ભચાઉ: સાત વર્ષની બાળા પર દુષ્કર્મ ગુજારી મોતને ઘાટ ઉતારી દીધી


Updated: October 29, 2020, 3:46 PM IST
ભચાઉ: સાત વર્ષની બાળા પર દુષ્કર્મ ગુજારી મોતને ઘાટ ઉતારી દીધી
આરોપી.

ભચાઉ તાલુકાના લાખાપર ગામેથી સાથ વર્ષની બાળકીની હત્યાનો ભેદ ઉકેલાયો, ગામના જ 22 વર્ષીય નરાધમ યુવકે દુષ્કર્મ બાદ બાળકીની હત્યા કરી નાખી હતી.

  • Share this:
મેહુલ સોલંકી, ભૂજ: કચ્છના ભચાઉ તાલુકાના લાખાપર ગામે (Lakhapar Village- Bhachau) ગુમ થયેલી સાત વર્ષિય માસૂમ બાળકી તેના ઘર પાસે આવેલા બંધ મકાનમાંથી મૃત હાલતમાં મળી આવી હતી. આ ગુનાની તપાસમાં સામખીયાળી પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ (Murder Mystery) ઉકેલી ગામના જ એક હવસખોર શખ્સની ધરપકડ કરી છે. આરોપીએ માસૂમ બાળા સાથે દુષ્કર્મ આચર્યાં બાદ તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

તાજેતરમાં ભચાઉના લાખાપર ગામમાં સાત વર્ષિય માસૂમ બાળા ગુમ થઈ હતી. બાળકી ગુમ થવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ સામખીયાળી પોલીસ સક્રિય થઈ ગઈ હતી. સોશિયલ મીડિયામાં ફેલાયેલા સંદેશાઓને ધ્યાને લઈને પોલીસે સામેથી લાખાપર ગામે ધસી જઈ ભોગ બનનાર પરિવારનો સંપર્ક કરી બાળકીની તપાસ શરૂ કરી હતી. આખી રાત તપાસ આદર્યા બાદ વહેલી પરોઢે બાળકી ગુમ થઈ હોવાનો ગુનો નોંધાયો હતો.

આ પણ વાંચો: સુરત: વેપાર બરાબર ન ચાલતા તાંત્રિક વિધિ કરવા ગયેલી યુવતી સાથે દુષ્કર્મ, તાંત્રિક ઝડપાયો

બાદમાં બીજા દિવસે સવારે બાળકી પાડોશના બંધ મકાનમાં મૃત હાલતમાં મળી આવી હતી. બાળકીના મળેલા મૃતદેહને જોતા તેની સાથે કંઈક બન્યાની આશંકાઓ સેવાઈ હતીય. પોલીસે ઘટનાની ગંભીરતાને જોતા હતભાગી બાળકીના મૃતદેહને પીએમ માટે જામનગર ખસેડ્યો હતો. જેનો પીએમ રિપોર્ટ આવતા તેના આધારે બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું અને તેને મોઢું તેમજ ગળું દબાવીને મોતને ઘાટ ઉતારવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો: જૂનાગઢ: તેલના ડબ્બામાંથી મરેલો ઉંદર નીકળ્યો હોવાનો પરિવારનો દાવો, 12 દિવસથી તેલ આરોગતા હતા

પીએમ રિપોર્ટને આધારે સામખીયાળી પોલીસે બનાવનો ભેદ ઉકેલવા કવાયત હાથ ધરી હતી. પોલીસે હ્યુમન રિસોર્સ, સોશિયલ બેકગ્રાઉન્ડ અને ઈન્ટેલિજન્સ માહિતીના આધારે તપાસ આદરી હતી. જેમાં ગામના જ 22 વર્ષીય વિજય કોલી નામના યુવાને આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસને મળેલી હકીકતના આધારે વિજય કોલીને માળિયા-હરીપર પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.આ પણ જુઓ-

આરોપીની પૂછપરછમાં તે ભાંગી પડ્યો હતો અને સમગ્ર ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો તેની વિગતો જણાવીને ગુનાની કબૂલાત કરી હતી. આ રીતે સામખીયાળી પોલીસે રેપ વીથ મર્ડરનો આ ગુનો ઉકેલી લીધો હતો. આરોપીએ પોતાની હવસ સંતોષવા માટે સાત વર્ષિય માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Published by: Vinod Zankhaliya
First published: October 29, 2020, 3:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading