IPL 2022: દિલ્હી કેપિટલ્સનો ખેલાડી કોરોના સંક્રમિત, આખી ટીમ ક્વોરેન્ટાઈન, પુણે જવાનું પણ મોકૂફ!

News18 Gujarati
Updated: April 18, 2022, 4:29 PM IST
IPL 2022: દિલ્હી કેપિટલ્સનો ખેલાડી કોરોના સંક્રમિત, આખી ટીમ ક્વોરેન્ટાઈન, પુણે જવાનું પણ મોકૂફ!
દિલ્હી કેપિટલ્સની ટીમમાં કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. (દિલ્હી કેપિટલ ઇન્સ્ટાગ્રામ)

IPL 2022: ફિઝિયો કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યા બાદ રેપિડ એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં એક ખેલાડી સંક્રમિત જોવા મળ્યો હતો. આ કારણોસર ફ્રેન્ચાઇઝીને પુણેની સફરમાં વિલંબ કરવાની ફરજ પડી હતી. દિલ્હી કેપિટલ્સ હાલમાં પોઈન્ટ ટેબલમાં નંબર 8 પર છે તેમણે તેની આગામી મેચ પંજાબ કિંગ્સ સામે 20 એપ્રિલે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમવાની છે.

  • Share this:
દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ની આખી ટીમને ક્વોરેન્ટાઈન (quarantined) કરવામાં આવી છે. ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ કોરોના (Coronavirus)થી સંક્રમિત હોવાનું બહાર આવ્યા બાદ એક ખેલાડીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જે બાદ સમગ્ર દિલ્હી કેપિટલ્સની ટીમને ક્વોરેન્ટાઈન કરવામાં આવી છે. અહેવાલો અનુસાર આ કારણે દિલ્હીએ આગામી મેચ માટે પૂણેનો પ્રવાસ પણ સ્થગિત કરી દીધો છે. ક્રિકબઝના સમાચાર અનુસાર દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ તેમના રૂમમાં છે અને 2 દિવસ સુધી ડોર ટુ ડોર કોવિડ ટેસ્ટ કરવામાં આવશે.

ફિઝિયો કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યા બાદ રેપિડ એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં એક ખેલાડી સંક્રમિત જોવા મળ્યો હતો. આ કારણોસર ફ્રેન્ચાઇઝીને પુણેની સફરમાં વિલંબ કરવાની ફરજ પડી હતી. દિલ્હી કેપિટલ્સ હાલમાં પોઈન્ટ ટેબલમાં નંબર 8 પર છે તેમણે તેની આગામી મેચ પંજાબ કિંગ્સ સામે 20 એપ્રિલે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમવાની છે.

આ પણ વાંચો- IPL 2022: દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓને RCB સાથે હાથ મિલાવવાની મનાઈ હતી, જાણો શું હતું કારણ


18 એપ્રિલે પુણે જવા રવાના થવાના હતા

આ મેચ માટે ટીમ 18 એપ્રિલે જ પુણે જવાની હતી, પરંતુ કોરોનાના હુમલા બાદ તેમને હોટલમાં જ રોકી દેવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર વિદેશી ખેલાડી કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડરમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે.આ પણ વાંચો- IPL 2022: ઉમરાન મલિકની સફળતાની કહાણી તેના પિતાએ પોતાના શબ્દોમાં વર્ણવી

બીસીસીઆઈના એક સૂત્રના જણાવ્યા અનુસાર, જેનો રિપોર્ટ આવતીકાલે નેગેટિવ આવશે, તેઓ પુણે જશે. ત્યાં જ ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર અનુસાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથેની મેચ દરમિયાન, BCCIએ દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓને RCB સાથે હાથ મિલાવવાની મનાઈ કરી હતી. ગયા વર્ષે પણ કોરોનાએ IPL પર ઘણી અસર કરી હતી. કોરોનાને કારણે IPL 2021નું આયોજન 2 તબક્કામાં કરવામાં આવ્યું હતું.
Published by: rakesh parmar
First published: April 18, 2022, 4:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading