IPL 2022: 2 વર્ષમાં 5 મેચ રમનાર બોલરે આઇપીએલમાં મચાવ્યો તરખાટ, બેટ્સમેનો માટે બન્યો કાળ!

News18 Gujarati
Updated: April 21, 2022, 5:51 PM IST
IPL 2022: 2 વર્ષમાં 5 મેચ રમનાર બોલરે આઇપીએલમાં મચાવ્યો તરખાટ, બેટ્સમેનો માટે બન્યો કાળ!
IPL 2022: કુલદીપ યાદવે આ સિઝનમાં અત્યાર સુધીમાં 6 મેચમાં 13 વિકેટ લીધી છે. (પીટીઆઈ)

IPL 2022: પંજાબ કિંગ્સ સામેની છેલ્લી મેચમાં પણ કુલદીપે સારી બોલિંગ કરી હતી અને 24 રનમાં 2 વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શનના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો.

  • Share this:
એક ખેલાડી જેણે IPL 2022 માં કમબેક કરીને બધાને ચોંકાવી દીધા તે છે કુલદીપ યાદવ (Kuldeep Yadav). કારણ કે IPLના છેલ્લા 2 વર્ષમાં આ ખેલાડીએ માત્ર 5 મેચ રમી છે. ગત સિઝનમાં કુલદીપને એક પણ મેચ રમવાની તક મળી ન હતી. હવે એ જ બોલર બેટ્સમેનો માટે કાળ બની રહ્યો છે. કુલદીપે માત્ર 6 મેચમાં 13 વિકેટ ઝડપી છે. આખરે આ સિઝનમાં એવું શું બન્યું કે જે બોલરનો આત્મવિશ્વિસ સંપૂર્ણપણે બદલાઇ ગયો, જે ટીમમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો, તે પોતાની ચાઈનામેન બોલિંગથી તબાહી મચાવી રહ્યો હતો? આખરે કુલદીપમાં કોણે શ્વાસ પૂર્યો? દિલ્હી કેપિટલ્સના આસિસ્ટન્ટ કોચ રહી ચૂકેલા મોહમ્મદ કૈફે (Mohammad Kaif) આ વાતનો ખુલાસો કર્યો છે.

મોહમ્મદ કૈફે સ્ટાર સ્પોર્ટ્સ પર કહ્યું, “કુલદીપ યાદવને પુનર્જીવિત કરવાનો શ્રેય દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતને જાય છે. તેણે કહ્યું કે ઋષભ એક લાગણીશીલ વ્યક્તિ પણ છે, આ વાત બહુ ઓછા લોકો જાણે છે. તે દિલથી વિચારે છે અને જાણે છે કે ખેલાડીમાંથી તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કેવી રીતે મેળવવું. હું ગયા વર્ષે ટીમ સાથે હતો. રિષભ એ જ હતો જેણે અવેશ ખાનને તૈયાર કર્યો હતો અને હવે તે કુલદીપ યાદવની કારકિર્દી પાટા પર લાવી રહ્યો છે."

કુલદીપ વિકેટ લેવા પર પૂરો ભાર આપી રહ્યો છેઃ કૈફ

દિલ્હી કેપિટલ્સના ભૂતપૂર્વ સહાયક કોચ કૈફે આ સિઝનમાં કુલદીપની સફળતા પાછળનું કારણ સમજાવ્યું છે. તેમણે કહ્યું કે કુલદીપને આ સિઝનમાં ટીમ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે તેણે વિકેટ લેવા પર પૂરો ભાર મૂકવો જોઈએ અને રનની વધુ ચિંતા ન કરવી જોઈએ. સામાન્ય રીતે કેપ્ટન બોલરોને આર્થિક રીતે બોલિંગ કરવાનું કહે છે. પરંતુ પંતે કુલદીપને કહ્યું કે તું જ વિકેટ લેનાર છે. ભલે તમે 10 વધારાના રન આપો. પરંતુ મને વચ્ચેની ઓવરમાં ત્રણ વિકેટ આપો.

આ પણ વાંચો-  IPL 2022: નામ બડે... દર્શન છોટે, કરોડોમાં વેચાયેલા 3 વિદેશી ખેલાડીઓએ કર્યું બકવાસ પ્રદર્શન
પંજાબ કિંગ્સ સામેની છેલ્લી મેચમાં પણ કુલદીપે સારી બોલિંગ કરી હતી અને 24 રનમાં 2 વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શનના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો.

ધોનીની જેમ પંતે પણ કુલદીપને મેચ વિનર બનાવ્યો હતો

કુલદીપ આ સિઝનમાં ફ્લાઈટ આપવામાં અચકાતો નથી. તેથી જ તે વિકેટો મેળવી રહ્યો છે. આ સિવાય તેની સફળતાનું કારણ રિષભ પંતના રૂપમાં એક એવા કેપ્ટન મળવો પણ છે જે તેને દરેક પરિસ્થિતિમાં પ્રોત્સાહિત કરે છે. મહેન્દ્ર સિંહ ધોનીએ તેની સાથે જે કર્યું તે જ રીતે તેણે કુલદીપ સાથે કર્યું.

આ પણ વાંચો- IPL 2022: દિલ્હી ટીમના કેપ્ટને કહ્યું- 'કોવિડ કેસના કારણે ગભરાય ગયા હતા, મેચ રદ થવાની હતી પણ...

કુલદીપનું ફોર્મમાં આવવું પણ ટીમ ઈન્ડિયા માટે સારું છે. કારણ કે આ વર્ષે ટી-20 વર્લ્ડ કપ છે અને જો ભવિષ્યમાં પણ તેનું પ્રદર્શન ચાલુ રહેશે તો તે ટૂર્નામેન્ટમાં ભારત માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે.
Published by: rakesh parmar
First published: April 21, 2022, 5:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading