રાજકોટ : આપઘાતની કરૂણ ઘટના! પત્ની રિસામણે જતા પતિએ જિંદગી ટૂંકાવી, 3 સંતાનોએ પિતાનું છત્ર ગુમાવ્યું


Updated: March 1, 2021, 12:18 PM IST
રાજકોટ : આપઘાતની કરૂણ ઘટના! પત્ની રિસામણે જતા પતિએ જિંદગી ટૂંકાવી, 3 સંતાનોએ પિતાનું છત્ર ગુમાવ્યું
પ્રતિકાત્મક તસવીર

પત્ની ત્રણ દિવસ પૂર્વે રિસામણે ચાલી ગઇ હતી ત્યારે પતિએ પાછળથી આ પ્રકારનું આપઘાતનું પગલું ભરી લીધું

  • Share this:
રાજકોટ (Rajkot) શહેરમાં પત્ની (Wife) રીસામણે ચાલી જતા વધુ એક પતિએ ગળાફાંસો ખાઇ આપઘાત (Suicide) કર્યાનો બનાવ સામે આવ્યો છે.  રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે આવેલા ન્યુ હંસરાજ નગરમાં રહેતા પ્રવિણભાઇ પરબતભાઈ હીરાભાઈ લુંલાડીયા નામના 25 વર્ષીય યુવાને પોતાના ઘરે ગળાફાંસો (Hanged to death) ખાઇ લીધાનો બનાવ સામે આવ્યો હતો. પ્રવીણભાઈ નામના યુવાને પોતાના ઘરે લોખંડના એંગલ માં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધા ની જાણ પરિવારજનોને થઈ હતી.

સમગ્ર મામલે બનાવની જાણ આજીડેમ પોલીસ સ્ટેશન અધિકારીઓને થતાં એ.એસ.આઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે હાથ ધરેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે, પ્રવીણભાઈ શાકભાજીનો ધંધો કરતા હતા. તેમને સંતાનમાં બે પુત્ર અને પુત્રી છે. પ્રવીણભાઈ ને દારૂ પીવાની કુટેવ હોય જે બાબતે પત્ની સાથે ઝઘડો થતાં તેમની પત્ની ત્રણ દિવસ પૂર્વે રિસામણે ચાલી ગઇ હતી. ત્યારે પાછળથી આ પ્રકારનું આપઘાતનું પગલું ભરી લીધું હતું.

આ પણ વાંચો : અમદાવાદ : આપઘાતની રૂવાંડા ઊભા કરી નાખતી ઘટના! રીવરફ્રન્ટ પર અંતિમ video બનાવી પરિણીતાએ જિંદગી ટૂંકાવી

ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર તેમજ જિલ્લામાં ઘર કંકાસ ના કારણે આપઘાત તેમજ આપઘાતના પ્રયાસ ના બનાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ દૂધની ડેરી પાસે અનવર સુલેમાન ઠેબાએ ત્રણ દિવસ પૂર્વે પોતાના ઘરે ફીનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે પરિવારજનોને જાણ થતા પરિવારે તાત્કાલીક 108 ની ટીમને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક અસરથી 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી અનવરને એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.

તો બીજી તરફ સમગ્ર મામલે થોરાડા પોલીસને બનાવ અંગે જાણ થતાં થોરાડા પોલીસ પણ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચીને થોરાળા પોલીસ અધિકારીઓ દ્વારા અનવર તેમજ તેના પરિવારજનોના નિવેદન નોંધવામાં આવ્યા હતા.
પોલીસની પૂછપરછમાં અનવર ની માતાએ જણાવ્યું હતું કે, છેલ્લા આઠ મહિનાથી અનવર ના પત્ની માવતરે રિસામણે ચાલી ગયા છે. અનવરને સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે. સાંજે આઠ વાગ્યાના અરસામાં અનવર ના સસરા નો ફોન આવ્યો હતો કે જુઓ તો અનવર શું કરે છે? ત્યારે મેં ઉપરના માળે અનવર રૂમનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ અંદરથી અમારે કોઇ પ્રતિસાદ ન આપતાં મેં બારીમાંથી જોયું કે અનવર રૂમમાં બેભાન થઈ પડેલો છે.

આ પણ વાંચો :  સુરત : વરાછામાં રોડ રોમિયોનો આતંક! હીરાના કારખાનામાં કામ કરતી મહિલાને કહ્યું, 'એ આઇટમ'

જેથી મેં બૂમાબૂમ કરી મૂકતા મારો અવાજ સાંભળતા આડોશ પાડોશ ના લોકો ઘરમાં દોડી આવ્યા હતા. ત્યારે આસપાસના લોકોએ રૂમનો દરવાજો તોડી રૂમમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ અનવર બેભાન હોવાના કારણે તુરંત જ 108 નંબર ઉપર ફોન પણ કર્યો હતો.

આ પણ વાંચો : સુરત : યુવકે તાપીમાં કૂદી કર્યો આપઘાત, મોતની છલાંગનો Video રાહદારીના મોબાઇલમાં કેદ

થોરાડા પોલીસને આપેલા નિવેદનમાં અનવરની માતા અમીનાબેન ને જણાવ્યું હતું કે, અનવર ફિનાઈલ પીધા પહેલા ફોન પર તેની પત્ની સાથે વાતચીત કરી હતી. ત્યારે વાતચીત દરમિયાન એવું તો શું થયું હતું કે અન્વયે ફિનાઈલ પી આપઘાત નો પ્રયાસ કરવા સુધી ની ફરજ પડી હતી.
Published by: Jay Mishra
First published: March 1, 2021, 12:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading