રાજકોટમાં અનોખો કિસ્સો : 'હમને ઘર છોડા હૈ.....', પરિવારને તરછોડી સવારે પ્રેમિકા ભાગી, સાંજે પ્રેમિકાને છોડી પ્રેમી ભાગી ગયો
Updated: January 26, 2021, 11:39 PM IST
પ્રતિકાત્મક તસવીર
યુવતીને થયો પછતાવો, પરિવારની માંગી માફી. પરિવારે કહ્યું - હવે ભૂલનું પુનરાવર્તન થયું તો માફ નહીં કરીએ
રાજકોટ : વ્યક્તિ જ્યારે પ્રેમમાં હોય ત્યારે સામેના વ્યક્તિને અનેક વચનો આપતો હોય છે. પરંતુ તે પ્રેમ(Love)ની સાચી પરીક્ષા આપણા સમાજમાં થાય છે. ત્યારે તાજેતરમાં જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સામાં એક બીજાના પ્રેમ માં રહેલા પ્રેમી (Lovers) અને પ્રેમિકાનો જન્મો જન્મ સાથે રહેવા ની આશા સાથે ઘર છોડીને ભાગી તો નીકળી પડ્યા હતા. પરંતુ સાંજ થતાં જ પ્રેમી પ્રેમિકાને છોડીને જતો રહ્યો હતો.
વર્ષ 1990માં બોલિવૂડની સુપર ડુપર હિટ ફિલ્મ " દિલ " આવી હતી. જે ફિલ્મમાં બોલીવુડના જાણીતા એવા પરફેક્ટનિસ્ટ મિસ્ટર આમિર ખાન અને માધુરી દીક્ષિતે અભિનેતા અને અભિનેત્રી તરીકેની ભૂમિકા નિભાવી હતી. તો સાથે જ આ ફિલ્મનું ગીત હતું જેના શબ્દો છે " હમને ઘર છોડા હે રસમોં કો તોડા હૈ હે, દૂર કહી જાયેંગે નયી દુનિયા બસાયેંગે "
આ પણ વાંચો -
રાજકોટમાં કુંવારી માતાનો અજીબો ગરીબ કિસ્સો : હોસ્પિટલમાં યુવતીનો ખુલાસો સાંભળી પોલીસ પણ ચોંકીત્યારે આ જ ગીતના શબ્દો થી પ્રેરાઈને 1990 બાદ અત્યાર સુધી અનેક પ્રેમીપંખીડાઓ મરણ સુધી એકબીજાનો સાથે રહેવા માટે ઘરેથી ભાગી જતા હોય છે. ત્યારે તાજેતરમાં જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે અંતર્ગત ગોંડલમાં રહેતી અને કંપનીમાં નોકરી કરતી 35 વર્ષીય મેઘા ( નામ બદલાવેલ છે ) વિશાલ (નામ બદલાવેલ છે ) નામના યુવાન સાથે ઘણા સમયથી પ્રેમ સંબંધમાં હતી. ત્યારે પ્રેમી અને પ્રેમિકાની જ્ઞાતિ અલગ અલગ હોવાથી પરિવારજનો લગ્ન બાબતની ના પાડશે તેઓ બંને ને ડર સતાવી રહ્યો હતો.
આ પણ વાંચો -
અમદાવાદ : જજની પત્નીનો ગંભીર આક્ષેપ, 'પોર્ન મુવી મુજબ વિવિધ ...., ના પાડુ તો ખુબ ગુસ્સે થતો'!
ત્યારે ગોંડલની યુવતી સાથે પ્રેમ માં રહેલા રાજકોટના યુવકે યુવતીને ઘર છોડીને રાજકોટ આવી જવાનું કહ્યું હતું. ત્યારબાદ આખો દિવસ બંને એકબીજાની સાથે રહ્યા હતા. તો સાંજ થતાં પ્રેમીએ પ્રેમિકાને કહ્યું હતું કે તારા ઘરમાં બધાને ખબર પડી ગઈ છે ત્યારે હવે તારે ઘરે પરત ફરવું જોઈએ. ત્યારબાદ રાજકોટ રહેતો પ્રેમી વિશાલ પોતાની પ્રેમિકા મેઘાને ગોંડલ ખાતે મૂકવા આવ્યો હતો. ત્યારબાદ મેઘા પણ ઘરે જવામાં અચકાતી હતી તેને ડર લાગતો હતો કારણ કે તેના ઘરમાં તમામ સભ્યોને ખબર પડી ગઈ હતી કે તે તેના પ્રેમી સાથે ઘર છોડીને ભાગી ચૂકી છે.
આ પણ વાંચો -
રાજકોટ : 'લોન્ડ્રીનો ધંધો પહેલા જેવો નહોતો ચાલતો હવે', બે બાળકોના પિતાએ કર્યો આપઘાત
ત્યારે મેઘાએ 181 ટોલ ફ્રી નંબર પર અભ્યમની ટીમનો સંપર્ક સાધ્યો હતો. ત્યાર બાદ ગણતરીની જ મિનિટમાં મેઘા ની મદદ માટે અભ્યમ ની ટીમ ના કાઉન્સેલર પ્રિયંકા રાઠવા અને તેની ટીમ પહોંચી હતી. ત્યારબાદ મેઘા નુ કાઉન્સિલીંગ કરવામાં આવ્યું હતું તો સાથે જ તેના પરિવારજનો તેને અપનાવી લેશે તેવી ખાતરી પણ આપી હતી. ત્યારે 181ની ટીમ મેઘા ને લઇ તેના ઘરે પહોંચી હતી ત્યારબાદ મેઘા એ પોતાની ભૂલ અંગે પોતાના પરિવારજનોની માફી માંગી હતી. ત્યારે પરિવારજનો એ પણ તેને કહ્યું હતું કે ભવિષ્યમાં જો તે આ પ્રકારે ભૂલનું પુનરાવર્તન કરશે તો તેને સ્વીકારવામાં નહીં આવે.
Published by:
kiran mehta
First published:
January 26, 2021, 11:37 PM IST