RR vs DC Match Report: માર્શ-વોર્નરની વિસ્ફોટક બેટિંગના દમ પર દિલ્હીએ રાજસ્થાનને 8 વિકેટે હરાવ્યું, પ્લેઓફની આશા જીવંત રાખી
News18 Gujarati Updated: May 11, 2022, 11:51 PM IST
મિચેલ માર્શ અને ડેવિડ વોર્નરની જોડીએ બીજી વિકેટ પર સદીની ભાગીદારી રમી હતી. (PIC.Dc/Instagram)
IPL 2022: રાજસ્થાન રોયલ્સે આપેલા 161 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સ ટીમે 18.1 ઓવરમાં 2 વિકેટે જીત મેળવી લીધી હતી. દિલ્હી કેપિટલ્સ માટે મિશેલ માર્શે 62 બોલમાં 89 રન બનાવ્યા જેમાં 5 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે. ડેવિડ વોર્નરે 41 બોલમાં 5 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 52 રન બનાવ્યા હતા.
મિશેલ માર્શ (Mitchell Marsh) અને ડેવિડ વોર્નર (David Warner)ના દમ પર દિલ્હી કેપિટલ્સે આઇપીએલ (IPL)ની 58મી મેચમાં રાજસ્થાન રોયલ્સ (rajasthan royals)ને 8 વિકેટથી હરાવ્યું હતું. દિલ્હીની 12 મેચોમાં આ છઠ્ઠી જીત છે. રિષભ પંતની કપ્તાનીવાળી દિલ્હી કેપિટલ્સ (delhi capitals) પાસે 12 પોઈન્ટ છે અને તે પોઈન્ટ ટેબલમાં પાંચમા નંબરે છે. બીજી તરફ રાજસ્થાનની 12 મેચોમાં આ પાંચમી હાર છે. રાજસ્થાનની ટીમ 14 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે.
રાજસ્થાન રોયલ્સે આપેલા 161 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સ ટીમે 18.1 ઓવરમાં 2 વિકેટે જીત મેળવી લીધી હતી. દિલ્હી કેપિટલ્સ માટે મિશેલ માર્શે 62 બોલમાં 89 રન બનાવ્યા જેમાં 5 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે. ડેવિડ વોર્નરે 41 બોલમાં 5 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 52 રન બનાવ્યા હતા.
દિલ્હીની શરૂઆત સારી રહી ન હતી અને તેની પ્રથમ વિકેટ ઇનિંગની પ્રથમ ઓવરના બીજા બોલ પર પડી હતી. ઓપનર શ્રીકર ભરતને ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટે વિકેટકીપર સંજુ સેમસનના હાથે કેચ કરાવીને દિલ્હીને શરૂઆતી ઝટકો આપ્યો હતો. ભરત ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. દિલ્હીએ માર્શના રૂપમાં તેની બીજી વિકેટ ગુમાવી હતી. તે યુઝવેન્દ્ર ચહલની બોલિંગ પર કુલદીન સેને કેચ આઉટ થયો હતો. માર્શે બીજી વિકેટ માટે વોર્નર સાથે 144 રનની ભાગીદારી કરી હતી.
આ પણ વાંચો- IPL 2022: રવિન્દ્ર જાડેજાને બેવડો ફટકો, કેપ્ટનશીપ બાદ હવે લીગમાંથી પણ OUT
અશ્વિનની ફિફ્ટીની મદદથી રાજસ્થાને 6 વિકેટે 160 રન બનાવ્યા હતા
આ પહેલા રવિચંદ્રન અશ્વિન (50 રન)ની અડધી સદી અને દેવદત્ત પડિકલના 48 રનની મદદથી રાજસ્થાન રોયલ્સે 6 વિકેટે 160 રન બનાવ્યા હતા. અશ્વિન (38 બોલ, ચાર ચોગ્ગા, બે છગ્ગા) અને પડિકલ (30 બોલ, છ ચોગ્ગા, બે છગ્ગા) સિવાય માત્ર યશસ્વી જયસ્વાલ (19) અને રાસી વાન ડેર ડુસેન (12 અણનમ) બે આંકડા સુધી પહોંચી શક્યો હતો.
આ પણ વાંચો- Virat kohli need break: વિરાટ કોહલીને દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 શ્રેણીમાં મળી શકે છે આરામ, આ છે કારણ
ચુસ્તપણે બોલિંગ કરતી વખતે દિલ્હી કેપિટલ્સના બોલરોએ રાજસ્થાન રોયલ્સને વારંવાર અંતરાલ પર વિકેટ લઈને મોટો સ્કોર બનાવવા દીધો ન હતો. દિલ્હી તરફથી એનરિક નોરખિયા, મિશેલ માર્શ અને ચેતન સાકરિયાએ બે-બે વિકેટ લીધી હતી. બેટિંગ માટે આમંત્રિત કર્યા પછી, રાજસ્થાન રોયલ્સે ધીમી શરૂઆત કરી અને પછી ત્રીજી ઓવરમાં તેના સ્ટાર બેટ્સમેન જોસ બટલર (07) ની વિકેટ ગુમાવી, જે ચેતન સાકરિયાની બોલને ટાઈમ કરી શક્યો નહીં અને શાર્દુલ ઠાકુરને કેચ આપીને પેવેલિયન પહોંચી ગયો.
Published by:
rakesh parmar
First published:
May 11, 2022, 11:45 PM IST