સુરત : કૌટુંબિક કાકા લક્ષ્મણ રબારીએ પરિણીતા સાથે કિસ કરતા ફોટા પાડ્યા, બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યું


Updated: October 19, 2021, 3:28 PM IST
સુરત : કૌટુંબિક કાકા લક્ષ્મણ રબારીએ પરિણીતા સાથે કિસ કરતા ફોટા પાડ્યા, બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યું
વરાછા પોલીસે (Varachha police)આરોપી લક્ષ્મણ રબારીની ધરપકડ કરી

Surat Crime News- લક્ષ્મણ પરિણીતાને લઇ ટ્રેનમાં બેસી ચંદીગઢ પહોંચી ગયો હતો. અહીં ગેસ્ટહાઉસમાં ચાર દિવસ લક્ષ્મણે બળજબરી ફરી વારંવાર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ દિલ્હી, ભાવનગર જઇ ત્યાં પણ ગેસ્ટહાઉસમાં રોકાણ કરી કુકર્મ આચર્યું હતુ.

  • Share this:
સુરત : રાજસ્થાનના (Rajasthan)મંદિર ખાતે મળવાના બહાને સેલ્ફી ફોટો પાડી લઈ તે ફોટો થકી વરાછાની (Varachha)પરિણીતાને બ્લેકમેઇલ કરી કૌટુંબિક કાકાએ યૌનશોષણ કર્યુ છે. આરોપી પરિણીતાને ધાક-ધમકી આપી ભગાડી પણ ગયો હતો. વરાછા પોલીસે (Varachha police)આરોપી લક્ષ્મણ રબારીની ધરપકડ કરી છે. વરાછા ત્રિકમનગર ખાતે રહેતી 21 વર્ષીય યુવતી મૂળ રાજસ્થાનની વતની છે. દોઢ વર્ષ પહેલાં તેણીના લગ્ન થયા હતા. દરમિયાન કૌટુંબિક કાકા લક્ષ્મણ વાધારામ રબારી સાથે તેણીનો પરિચય હતો. ગત બીજા લોકડાઉનમાં (Lockdown)તે પરિવાર સાથે વતન રાજસ્થાન ગઈ હતી ત્યારે ત્યારે કૌટુંબિક કાકા લક્ષ્મણ રબારી તેની સાથે ફોન પર વાત કરતો હતો. લક્ષ્મણે રાજસ્થાન જઈ યુવતીને ગામના મંદિર પાસે મળવા બોલાવી હતી. તે વખતે લક્ષ્મણે પોતાના મોબાઇલમાં બંનેના સેલ્ફી ફોટો લીધો હતો.

ત્યારબાદ લક્ષ્મણ વારંવાર કોલ કરી સેલ્ફી ફોટાના નામે બ્લેકમેઇલ કરી ધાક-ધમકી આપતો હતો. સુરત પરત ફર્યા બાદ પણ લક્ષ્મણ કોલ કરી પરિણીતાને પરેશાન કરતો હતો. એક દિવસ બપોરના સમયે પરિણીતા ઘરે એકલી હતી ત્યારે લક્ષ્મણે ઘરે આવી બળજબરી કરી ફોટો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. લક્ષ્મણે ચુંબન કરતા ફોટા પણ મોબાઇલમાં પાડી લીધા હતા.

આ પણ વાંચો - સુરતઃ લુખ્ખાઓના આતંકનો live video: ઘાતક હથિયારો વડે માથાભારે તત્વોનો સોસાયટીમાં આતંક

આ રીતે ફોટોગ્રાફ્સ બતાવીને તે ભાગી જવા પણ દબાણ કરતો હતો. ગત 5 ઓક્ટોબર 2021ના રોજ પરિણીતા લક્ષ્મણ રબારી સાથે ભાગી ગઈ હતી. લક્ષ્મણ યુવતીને લઇ ટ્રેનમાં બેસી ચંદીગઢ પહોંચી ગયો હતો. અહીં ગેસ્ટહાઉસમાં ચાર દિવસ રોકાણ કર્યું હતું. લક્ષ્મણે યુવતી સાથે બળજબરી ફરી વારંવાર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ દિલ્હી, ભાવનગર જઇ ત્યાં પણ ગેસ્ટહાઉસમાં રોકાણ કરી કુકર્મ આચર્યું હતુ.

ભાવનગરથી પાવાગઢ જવા હોટલમાંથી બહાર નીકળ્યા ત્યારે સંબંધીઓએ તેઓને પકડી પાડ્યા હતા. યુવતીએ પરિવારને હકીકત જણાવતા સમગ્ર મામલો વરાછા પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે બળાત્કારનો ગુનો નોંધી આરોપી લક્ષ્મણ વાઘારામ રબારીની ધરપકડ કરી હતી.

પંચમહાલ : સંતાન પ્રાપ્તિની વિધિના બહાને ભુવાએ મહિલા સાથે શારીરિક અડપલા કર્યા!શિક્ષિત અને આધુનિક સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો કહીં શકાય એવી ઘટના ઘોઘંબાના (Ghoghamba)એક ગામમાં સામે આવી છે. ઘોઘંબા તાલુકાના એક સંતાન વાંચ્છુક દંપતી સાથે વિધિના નામે એક ભુવાએ પરિણીતા સાથે શારીરિક અડપલા (molestation)કર્યા હતા. આખરે પરિણીતાએ હિંમતભેર પોલીસ ફરિયાદ કરતાં રાજગઢ પોલીસે (Rajgarh police)ભુવાની ધરપકડ કરી કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે પરિણીતાના ઘરે આવેલા ભુવાએ મહિલાને વિધિના બહાને એકલી ખેતરમાં લઈ જઈ શારીરિક અડપલા કર્યા હતા દરમિયાન મહિલાના સ્વજનો પહોંચી ગયા હતા જેથી સમગ્ર બાબત પ્રકાશમાં આવી જતાં ભુવાને પોલીસ હીરાસતમાં જવાનો વખત આવ્યો છે.
Published by: Ashish Goyal
First published: October 19, 2021, 3:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading