IPLના મીડિયા રાઇટ્સ ખરીદવાની રેસમાં Google પણ સામેલ, આ કંપનીઓએ પણ પોતાનો દાવો કર્યો

News18 Gujarati
Updated: May 12, 2022, 3:39 PM IST
IPLના મીડિયા રાઇટ્સ ખરીદવાની રેસમાં Google પણ સામેલ, આ કંપનીઓએ પણ પોતાનો દાવો કર્યો
આઇપીએલ મીડિયા અધિકારોની રેસમાં ગૂગલ પણ સામેલ છે. (BCCI ટ્વિટર)

IPL 2022: "અમેરિકન ટેક કંપની આલ્ફાબેટ ઇન્ક. એ બીસીસીઆઈ પાસેથી પ્રસારણ અધિકારો સંબંધિત બિડિંગ દસ્તાવેજો ખરીદ્યા છે. આ યુએસ કંપની પાસે એક વીડિયો સ્ટ્રીમિંગ વેબસાઈટ યુટ્યુબ પણ છે. જોકે કંપનીએ બ્રોડકાસ્ટિંગ રાઈટ્સ ખરીદવા માટે પોતાનું નામ જાહેર કર્યું નથી.

  • Share this:
ગૂગલે (Google) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના પ્રસારણ અધિકારો ખરીદવામાં રસ દાખવ્યો છે. IPLની આ સિઝન પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પ્રસારણ અધિકારોની હરાજી કરશે. એમેઝોન અને ડિઝની બાદ હવે ગૂગલ પણ આ રેસમાં જોડાઈ ગયું છે. કુલ મળીને અડધો ડઝન કંપનીઓએ બીસીસીઆઈ પાસેથી બિડિંગ દસ્તાવેજો મેળવ્યા છે. IPL એ વિશ્વની ત્રીજી સૌથી વધુ જોવાયેલી રમતોત્સવ છે. BCCI આ વર્ષે 2023 થી 2027 સુધીના IPLના પ્રસારણ અધિકારોની હરાજી કરશે. હાલમાં આઈપીએલના પ્રસારણ અધિકારો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પાસે છે.

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, "અમેરિકન ટેક કંપની આલ્ફાબેટ ઇન્ક. એ બીસીસીઆઈ પાસેથી પ્રસારણ અધિકારો સંબંધિત બિડિંગ દસ્તાવેજો ખરીદ્યા છે. આ યુએસ કંપની પાસે એક વીડિયો સ્ટ્રીમિંગ વેબસાઈટ યુટ્યુબ પણ છે. જોકે કંપનીએ બ્રોડકાસ્ટિંગ રાઈટ્સ ખરીદવા માટે પોતાનું નામ જાહેર કર્યું નથી. બીજી તરફ દક્ષિણ આફ્રિકાની ટેલિવિઝન ચેનલ જૂથ સુપર સ્પોર્ટ્સે પણ બીસીસીઆઈ પાસેથી બિડિંગ દસ્તાવેજો ખરીદ્યા છે.

આ પણ વાંચો- Gyanvapi Mosque Survey : જ્ઞાનવાપી મસ્જિદ - કોર્ટ કમિશ્નર નહીં હટાવાય, 17 મે પહેલા પુરો કરવો પડશે સર્વે

બીસીસીઆઈ પાસેથી દસ્તાવેજો ખરીદવાનો અર્થ એ નથી કે કંપનીઓ બિડ કરવા માટે બંધાયેલી છે. તેઓ કોઈપણ સમયે નાપસંદ કરી શકે છે અથવા હરાજી સંપૂર્ણપણે છોડી શકે છે. Amazon.com Inc., ધ વોલ્ટ ડિઝની કંપની, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, સોની ગ્રુપ કોર્પ., Desi Zee Entertainment Enterprises Ltd. અને fantasy-sports platform Dream11 પણ IPL મીડિયા અધિકારો ખરીદવાની રેસમાં છે.

આ પણ વાંચો- NID બાદ અમદાવાદની આ સ્કૂલના બે વિદ્યાર્થીઓને થયો કોરોના, વેકેશન જાહેર કર્યું

IPL દર્શકોની દ્રષ્ટિએ વિશ્વની ત્રીજી સૌથી મોટી લીગ છે. BCCIના ડેટા અનુસાર IPLની છેલ્લી સિઝનમાં 600 મિલિયન (60 કરોડ) દર્શકો જોડાયેલા હતા. IPL ભારતીય મનોરંજન બજારમાં મોટો હિસ્સો ધરાવે છે. એક અનુમાન અનુસાર BCCIને IPLની હરાજીથી લગભગ 32500 કરોડ રૂપિયા મળી શકે છે.
Published by: rakesh parmar
First published: May 12, 2022, 3:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading