IPL 2022: કેપ્ટન-ફ્રેન્ચાઇઝી વચ્ચે શું ચાલી રહ્યું છે? રવિન્દ્ર જાડેજા લીગની બહાર થતા જ CSKએ અનફોલો કરી દીધો

News18 Gujarati
Updated: May 12, 2022, 3:56 PM IST
IPL 2022: કેપ્ટન-ફ્રેન્ચાઇઝી વચ્ચે શું ચાલી રહ્યું છે? રવિન્દ્ર જાડેજા લીગની બહાર થતા જ CSKએ અનફોલો કરી દીધો
રવીન્દ્ર જાડેજા ઈજાના કારણે IPLની વર્તમાન સિઝનમાંથી બહાર થઈ ગયો છે.

IPL 2022: હાલના IPL વિવાદોમાં સૌથી પહેલા રવીન્દ્ર જાડેજા અને ચેન્નાઈ સુપર કિંગ્સ વિશે વાત કરીએ. આ વખતની સિઝનની શરૂઆતના બે દિવસ પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સે જાડેજાની કેપ્ટન તરીકે નિમણૂકની જાહેરાત કરી હતી. પરંતુ આ નિર્ણય ટીમ માટે સારો ન રહ્યો. ટીમ હારતી રહી અને જાડેજાની રમત સરેરાશથી નીચે આવી ગઇ.

  • Share this:
આમ તો આઇપીએલ (IPL) સાહસનું બીજું નામ છે, પરંતુ તેની સાથે વિવાદો પણ જોડાયેલા છે. અહીં દરેક સિઝનમાં વિવાદો થાય છે. આ વખતે પણ આવું જ કંઇ થઈ રહ્યું છે. સામાન્ય રીતે વિવાદો ખેલાડીઓ અથવા અમ્પાયરિંગ વચ્ચે હોય છે. મેદાનની બહારનો વિવાદ પણ નવો નથી. પરંતુ આ વખતે કંઈક અલગ જ થઈ રહ્યું છે. આ વખતે કેપ્ટન અને ફ્રેન્ચાઇઝી વચ્ચે વિવાદ છે. તેની શરૂઆત સંજુ સેમસન (Sanju Samson) અને રાજસ્થાન રોયલ્સ વિવાદથી થઈ હતી અને હવે આ યાદીમાં રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja captaincy) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)નું નામ પણ જોડાઈ ગયું છે.

હાલના IPL વિવાદોમાં સૌથી પહેલા રવીન્દ્ર જાડેજા અને ચેન્નાઈ સુપર કિંગ્સ વિશે વાત કરીએ. આ વખતની સિઝનની શરૂઆતના બે દિવસ પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સે જાડેજાની કેપ્ટન તરીકે નિમણૂકની જાહેરાત કરી હતી. પરંતુ આ નિર્ણય ટીમ માટે સારો ન રહ્યો. ટીમ હારતી રહી અને જાડેજાની રમત સરેરાશથી નીચે આવી ગઇ. અચાનક જાડેજાએ કેપ્ટનશીપ છોડી દીધી અને મહેન્દ્ર સિંહ ધોનીએ ફરીથી ટીમની કમાન સંભાળી. ટીમ પણ વિજયના માર્ગે પરત ફરવા લાગી. એવું લાગે છે કે બધું સારું છે. પણ એવું વિચારવું કદાચ ખોટું હતું.

આ પણ વાંચો- IPLના મીડિયા રાઇટ્સ ખરીદવાની રેસમાં Google પણ સામેલ, આ કંપનીઓએ પણ પોતાનો દાવો કર્યો


અહીં ધોનીની કપ્તાનીમાં CSK જીતના માર્ગે વાપસી કરી રહી હતી ત્યારે રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થયો હતો. તેના વિના પણ ટીમ જીતવા લાગી. ત્યારબાદ સમાચાર આવ્યા કે જાડેજાની ઈજા ગંભીર છે અને તે આઈપીએલની આ આખી સિઝન માટે ટીમની બહાર થઈ શકે છે. પરંતુ બ્લાસ્ટ 11 મેના રોજ થયો હતો, જ્યારે અચાનક સમાચાર આવ્યા કે ચેન્નાઈ સુપર કિંગ્સે રવિન્દ્ર જાડેજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો છે. આ કેમ થયું? આ કોઈ જાણતું નથી. વિવાદો પર મૌન એ ભારતીય ક્રિકેટની સૌથી મોટી વિશેષતા છે. આવી સ્થિતિમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રવીન્દ્ર જાડેજા વચ્ચે કંઈક ગડબડ થઈ રહી હોય તો પણ તે જલ્દી સામે આવશે એવી અપેક્ષા રાખવી એ રણમાં પાણી શોધવા જેવું છે. તો રાહ જુઓ.

આ પણ વાંચો- વડાપ્રધાન મોદી મેના છેલ્લા સપ્તાહમાં આવશે રાજકોટ, બે લાખથી વધુ પાટીદારોને સંબોધશેહવે આવા જ વિવાદની વાત કરીએ જેમાં અન્ય એક કેપ્ટન અને ફ્રેન્ચાઇઝી સામેલ હતા. આ વિવાદ માર્ચમાં રાજસ્થાન રોયલ્સ અને તેના કેપ્ટન સંજુ સેમસન વચ્ચે થયો હતો. રાજસ્થાન રોયલ્સની સોશિયલ મીડિયા ટીમે IPLની શરૂઆત પહેલા એક તસવીર ટ્વીટ કરી છે. આમાં કેપ્ટન સંજુ સેમસનને કાનની વીંટી પહેરેલી દેખાડવામાં આવી હતી અને લખવામાં આવ્યું હતું કે, 'કેટલો સરસ દેખાવ છે.' સંજુ સેમસન આનાથી ગુસ્સે થઈ ગયો. આ ટ્વિટ આવ્યા બાદ તેણે પોતાની ટીમના સોશિયલ પેજને અનફોલો કરી દીધું હતું. જો કે, આ વિવાદ વધે તે પહેલા જ સંભાળી લેવામાં આવ્યો હતો અને સંજુ સેમસન માત્ર રાજસ્થાન રોયલ્સના કેપ્ટન નથી, પરંતુ આ ટીમ IPLમાં પણ સારું પ્રદર્શન કરી રહી છે.
Published by: rakesh parmar
First published: May 12, 2022, 3:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading