OMG! 50 વર્ષમાં લૂથી 17,000 ભારતીયોના મોત, આ રાજ્યોમાં Heatwaveએ સર્જ્યો સૌથી વધુ આતંક

News18 Gujarati
Updated: May 9, 2022, 2:16 PM IST
OMG! 50 વર્ષમાં લૂથી 17,000 ભારતીયોના મોત, આ રાજ્યોમાં Heatwaveએ સર્જ્યો સૌથી વધુ આતંક
દેશમાં પડી રહેલી આકરી ગરમી જીવલેણ બની

ભારતમાં એપ્રિલથી ઘણા રાજ્યો ગરમી (Summer In India)ની લપેટમાં આવી ગયા છે. મે મહિનામાં મોટાભાગના રાજ્યોમાં પારો 40ને પાર કરી ગયો છે. આવી સ્થિતિમાં એક રિસર્ચ પેપર મુજબ છેલ્લા 50 વર્ષમાં ગરમીના કહેર (Heatwave)ના કારણે થયેલા મૃત્યુ (Death)ના આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

  • Share this:
ભારત (India) એક એવો દેશ છે જ્યાં એકાંતરે અનેક ઋતુઓ આવે છે. અહીં ઠંડી પણ ઘણી છે અને ઉનાળા (Summer In India)નો કોઈ જવાબ નથી. દરેક ઋતુ તેની ચરમસીમાએ લોકોમાં ભય પેદા કરે છે. આ સમયે દેશના મોટાભાગના વિસ્તારોમાં ગરમી (Heatwave)નો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તમામ પ્રકારની ગરમીથી ત્રસ્ત લોકો રાહતની આશા સાથે આકાશ તરફ જોઈ રહ્યા છે. પરંતુ હવામાનશાસ્ત્રીઓના મતે લોકોને અત્યારે રાહત નહીં મળે. દેશમાં વધુ તીવ્ર ગરમી પડવાની સંભાવના છે. જો આંકડાની વાત કરીએ તો ભારતમાં 1971 થી 2021 સુધીમાં લગભગ સત્તર હજાર લોકોએ હીટ વેવને કારણે જીવ ગુમાવ્યા છે.

ભારતના ટોચના હવામાનશાસ્ત્રીઓના મતે ભારતમાં ગરમીના કારણે છેલ્લા પચાસ વર્ષમાં સત્તર હજાર લોકોના મોત થયા છે. આ ટીમે 2021માં રિસર્ચ પેપર બહાર પાડ્યું હતું, જેમાં પચાસ વર્ષમાં ગરમીના મોજાની ઘટનાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન લગભગ 706 હીટવેવની ઘટનાઓ બની છે.

આ અભ્યાસમાં ભારતમાં તમામ પ્રકારની આત્યંતિક હવામાન ઘટનાઓથી થતા મૃત્યુ અંગેનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો. તે સામે આવ્યું છે કે પચાસ વર્ષમાં લગભગ 1 લાખ 41 હજાર લોકોએ વિવિધ હવામાનની ઘટનાઓ જેમ કે હીટ વેવ અથવા વીજળી પડવાને કારણે જીવ ગુમાવ્યા છે. જેમાંથી 17 હજાર લોકોના મોત ગરમીના કારણે થયા છે.

આ પણ વાંચો: ચીનમાં આકાશ અચાનક લાલ થઈ ગયું, લોકો 'પ્રલય'ની આશંકાથી ડર્યા

આ રાજ્યો ટોચ પર છે
સંશોધન મુજબ, ગરમીના મોજાને કારણે સૌથી વધુ મૃત્યુ આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઓડિશામાં થયા છે. બાકીના રાજ્યો કરતાં અહીં ગરમી વધુ જીવલેણ છે. ભારતમાં, ઉત્તરીય મેદાનોમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થાય છે, જેના કારણે મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ચાલીસને પાર કરી જાય છે. હવે ઉનાળામાં પર્વતીય વિસ્તારોમાં પણ તાપમાનમાં વધારો જોવા મળે છે. જ્યારે પર્વતીય વિસ્તારમાં તાપમાન 30 થી વધી જાય છે, ત્યારે તેને ગરમી કહેવામાં આવે છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તાર અથવા મેદાનની જમીનમાં, ચાલીસ ડિગ્રીનો સ્કેલ નક્કી કરવામાં આવે છે.આ પણ વાંચો: ઝડપથી આગળ વધી રહ્યું છે 'અસાની' આગામી 24 કલાકમાં ચક્રવાતી તોફાનમાં બદલાશે

તેમણે સંશોધન પેપર પાડ્યું હતું બહાર
જેના આધારે આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે તે સંશોધન કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રાજીવને અન્ય ઘણા વૈજ્ઞાનિકો સાથે મળીને બહાર પાડ્યું હતું. તેમાં કમલજીત રે, એસએસ રે, આરકે ગિરી અને એપી ડિમરીનો સમાવેશ થાય છે. આ સંશોધન પેપરના મુખ્ય લેખક કમલજીત રે હતા. ભારતમાં છેલ્લા પચાસ વર્ષમાં બગડતા હવામાનને કારણે થયેલા મૃત્યુના આંકડા એકત્ર કરીને તેમણે આ સંશોધન કર્યું હતું. આ વર્ષે પણ આકરી ગરમી પચાસ વર્ષનો આ આંકડો વધારવાનું જ કામ કરશે.
Published by: Riya Upadhay
First published: May 9, 2022, 2:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading