ગાંધીનગર : ગાંધીનગરના દહેગામ-બાયડ રોડ પર ટ્રક અને ક્રેટા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાદ કારમાં આગ હતી. કારમાં લાગેલી આગે રુદ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં નાસભાગ મચી જવા પામી હતી. આગના કારણે કારમાં રહેલા બાયડનાં ડૉક્ટર દંપતીનું કરૂણ મોત નિપજ્યું છે. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા તે આગમાં ભડથું થઈ ગયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
ગાંધીનગરના દહેગામ બાયડ રોડ બપોરના સમયે ટ્રક અને ક્રેટા કાર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાર રસ્તા પાસે રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. અકસ્માત સર્જાતા કારમાં અચાનક આગ લાગી ગઈ હતી.
આગની ક્રેટા કારમાં સવાર ડોક્ટર અને પત્નીનું મોત થયું છે. બાયડની વાત્સ્યલ્ય હોસ્પિટલના ડો. મયુર શાહ પત્ની સાથે આગમાં ભડથું થયા છે. આગની કરુણ ઘટના બાદ બાયડ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મળેલી માહિતી પ્રમાણે ડોક્ટર મયુરભાઈ શાહ તેમજ તેમના પત્ની રવિવારે તેમના પુત્રના ઘરે ગયા હતા. જ્યાંથી પરત ફરતી વખતે ટ્રક સાથે તેમની કારનો અકસ્માત સર્જાયો હતો.