Video: BJPમાં જોડાયા બાદ વિજય સુવાળા ગાઇ ઉઠ્યા, 'મોજમાં રહેવું રે, ભાજપની ફોજમાં રહેવું રે'


Updated: January 17, 2022, 3:19 PM IST
Video: BJPમાં જોડાયા બાદ વિજય સુવાળા ગાઇ ઉઠ્યા, 'મોજમાં રહેવું રે, ભાજપની ફોજમાં રહેવું રે'
આજે જ બપોરે 1.30 વાગે આધિકારિક રીતે કેસરીયો ધારણ કરીને ભાજપમાં જોડાઈ ગયા

Gujarat News: ગુજરાતમાં વિધાનસભા ચુંટણી 2022 પહેલા રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને(AAP) એક મોટો આંચકો લાગ્યો છે.

  • Share this:
ગાંધીનગર: બે દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીમાંથી (AAP) રાજીનામું આપ્યા બાદ આજે ગુજરાતનાં જાણીતા ગાયકકલાકાર અને આમ આદમી પાર્ટીના પૂર્વ દિગ્ગજ નેતા વિજય સુંવાળાએ (Vijay Suvala) ભારતીય જનતા પાર્ટીનો (Gujarat BJP) ખેસ પહેરી લીધો છે. આજે માતાજીના દર્શન અને આરતી કર્યા બાદ વિજય સુંવાળા કમલમ માટે રવાના થાય હતા. આજે જ બપોરે 1.30 વાગે આધિકારિક રીતે કેસરીયો ધારણ કરીને ભાજપમાં જોડાઈ ગયા. આ અંગે સંબોધન કરતા જણાવ્યું હતુ કે, હું રસ્તો ભૂલી ગયો હતો. હવે રસ્તો મળી ગયો છે.

 વિજય સુવાળાએ ગાયુ ગીત

પોતાના 5 મિનિટના વ્યક્તવ્યમાં વિજય સુવાળાએ મહત્વની વાત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, હું યુવાન છું તો હજી પણ ઘણો સમય મારી પાસે છે. આમ આદમી પાર્ટી પહેલા હું એક ગાયક હતો એટલે એક ગીત ગાઈને સંભાળવું કે, 'મોજ માં રહેવું, રહે ભાજપની ફોજમાં રહેવું રહે. ગાઈ ને સીઆર પાટીલ જોડે ગાડીમાં પહોચી ગયા.'

ગુજરાતમાં વિધાનસભા ચુંટણી 2022 પહેલા રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને(AAP) એક મોટો આંચકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીમાં જોડાયેલા જાણીતા ગાયક કલાકાર વિજય સુંવાળાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. વિજય સુંવાળા છેલ્લા કેટલાક સમયથી આંતરિક વિખવાદના પગલે નારાજ હતાં. જેને લઈને આમ આદમી પાર્ટીમાં ઘણા સમયથી નિષ્ક્રિય થઈ ગયા હતાં.

રાજીનામા મુદ્દે વિજય સુંવાળાએ કહ્યું કે, હું એક લોકસેવક છું એટલે જ હું જે લોકો માટે કામ કરશે તે પાર્ટીમાં જોડાવનો અભિગમ છે. ભારતીય જનતા પાર્ટીમાંથી મને ઘણીવાર આમંત્રણ મળ્યું છે તેથી આજે જ હું વાતચીત કરવા માટે જઈ રહ્યો છું અને તે બાદ આગામી નિર્ણય લેવામાં આવશે. હું રાજકીય મિત્રો અને વડીલો સાથે વાતચીત કર્યા બાદ કમલમમાં જઈશ. વિજય સુંવાળાએ કહ્યું કે, જે વ્યક્તિ સમયને સમજી જાય તે જ સાચો વ્યક્તિ કહેવાય. મને ઘણા સમયથી ભાજપમાંથી આમંત્રણ હતું તેથી આજે મળવા માટે જઈ રહ્યો છું.



વિજય સુવાળા છેલ્લા ઘણા સમયથી નારાજ

ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા વિજય સુંવાળા ગાંધીનગર મહાનગર પાલિકાની યોજાયેલી ચુંટણીમાં મતદાન કુટીરની અંદરના EVMનો ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. જેમાં આપને વોટ આપતો હોય તેવો ફોટો પોસ્ટ કરતા વિવાદ ઉભો થયો હતો. જેમાં આપ નેતા વિજય સુંવાળા પર ચૂંટણી આચારસંહિતાનો ભંગની ફરિયાદ પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ત્રણ મહિનામાં બાદ ભાજપમાં જોડાતા વિજય સુવાળા કેટલા ભાજપ ને વફાદાર રહેશે તે સમય બતાવશે.
Published by: Kaushal Pancholi
First published: January 17, 2022, 3:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading