થાઇરોઇડ – એક એવી બીમારી કે જે ખૂબ મોટી અસર કરે છે


Updated: January 27, 2021, 10:25 PM IST
થાઇરોઇડ – એક એવી બીમારી કે જે ખૂબ મોટી અસર કરે છે
ભારતમાં હાઈપોથાઇરોડિઝમ ખૂબ સામાન્ય છે. હકીકતમાં, 11% પુખ્ત લોકો હાઈપોથાઇરોડિઝમથી પીડાય છે અને 8% સબક્લિનિકલ હાઈપોથાઇરોડિઝમથી પીડાય છે

ભારતમાં હાઈપોથાઇરોડિઝમ ખૂબ સામાન્ય છે. હકીકતમાં, 11% પુખ્ત લોકો હાઈપોથાઇરોડિઝમથી પીડાય છે અને 8% સબક્લિનિકલ હાઈપોથાઇરોડિઝમથી પીડાય છે

  • Share this:
જીવનમાં નાની નાની વસ્તુઓને કારણે ઘણીવાર મોટો ફરક પડે છે. દાખલા તરીકે થાઇરોઇડ ગ્રંથિ. આ પતંગિયાના આકારનું અંગ છે જે એક નિશ્ચિત માત્રામાં થાઇરોઇડ હોર્મોન ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે જે ઘણા શારીરિક કાર્યોને નિયંત્રિત કરે છે. કોઈપણ જાતનું અસંતુલન આપણા શરીરમાં ઘણા લક્ષણોમાં પરિણમી શકે છે.1 આ હોર્મોન્સના વધારે ઉત્પાદનને લીધે હાયપરથાઇરોઇડિઝમ અને ઓછા ઉત્પાદનને લીધે હાઈપોથાઇરોડિઝમ થાય છે.

ભારતમાં હાઈપોથાઇરોડિઝમ ખૂબ સામાન્ય છે. હકીકતમાં, 11% પુખ્ત લોકો હાઈપોથાઇરોડિઝમથી પીડાય છે અને 8% સબક્લિનિકલ હાઈપોથાઇરોડિઝમથી પીડાય છે

ચાલો હાઈપોથાઇરોડિઝમ વિષે વિગતવાર જાણીએ:

હાઈપોથાઇરોડિસમ

પહેલા જણાવ્યા મુજબ જ્યારે થાઇરોઇડ ગ્રંથિ પૂરતા પ્રમાણમાં થાઇરોઇડ હોર્મોન્સ બનાવતી નથી ત્યારે હાઈપોથાઇરોડિઝમ થાય છે. આને કારણે મેટાબોલિઝમ સહિતના અનેક શારીરિક કાર્યોને ધીમાં પડવા લાગે છે.

સબક્લિનિકલ હાઈપોથાઇરોડિઝમમાં લોહીમાં થાઇરોઇડ હોર્મોનનું સ્તર જરૂરી સામાન્ય શ્રેણી કરતા થોડું ઓછું હોય છે. હાયપરથાઇરોઇડિઝમથી વિપરીત, તે લક્ષણોના સ્વરૂપમાં દેખાતું નથી. આવા કિસ્સાઓમાં, વ્યક્તિને તેની સ્થિતિ વિશે કોઈ જાણ હોતી નથી.હાઈપોથાઇરોડિઝમના સંકેતો

સામાન્ય રીતે લોકો અન્ય હાયપોથાઇરોડિઝમના લક્ષણોને અન્ય બીમારી સમજવાની ભૂલ કરે છે. જો કે, આ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે આ લક્ષણો ધીમે ધીમે વિકસે છે, અને કેટલીકવાર તો કેટલાક વર્ષો સુધી તે વિકસે છે. થાક લાગવો, વજન વધવું, ઉદાસી અથવા હતાશ થવું, ભારે અને/અથવા વધુ માસિક સ્રાવ, વંધ્યત્વ, જાતીય નબળાઇ, વધુ વાળ પડવું, વધુ નીંદરની જરૂર, આ બધા હાયપોથાઇરોડિઝમના કેટલાક સામાન્ય લક્ષણો છે.

સ્ત્રીઓમાં હાઇપોથાઇરોડિઝમ થવાની સંભાવના વધુ હોય છે

આ વાત સાચી છે કે હાઇપોથાઇરોડિઝમ સ્ત્રીઓમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે, અને પુરુષોની તુલનામાં તે 5 થી 10 ગણા વધારે થાય છે. હકીકતમાં, આ બીજો સૌથી સામાન્ય પ્રકારનો એંડોક્રાઇન ડિસઓર્ડર છે(ગ્રંથીઓ સંબંધિત ડિસઓર્ડર) જે પ્રજનન વયની સ્ત્રીઓ પર અસર કરે છે. પરંતુ ફક્ત આટલુ જ નહીં. આ તમામ વયની મહિલાઓ પર પણ અસર કરી શકે છે! અને સ્ત્રીઓમાં હાઈપોથાઇરોડિઝમ થવાની શક્યતા તેમની ઉમર, ગર્ભાવસ્થા, પોસ્ટપાર્ટમ અને મેનોપોઝ સાથે વધે છે.

બધી ઉંમરની મહિલાઓને જોખમ રહેલું છે

હાઇપોથાઇરોડિઝમ/સબક્લિનિકલ હાઇપોથાઇરોડિઝમ સ્ત્રીઓમાં ઘણી મુશ્કેલીઓનું કારણ બને છે. આરોગ્યના અન્ય મુદ્દાઓ ઉપરાંત, તે તેમના પ્રજનન કાર્યોને અસર કરી શકે છે. સ્ત્રીની વય અને જીવનના તબક્કાના આધારે આ બીમારીની તીવ્રતા બદલાઈ શકે છે.

હાથ ધરવામાં આવેલા ઘણી રિસર્ચમાં, નીચેના પરિણામો જાહેર થયા:

- કિશોરવયની છોકરીઓમાં, તે તરુણાવસ્થા વિલંબ અથવા સ્તન અને જનનાંગોના અપૂર્ણ વિકાસ તરફ દોરી શકે છે.
- યુવાન સ્ત્રીમાં, તે 72.5% સ્ત્રીઓમાં ભારે/લાંબા સમય સુધી રક્તસ્રાવ તરફ દોરી જાય છે, અને ઘણી સ્ત્રીઓને અનિયમિત પિરિયડ સાથે ખીલ, ચહેરાના વાળ અને ડાયાબિટીઝનું જોખમનો અનુભવ થાય છે.
- પુખ્ત વયની મહિલાઓમાં, તે 10 માંથી 3 સ્ત્રીઓમાં વંધ્યત્વના તરફ દોરી જાય છે. જો તમે ગર્ભવતી હોવ, તો આ કસુવાવડ, અકાળ જન્મ અને ઇંટ્રીયુટરાઇન ડેથનું કારણ બની શકે છે. 13% થી વધુ સગર્ભા સ્ત્રીઓ હાઈપોથાઇરોડિઝમથી પીડાય છે.
-86% વૃદ્ધ મહિલાઓને આને કારણે ડાયાબિટીઝનું જોખમ વધારે છે, 60% બ્લડ પ્રેશરમાં વધારો થયો છે, અને 33% દર્દીઓએ લોહીમાં લિપિડ્સનો અનુભવ કર્યો છે.
-આ સિવાય, હાઇપોથાઇરોડિઝમથી પીડિત 60% કરતા વધારે દર્દીઓને ડિપ્રેસિવ લક્ષણો હોવાનું જણાયું છે.
તેથી, વહેલી તકે હાઇપોથાઇરોડિઝમ શોધવા અને ઈલાજ કરવા માટે થાઇરોઇડ ફંક્શન (થાઇરોઇડ હોર્મોન્સનું સ્તર) નું યોગ્ય અને સમયસર પરીક્ષણ / સ્ક્રીનીંગની કરવાની ભલામણ વૈશ્વિક તબીબી સંગઠનો અને માર્ગદર્શિકા દ્વારા કરવામાં આવે છે.

કોણે તપાસ કરાવી જોઈએ:

- 35 વર્ષની વયની મહિલાઓ એ દર 5 વર્ષે તપાસ કરવી
- વંધ્યત્વની સારવાર કરાવતી બધી સ્ત્રીઓ
- બધી સગર્ભા સ્ત્રીઓ
- મેનોપોઝલ વયની મહિલાઓ અને જેમને મેનોપોઝ થાય છે તેમણે તપાસ કરાવવી
- ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ
- લિપિડ ડિસઓર્ડર (લોહીમાં ચરબી) ધરાવતા દર્દીઓએ સારવાર શરૂ કરતા પહેલા તપાસ કરાવવી

હાઈપોથાઇરોડિઝમના લક્ષણો સતત કે ચોક્કસ નથી. પરંતુ જો સમયસર ઉપચાર ન કરવામાં આવે તો, લક્ષણો વધુ બગડી શકે છે અને વધુ ગૂંચવણો પેદા કરી શકે છે. 25 તેથી, દરેક સ્ત્રી માટે બ્લડટેસ્ટની મદદથી કોઈ પણ જાતની શંકાઓ દૂર કરવા માટે તેની તપાસ કરાવવી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. - ડો રમેશ ગોયલ

સારા સમાચાર એ છે કે સારવારની મદદથી આ સ્થિતિનું સંચાલન કરી શકાય છે. જો તમને થાઇરોઇડની સમસ્યાની શંકા હોય તો વહેલી તકે તમારા ડોક્ટરની સલાહ લેવી.

આ એક ભાગીદારીવાળી પોસ્ટ છે.

Disclaimer:
** This is in partnership with Abbott India, written by Dr Ramesh Goyal, MD DM Endo, Consultant Endo Apollo Hospital Ahmedabad.



Information appearing in this material is for general awareness only and does not constitute any medical advice. Please consult your doctor for any questions or concerns you may have regarding your condition.

References:
⦁ InformedHealth.org [Internet]. Cologne, Germany: Institute for Quality and Efficiency in Health Care (IQWiG); 2006-. How does the thyroid gland work? 2010 Nov 17 [Updated 2018 Apr 19]. Available from: https://www.ncbi.nlm.nih.gov/books/NBK279388/.
⦁ Thyroid disease[Internet]. Available at: https://www.womenshealth.gov/a-z-topics/thyroid-disease. Accessed on Aug 15, 2020.
⦁ Livingston EH. Subclinical Hypothyroidism. JAMA. 2019;322(2):180.
⦁ Indian Journal of Endocrinology & Metabolism / Jul – Aug 2013 / Vol -17 / Issue 4
⦁ Dunn D, Turner C. Hypothyroidism in Women. Nurs Womens Health. 2016;20(1):93-98.
⦁ Sanyal D, Raychaudhuri M. Hypothyroidism and obesity: an intriguing link. Indian J Endocrinol Metab. (2016) 20:554–7.
⦁ Weber G, Vigone MC, Stroppa L, Chiumello G. Thyroid function and puberty. J Pediatr Endocrinol Metab. 2003;16 Suppl 2:253-257.
⦁ Fatima M, Amjad S, Sharaf Ali H Sr, et al. Correlation of Subclinical Hypothyroidism With Polycystic Ovary Syndrome (PCOS). Cureus. 2020;12(5):e8142.
⦁ Polycystic ovarian syndrome[Internet]. Available at: https://www.womenshealth.gov/a-z-topics/polycystic-ovary-syndrome. Accessed on Aug 15, 2020.
⦁ Karaca N, Akpak YK. Thyroid disorders and fertility. Int J Res Med Sci. 2015;3: 1299-304.
⦁ Ramya MR, Parvathavarthini, Savery D, et al. Menstrual disorders associated with thyroid dysfunction. Int J Reprod Contracept Obstet Gynecol. 2017 Nov;6(11):5113-5117.
⦁ Shanmugham D, Natarajan S, Karthik A. Prevalence of thyroid dysfunction in patients with polycystic ovarian syndrome: A cross sectional study. Int J Reprod Contracept Obstet Gynecol. 2018;7:3055-9.
⦁ Pushpagiri N, Gracelyn LJ, Nagalingam S. Prevalence of subclinical and overt hypothyroidism in infertile women. Int J Reprod Contracept Obstet Gynecol. 2015;4(6):1733-8.
⦁ Dhanwal DK, Bajaj S, Rajput R, et al. Prevalence of hypothyroidism in pregnancy: An epidemiological study from 11 cities in 9 states of India. Indian J Endocrinol Metab. 2016;20(3):387-390.
⦁ Deshmukh V, Farishta F, Bhole M. Thyroid dysfunction in patients with metabolic syndrome: a cross-sectional, epidemiological, Pan-India study. International journal of endocrinology. 2018;2018.
⦁ A Study of Cardiovascular Changes in Newly Detected Hypothyroid Patients. MVP Journal of Medical Sciences. July-December 2017;4(2): 102–106.
⦁ Hypothyroidism: a booklet for patients and their families[Internet]. Available at: https://www.thyroid.org/wp-content/uploads/patients/brochures/Hypothyroidism_web_booklet.pdf. Accessed on Aug 15, 2020.
⦁ Alexander EK, Pearce EN, Brent GA, et al. 2017 Guidelines of the American Thyroid Association for the Diagnosis and Management of Thyroid Disease During Pregnancy and the Postpartum. Thyroid. 2017;27(3):315-89.
⦁ Talwalkar P, Deshmukh V, Bhole M. Prevalence of hypothyroidism in patients with type 2 diabetes mellitus and hypertension in India: a cross-sectional observational study. Diabetes Metab Syndr Obes. 2019;12:369-376.
⦁ FOGSI: Good Clinical Practice Recommendations on preconception care[Internet]. Available at: https://www.fogsi.org/wp-content/uploads/2016/09/FOGSI-PCCR-Guideline-Booklet-Orange.pdf. Accessed on Aug 17, 2020.
⦁ Willard DL, Leung AM, Pearce EN. Thyroid function testing in patients with newly diagnosed hyperlipidemia. JAMA Intern Med. 2014;174(2):287-289.
⦁ Slopien R, Owecki M, Slopien A, et al. Climacteric symptoms are related to thyroid status in euthyroid menopausal women. J Endocrinol Invest. 2020; 43(1):75–80.
⦁ Hypothyroidism[Internet]. Available at: http://www.thyroid.org/wp-content/uploads/patients/brochures/ata-hypothyroidism-brochure.pdf. Accessed on Aug 15, 2020.
⦁ Kumar P, Khandelwal D, Mittal S, et al. Knowledge, Awareness, Practices and Adherence to Treatment of Patients with Primary Hypothyroidism in Delhi. Indian J Endocrinol Metab. 2017;21(3):429-433.
⦁ Hypothyroidism[Internet]. Available at: ⦁ https://www.niddk.nih.gov/health-information/endocrinediseases/hypothyroidism#:~:text=Hypothyroidism%2C%20also⦁ %20called%20underactive%20thyroid,the%20front%20of%20your%20neck. Accessed on Aug 15, 2020.
Published by: Ashish Goyal
First published: January 27, 2021, 9:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading