આ બાબતોનું ધ્યાન રાખવાથી નબળાઈ અને માથાના દુ:ખાવાની તકલીફ રહેશે દૂર


Updated: October 14, 2021, 3:20 PM IST
આ બાબતોનું ધ્યાન રાખવાથી નબળાઈ અને માથાના દુ:ખાવાની તકલીફ રહેશે દૂર
પ્રતીકાત્મક તસવીર

Healthy tips: ઉપવાસ દરમિયાન ફીટ રહેવા માટે તમારે એક યોગ્ય આહાર પ્રણાલી બનાવવી જરૂરી છે.

  • Share this:
દરેક વ્યક્તિની શારીરિક ક્ષમતા અલગ અલગ હોય છે. કેટલાક લોકો લાંબા સમય સુધી કંઈ ન ખાય તો પણ તેમના સ્વાસ્થ્ય પર વધુ અસર થતી નથી. કેટલાક લોકો એવા પણ હોય છે, જે થોડી વાર પણ ભૂખ્યા રહે તો, તેમને માથાનો દુખાવો (headache), ચક્કર અને ઉલ્ટી થવા લાગે છે. આ પ્રકારની સમસ્યા શા માટે થાય છે, તે જાણવું ખૂબ જ જરૂરી છે.

વ્રત દરમિયાન પાણી ઓછુ પીવાથી આ પ્રકારની સમસ્યા થાય છે. આ કારણોસર વ્રત દરમિયાન પાણીનું યોગ્ય માત્રામાં સેવન કરવું જોઈએ. પાણી સિવાય છાશ, દહીં, લસ્સી, લીંબુ પાણી, ફ્રુટ જ્યૂસનું સેવન કરતા રહેવાથી નબળાઈ આવતી નથી. ઉપવાસ દરમિયાન લિક્વિડ વસ્તુઓનું વધુ સેવન કરવું જોઈએ. લિક્વિડ વસ્તુઓનું સેવન કરવાથી શરીર હાઈડ્રેટ રહે છે. યોગ્ય માત્રામાં પાણીનું સેવન કરવાથી શરીરમાંથી વિષાક્ત પદાર્થ બહાર નિકળી જાય છે. ફળોના જ્યૂસનું સેવન કરવાથી પેટ સાફ રહે છે અને તમે સ્વસ્થ રહો છો. વિટામીન એ, બી અને સી યુક્ત ફળો અને શાકભાજીનું જ્યૂસ પિવાથી તમે આખો દિવસ એનર્જેટીક રહો છો.

આહાર નિષ્ણાંતો અનુસાર ઉપવાસ દરમિયાન અનાજની કમીને પૂરી કરવા માટે સંતુલિત ભોજનનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. વધારે પડતું તળેલું, ગળ્યું અથવા મીઠા વગરનું ભોજન કરવાથી બ્લડપ્રેશર ઘટી જાય છે, સુગર અથવા વજન વધવા જેવી સમસ્યા થાય છે.

ઉપવાસ દરમિયાન ફીટ રહેવા માટે તમારે એક યોગ્ય આહાર પ્રણાલી બનાવવી જરૂરી છે. ઉપવાસમાં ફીટ રહેવા માટે સૂર્યાસ્ત પહેલા હેવી ભોજનનું સેવન કરી લેવું જોઈએ. આખા દિવસ દરમિયાન હળવો પરંતુ સ્વાસ્થ્યપ્રદ નાશ્તાનું સેવન કરવું જોઈએ. અનેક લોકો ઉપવાસમાં બટાકાની ચિપ્સનું સેવન કરે છે, પરંતુ તળેલું ભોજનનું અધિક સેવન ના કરવું જોઈએ. પ્રોટીનયુક્ત આહારનું સેવન કરવું જોઈએ.

કેટલાક લોકો ઉપવાસમાં સ્વસ્થ રહેવા માટે હેવી એક્સરસાઈઝ કરે છે, જેના કારણે તમને થાક લાગે છે. આ કારણોસર હેવી એક્સરસાઈઝ ના કરવી જોઈએ. હેવી એક્સરસાઈઝ કરવાથી હાઈપોગ્લાઈસેમિયા થવાનું જોખમ રહે છે. તમે સવારે પાર્કમાં ચાલવા માટે જઈ શકો છો. યોગા, મેડિટેશન કરવાથી તમે માનસિક રીતે સ્વસ્થ રહો છો.

વ્રત દરમિયાન હેલ્ધી રહેવાની ટીપ્સવ્રત કર્યા હોય તે સમયે તળેલી વસ્તુનું બને ત્યાં સુધી સેવન ના કરવું જોઈએ. કારણ કે, તેનાથી પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે.

થોડી થોડી માત્રામાં અલગ અલગ પ્રકારના ડ્રાય ફ્રુટ્સનું સેવન કરતા રહો.

સિંધવ મીઠાનું પણ સીમિત માત્રામાં સેવન કરવું જોઈએ.

વ્રત દરમિયાન એક જ વારમાં પેટ ભરીને જમવાની કોશિશ ના કરવી જોઈએ, તેના કારણે પાચન પ્રક્રિયા બગડી શકે છે.

વ્રત દરમિયાન ફળોનું સેવન કરવું જોઈએ. ફળનું સેવન કરવાથી શરીરને કેટલાક જરૂરી પોષકતત્વો મળે છે અને પેટ પણ ભરાય છે. પપૈયુ, અનાનસ, સફરજન, કેળા જેવા ફળ ફાઈબરથી ભરપૂર હોય છે અને શરીર માટે લાભદાયી છે. વ્રતમાં ફળોનું વધુ સેવન કરવું જોઈએ.

દહીં, દૂધીનું રાયતુ એવા ખાદ્ય પદાર્થ છે, જે સરળતાથી પચે છે અને સ્વાસ્થ્યપ્રદ પણ છે. વ્રતમાં તેનું સેવન કરી શકાય છે.

ચાનું વધુ સેવન ના કરવું જોઈએ. એક દિવસમાં માત્ર બે થી ત્રણ કપ ચાનું સેવન કરી શકાય છે.

વ્રત દરમિયાન બાફેલા બટાકા, રામદાના, શિંગોડા-કુટ્ટૂનો લોટ, ખીરા, દૂધી, મખાના અને મગફળીના દાણા, સાબુદાણાની ફરાળી વાનગીનું સેવન કરવું તે
સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે.

આ પણ વાંચો - લાઇફસ્ટાઇલની અન્ય રસપ્રદ માહિતી માટે અહીં ક્લિક કરો.

સવારે ઉઠીને વધુ સમય સુધી ભૂખ્યા રહેવાથી એસિડીટી અને લો બ્લડપ્રેશર જેવી સમસ્યા થઈ શકે છે. વ્રત દરમિયાન સવારે ચા પીધા પછી છાશ, દહીં, સલાડ, ફળનું સેવન કરવાથી શરીરને એનર્જી મળે છે.
Published by: Kaushal Pancholi
First published: October 14, 2021, 9:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading