લોકડાઉનના એકલાપણાથી બહાર નથી આવ્યા, તો જાણો છુટકારો મેળવવાના ઉપાય

News18 Gujarati
Updated: February 20, 2021, 4:33 PM IST
લોકડાઉનના એકલાપણાથી બહાર નથી આવ્યા, તો જાણો છુટકારો મેળવવાના ઉપાય
લોકડાઉન ઇફેક્ટમાંથી બહાર આવવાનાં ઉપાય

ઘણા લોકો હજી પણ લોકડાઉનની આ અસરથી બહાર નથી આવ્યા. જો તમે પણ તેમાંથી એક છો તો અહીંયા કેટલાક સુચનો આપવામાં આવ્યા છે. જેનાથી તમને આ સ્થિતિમાંથી બહાર આવવા માટે મદદ મેળવી શકો છો.

  • Share this:
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: એકલાપણું ક્યારેક તમને બીમારીઓ તરફ ધકેલે છે અને કોરોના કાળમાં (Corona Virus) તેમાં વધારો જોવા મળ્યો છે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને સુરક્ષાના કારણે લોકોએ સ્વજનોની વચ્ચે પણ ખુદને એકલા હોવાનો અનુભવ કર્યો છે. ધીરે ધીરે બધું જ સામાન્ય થઈ રહ્યું છે અને લોકો આ માનસિકતામાંથી બહાર આવી રહ્યા છે. પરંતુ ઘણા લોકો હજી પણ લોકડાઉનની આ અસરથી બહાર નથી આવ્યા. જો તમે પણ તેમાંથી એક છો તો અહીંયા કેટલાક સુચનો આપવામાં આવ્યા છે. જેનાથી તમને આ સ્થિતિમાંથી બહાર આવવા માટે મદદ મેળવી શકો છો.

એકલાપણું અને શોધ- કોરોના કાળમાં સતત લોકોના સ્વાસ્થ્યની દિશામાં કરવામાં આવેલ ઉપાય આપણને પ્રભાવિત કરી રહ્યા છે. ચિંતાની વાત છે કે જે માત્ર માનસિક સ્વાસ્થ્યને પ્રભાવિત નથી કરતા, પરંતુ શારીરિક સ્વાસ્થ્યને પણ પ્રભાવિત કરે છે. શોધ બતાવે છે કે શારીરિક સ્વાસ્થ્યને એકલાપણું એટલું જ નુકસાન પહોંચાડે છે, જેટલું 15 સિગરેટ પીવાથી નુકસાન થાય છે. આ માનસિક સ્વાસ્થ્ય સમસ્યા ઉત્પન્ન થવાની સાથે ચિંતા, તણાવ, લો સેલ્ફ એસ્ટીમ અને ઊંઘ સંબંધિત સમસ્યાઓમાં પણ વધારો કરે છે. જેનાથી તમે સ્વજનોથી દૂર થવાનો પ્રયાસ કરો છો જેના કારણે તમે વધુ એકલતા પણ અનુભવો છો. જે લોકો એકલા રહે છે માત્ર તે લોકો એકલાપણું અનુભવતા નથી, પરંતુ ઘરમાં લોકોની વચ્ચે રહ્યા બાદ પણ કેટલાક લોકો એકલાપણું અનુભવે છે. આ પરિસ્થિતિને સમજીને વહેલામાં વહેલી તકે નિદાન મેળવવું જરૂરી છે જેના કારણે ગંભીર પરિણામ પણ ભોગવવું પડી શકે છે.એકલાપણાથી દૂર થવાના ઉપાય- મનોવૈજ્ઞાનિક એલેક્સ ફ્રેન્કેલ અનુસાર આપણા દૈનિક વિચારોમાંથી 80% વિચાર નકારાત્મક છે અને આપણે ખુદને પોતાને સકારાત્મકતાથી તૈયાર કરવાની જરૂર છે પરંતુ સૌથી પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે તે એનાથી દૂર કેવી રીતે થવું. જે માટે અહીં આ 5 ટિપ્સ આપવામાં આવી છે.

કસરત- પરિસ્થિતિઓથી પેદા થયેલ તણાવ અને એકલાપણું દુર કરવા માટે કસરત ખૂબ જ કારગર ઉપાય છે. વર્ચ્યુઅલ ગ્રુપ એક્સરસાઇઝના માધ્યમથી માત્ર હ્યુમન ઇન્ટરેક્શનનો અનુભવ નથી થતો પરંતુ આપણી બોડી પણ મૂવમેન્ટ કરે છે. કસરતના સમયે શરીર એન્ડોર્ફિન છોડે છે જે આપણા મૂડને યોગ્ય કરવામાં મદદ કરે છે તથા દર્દ વિશે આપણી ધારણાને ઓછી કરે છે. જેનાથી અનિદ્રાથી છુટકારો મેળવવામાં મદદ મળે છે અને તણાવ ઓછો કરે છે.

નિયમિતતા- એકલાપણું અનુભવવું હવે સામાન્ય બાબત થઈ ગઈ છે. જેથી હવે જરૂરી છે કે આપણે નિયમિતતાનું યોગ્ય રીતે પાલન કરીએ. એક સંતુલિત દિનચર્યા બનાવવાથી તમને આગળ જવામાં મદદ મળે છે તમે તમારો સમય યોજનાબદ્ધ રીતે વિતાવી શકો છો. તમારા કામ અને જીવન વચ્ચે યોગ્ય રીતે સંતુલન સ્થાપિત શકો છો.

બ્રિધિંગ- તમારે એકલાપણાની સાથે આવનાર પરેશાની ભર્યા વિચારોથી દૂર ભાગવાની કોઈ જરૂર નથી. જો આ પ્રકારના વિચાર આવે છે તો તેનો સ્વીકાર કરો. તે દરમિયાન ઉંડા શ્વાસ લો અને બહાર છોડો અને વિચારો કે આ એક અસ્થાયી ભાવના છે. એકલાપણાથી થયેલ ચિંતાને ઓછી કરવા ઓનલાઇન બ્રિધિંગ ટેકનીકનો પણ ઉપયોગ કરી શકો છો.જર્નલિંગ- તે પહેલા તમારી એકલતાની લાગણીઓને એક કાગળ પર લખો, જેમ તમે એક ડાયરી લખો છો. જેનાથી તમને તમારી સમસ્યાઓને સમજવા માટે મદદ મળશે અને તમે અનુભવશો કે એકલાપણું માત્ર એક અનુભવ છે. તેને પરિભાષિત ન કરવામાં આવી શકે જેનાથી તમે નકારાત્મક વિચારોથી છુટકારો મેળવી શકશો.

ભવિષ્ય તરફ જુઓ- વીતેલા સમય વિશે કોઈ જ વાત ન વિચારો. તમે આગળ પોતાના જીવન વિશે આગામી યોજનાઓ વિશે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો તમારા મૂડને યોગ્ય કરવા માટે તમારી દૈનિક ડાયરી લખો. પોતાના મિત્રો અને પરિવાર સાથે વિડીયોકોલ અથવા ઓનલાઈન ક્લાસીસ અને સેમિનારની યોજનાઓ બનાવો.

(નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારી અને સૂચનાઓ સામાન્ય માન્યતા ઉપર આધારિત છે. ગુજરાતી ન્યુઝ 18 તેની પુષ્ટિ કરતું નથી. જેથી અમલ કરતા પહેલા સંબંધિત વિશેષજ્ઞનો સંપર્ક કરવો.)
Published by: Margi Pandya
First published: February 20, 2021, 4:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading