.માર્ચ મહિના સુધીમાં વોટર આઇડી કાર્ડ પહોંચાડી દેવામાં આવશે.જો કે પહેલા વોટર આઇડી કાર્ડ જે તે વિસ્તારના બુથ ઓફીસ દ્વારા ઘરે ઘરે આપવા માટે આવતા હતા.પરંતુ પહેલી વખત વોટર આઇડી કાર્ડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે.જે લોકોએ ફોર્મ ભર્યું છે અને તેમાં એડ્રેસ આપ્યું છે તે એડ્રેસ પર પોસ્ટ દ્વારા વોટર આઇડી પહોંચાડવામાં આવશે.
Published by: Margi Pandya
First published: January 27, 2022, 3:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading