Organ Donation: જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમવાર બ્રેઇનડેડ દર્દીના અંગદાન માટે ગ્રીન કોરીડોર બન્યો

News18 Gujarati
Updated: May 25, 2022, 4:17 PM IST
Organ Donation: જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમવાર બ્રેઇનડેડ દર્દીના અંગદાન માટે ગ્રીન કોરીડોર બન્યો
મગનભાઇ ગજેરા નામના દર્દીને સાત દિવસ પહેલા મગજની નસ ફાટી જવાના કારણે બ્રેઈન ડેડ થઈ ગયા હતા

Junagadh: સ્થાનિક ડોક્ટર આકાશ પટોડિયાએ દર્દીના બ્રેઇનડેડની જાણકારી તેમના પરિવારજનોને આપી હતી અને બાદમાં તેઓને અંગદાન વિશે જાણકારી આપી હતી. જેથી પરિવારજનો દર્દીના અંગદાન માટે તૈયાર થયા હતા.

  • Share this:
અતુલ વ્યાસ, જૂનાગઢ: સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ઓર્ગન ડોનેશન (Organ donation) માટે જાગૃત કરવામાં આવે છે અને રાજ્યમાં સુરતમાં સૌથી વધુ બ્રેઇનડેડ લોકોના અંગોનું દાન (Organ donation of braindead people) કરવામાં આવે છે ત્યાં જ અમદાવાદમાં પણ અત્યાર સુધીમાં 62 જેટલા ઓર્ગન ડોનેટ કરાયા છે પરંતુ આ દરમિયાન જૂનાગઢ (Junagadh)જિલ્લાના ઇતિહાસમાં પ્રથમવાર અંગોનું દાન કરાયું છે. જૂનાગઢમાં સૌપ્રથમવાર બ્રેઈનડેડ વ્યક્તિના શરીરનાં અંગોનું દાન કરવામાં આવી રહ્યું છે શરીરના અંગોને લઈ જવા માટે જૂનાગઢથી કેશોદ સુધી ગ્રીન કોરિડોર (Green Corridor) જાહેર કરવામાં આવ્યો છે.

વંથલી તાલુકાનાં રવની ગામના મગનભાઇ ગજેરા નામના દર્દીને સાત દિવસ પહેલા મગજની નસ ફાટી જવાના કારણે બ્રેઈન ડેડ થઈ ગયા હતા અને તેમની અનેક સારવાર બાદ તેમાં સફળતા ન મળતા તેમના પરિવારજનોએ તેમના અંગોનું દાન કરવા માટેનો નિર્ણય લીધો છે. જે માટે તેમની બે કીડની અને એક લીવર અમદાવાદના દર્દીઓ માટે ઉપયોગમાં આવશે અને તે જુનાગઢથી અમદાવાદ લઈ જવા માટે અમદાવાદની હોસ્પિટલના તબીબો જૂનાગઢ આવી પહોંચ્યા છે અને તેમનું ઓપરેશન કરી બે કીડની અને એક લીવર ઓપરેશન કરી જુનાગઢથી કેશોદ એરપોર્ટ મારફત એર એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદ લઈ જવામાં આવશે અને જેના લીધે ત્રણ દર્દીઓને નવી જિંદગી મળશે.

આ પણ વાંચો- સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતના દરિયાકાંઠે ફૂંકાઇ શકે છે 40-50 કિ.મી.ની ઝડપે પવન, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

સ્થાનિક ડોક્ટર આકાશ પટોડિયાએ દર્દીના બ્રેઇનડેડની જાણકારી તેમના પરિવારજનોને આપી હતી અને બાદમાં તેઓને અંગદાન વિશે જાણકારી આપી હતી. જેથી પરિવારજનો દર્દીના અંગદાન માટે તૈયાર થયા હતા. પહેલા તેના પાંચ અંગોનુ દાન કરવાનુ હતુ પરંતુ તેના ફેફસાં અને હૃદયની કંડીશન સારી નહી હોવાથી બે કીડની અને લીવરનું દાન કરવાનુ નક્કી કરવામાં આવ્યું છે ત્યાર બાદ ઓપરેશન માટે અમદાવાદ હોસ્પિટલનો સંપર્ક કરવામા આવ્યો હતો અને ઝાયડસ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોની ટીમ જૂનાગઢ આવી પહોચી હતી.

આ પણ વાંચો-  તેમને મેન્ટલ હોસ્પિટલમાં ચેકઅપની જરૂર છે'

મગનબાઇ ગજેરાના બ્રેઇન ડેડ શરીરમાંથી લીવર અને કીડની કાઢવામાં આવશે. અને હમણાં જ કાર્યરત થયેલ કેશોદ એરપોર્ટ પર એર એમ્બ્યુલન્સ દ્વારા શરીરના અંગોને અમદાવાદ લઈ જવા આવશે. અને ત્યાં જરૂરિયાતમંદ દર્દીઓ પર પ્રત્યારોપણ કરવામા આવશે. જૂનાગઢ મનપા દ્વારા પોલીસને જાણ કરાતા પ્રથમવાર જૂનાગઢથી કેશોદ એરપોર્ટ સુધી ગ્રીન કોરીડોર બનશે. દેશ આઝાદ થયા બાદ જૂનાગઢથી ગ્રીન કોરીડોર બનશે તેવી આ પ્રથમ ઘટના છે.
Published by: rakesh parmar
First published: May 25, 2022, 4:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading