સુરત: ગૂગલનો ઉપયોગ કરી આંતરરાજ્ય ગેંગ ખાલી કરતી હતી લોકોના બેંક ખાતા, જાણો મોડસ ઓપરન્ડી


Updated: March 1, 2021, 11:37 AM IST
સુરત: ગૂગલનો ઉપયોગ કરી આંતરરાજ્ય ગેંગ ખાલી કરતી હતી લોકોના બેંક ખાતા, જાણો મોડસ ઓપરન્ડી
પોલીસ સાથે આખી ગેંગ

એક ગેગે સુરતમાં સક્રિય હોવાનું ખબર પડતા પોલીસે આ આંતરરાજય ગેંગેને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

  • Share this:
સુરત: સાયબર ક્રાઇમ (Cyber crime) દ્વારા ગૂગલ (Google) પર અલગ-અલગ રાજયના મોબાઇલ કોડ  (Mobile code)સર્ચ કરી તેની પાછળ 6 નંબર એડ કરી કોલ અને મેસેજ કરી બેંકના કર્મચારી ઓળખ આપી  એટીએમ કાર્ડ બ્લોક (ATM Card block) થઇ ગયો છે, લકી ડ્રો (lucky draw) લાગ્યો છે જેવી વાતો કરી એટીએમ કાર્ડનો નંબર, એક્સપાયરી ડેટ અને સીવીવી  નંબર મેળવી મોબાઇલ એપ્લિકેશન વોલેટમાંથી રોકડ તફડાવતી આંતરરાજય (CVV) સાઇબર ક્રાઇમ આચરતી ઝારખંડની (Zarkhand) ગેંગને સચિન જીઆઇડીસી  (Sachin GIDC Police)પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

બેંકના કર્મચારીની ઓળખ આપતા

સુરતમાં સતત છેલ્લા ઘણાં સમયથી સાંઠી બેંકના કર્મચારી ઓળખ આપીને લોકોના એટીએમ કાર્ડ  બ્લોક થઇ ગયા છે કહીને તેમની વિગત મેળવી છેતરપિંડીની સતત ઘટના બનતી હોવાની ફરિયાદ સામે આવતી હતી. ત્યારે આવી એક ગેગે સુરતમાં સક્રિય હોવાનું ખબર પડતા પોલીસે આવી આંતરરાજય ગેંગેને ઝડપી પાડવામાં સફળતા મળી છે. સચિન-હજીરા રોડ સ્થિત ગભેણી નજીક બલેનો કાર નં. જેએચ-10 બીવાય-7878 માં પસાર થતા સફાર મોહમદ બશીર અંસારી, મહંમદ મેહતાબ અશરફ અલી અંસારી , અબ્દુલ ગફાર મોહમદ બશીર અંસારી મો. અબ્દુલ સફીક મીયા અંસારી , મોહમદ સિરાજુદ્દીન નિઝામુદ્દીન અંસારી અકબર અજીમમીયા અંસારીને પોલીસે બાતમીના આધારે ઝડપી પાળ્યા હતા.

સુરત: મિલમાં પાંચ કલાકની જહેમતે ભીષણ આગ પર કાબૂ, એક કર્મી જીવ બચાવવા ત્રીજા માળેથી કુદ્યો

બેંક એકાઉન્ટની માહિતી મેળવતા હતા

આરોપી પાસેથી મોબાઇલ ફોન 4 નંગ, રોકડા રૂા. 42 હજાર, 28 નંગ સીમકાર્ડ, ડેબિટ કાર્ડ 3 અને પાનકાર્ડ મળી કુલ રૂા. 6.87 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.  આ ઈસમોની પૂછપરછ કરતા આ ઈસમો ઝારખંડના રહેવાસી  હોવાનું સામે આવ્યું હતું. ઉપરોકત તમામ આરોપીઓ ગુગલ પર અલગ-અલગ રાજયના મોબાઇલ કોડ સર્ચ કરી તેમાં કોઇપણ છ નંબર એડ કરી કોલ કરતા હતા. કોલ કરતી વખતે પોતાની ઓળખ બેંકમાંથી બોલે છે એમ કહી એટીએમ કાર્ડ બ્લોક થઇ ગયો છે, તમને લકી ડ્રો લાગ્યો છે જેવી અલગ-અલગ કારણો જણાવી વાતોમાં ફસાવી બેંક એકાઉન્ટ સબંધિત માહિતી જેવી કે એટીએમ કાર્ડના 16 ડિજીટ, એક્સપાયરી ડેટ અને સીવીવી નંબર મેળવી લેતા હતા.  જે બાદ એકાઉન્ટ ધારકની જાણ બહાર પેટીએમ, ફોન પે, ગુગલ પે જેવી મોબાઇલ એપ્લિકેશન વોલેટમાંથી રોકડ તફડાવતા હતા તેવી કબૂલાત કરી હતી.અમદાવાદ: Instaની કોમેન્ટમાં મેનેજરની પત્નીના મોબાઈલ નંબર સાથે લખ્યું 40/-hr, મહિલા પરેશાન

અનેક જગ્યાઓએ નોંધાયા હતા ગુના

જોકે, પોલીસે આ ઈસમોની ધરપકડ કરી વધુ તપાસ કરતા આ ઈસમો વિરુદ્ધ ગુજરાતના આણંદ અને વડોદરા શહેર, મધ્યપ્રદેશના બૈતુલ અને માંદસોર જિલ્લા, રાજસ્થાનના દૌસા અને જયપુર જિલ્લામાં તેઓ વિરૂધ્ધ ગુના નોંધાયા હોવાની કબૂલાત કરી છે. જયારે સફાર મોહમદ બશીર અંસારી અગાઉ ઝારખંડના ગીરડી પોલીસ સ્ટેશનમાં સાઇબર ક્રાઇમના ગુનામાં ઝડપાય ચુક્યો છે.

આ રીતે પોલીસે ઝડપી પાડ્યા

સચિન જીઆઇડીસી પોલીસે ઝડપી પાડેલી સાઇબર ક્રાઇમ આચરતી આંતર રાજય ગેંગનો માસ્ટર માઇન્ડ સફાર મોહમદ બશીર અંસારી પૂછપરછ કરતા આ ઈસમો ઝારખંડના જામતાળા ગામના તમામ રહેવાસી સાઇબર ક્રાઇમના ગુના સાથે સંકળાયેલા છે. તેવી જ રીતે જામા ગામના પણ મહત્તમ લોકો પણ આ પ્રકારના ગુના સાથે સંકળાયેલા છે. જોકે હાલમાં ઝારખંડ પોલીસે સાઇબર ક્રાઇમ આચરનાર વિરૂધ્ધ સકંજો કસવાનું ચાલુ કરતા સફાર તેના સાથીદારો સાથે સુરત ખાતે રહેતા તેના ગામના મિત્રોને ત્યાં છુપાવવા માટે આવ્યો હતો.



પોલીસને વિગત મળતા તે પોલીસના હાથે ઝડપાઇ ગયા હતો. જોકે સંચીન પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આ  6  આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.
Published by: Kaushal Pancholi
First published: March 1, 2021, 11:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading