કોઇપણ સબ્જીમાં સ્વાદ અને સોડમનો ડબલ ડોઝ લગાવી દેશે આ પંજાબી ગરમ મસાલો, જાણી લો સીક્રેટ સામગ્રી

News18 Gujarati
Updated: October 2, 2022, 3:54 PM IST
કોઇપણ સબ્જીમાં સ્વાદ અને સોડમનો ડબલ ડોઝ લગાવી દેશે આ પંજાબી ગરમ મસાલો, જાણી લો સીક્રેટ સામગ્રી
ભોજનનો સ્વાદ અનેકગણો વધારશે આ મસાલો

Cooking Tips: ઘણા લોકો સ્વાદિષ્ટ ભોજન બનાવવા માટે ભોજનમાં ગરમ ​​મસાલાનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. ખાસ કરીને ભારતીય રસોડામાં હોમમેઇડ ગરમ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે, તમે ફૂડને પંજાબી ટેસ્ટ આપવા માટે પંજાબી સ્ટાઇલમાં ગરમ ​​મસાલો પણ બનાવી શકો છો.

  • Share this:
Cooking Tips : ભોજનને ટેસ્ટી બનાવવા માટે લોકો અલગ અલગ પ્રકારના મસાલાઓનો ઉપયોગ કરે છે. પરંતુ ગરમ મસાલાનો ઉપયોગ લગભગ તમામ ડિશમાં કોમન હોય છે. દાળથી લઇને સબ્જી સુધી ગરમ મસાલો સ્વાદ બમણો કરવાનું કામ કરે છે. પરંતુ શું તમે ક્યારેય પંજાબી તડકા વાળો ગરમ મસાલાનો ઉપયોગ કર્યો છે. જી હા, ઘરે જ પંજાબી તડકા વાળો ગરમ મસાલો તૈયાર કરીને તમે ભોજનનો સ્વાદ અનેકગણો વધારી શકો છો.

હકીકતમાં કેટલાંક લોકો પંજાબી ફૂડ ખાવાના શોખીન હોય છે. પરંતુ દરરોજ પંજાબી ફૂડનો સ્વાદ ચાખવો બધા માટે શક્ય નથી હોતો. તેવામાં જો તમે ઇચ્છો તો પંજાબી રેસિપી વાળો ગરમ મસાલો તૈયાર કરીને સ્વાદનો પંજાબી તડકો લગાવી શકો છો, સાથે જ દરરોજ સ્વાદિષ્ટ ભોજન પણ મિનિટોમાં જ બનાવી શકો છો. તો ચાલો જાણીએ પંજાબી ગરમ મસાલો બનાવવાની રીત અને તેના ઉપયોગ વિશે.

આ પણ વાંચો : જોબ ઇન્ટરવ્યુ વખતે ફ્રેશર્સે શું ધ્યાનમાં રાખવું? આ ખાસ 7 ટિપ્સ ભૂલતા નહીં

પંજાબી ગરમ મસાલો


પંજાબી ગરમ મસાલો પંજાબના લગભગ દરેક ઘરમાં સરળતાથી મળી જાય છે. જણાવી દઇએ કે આ મસાલાને બનાવવા માટે કેટલાંક ખડા મસાલાને શેકીને પીસવામાં આવે છે. જે બાદ આ પાવડરને ભોજનમાં મિક્સ કરીને તેનો સ્વાદ અને સોડમ બંને વધારી શકો છો.

પંજાબી ગરમ મસાલો બનાવવા માટેની સામગ્રી

પંજાબી ગરમ મસાલો બનાવવા માટે અડધો કપ કાળા મરી, અડધો કપ જીરુ, અડધો કપ ધાણા, 1/4 કપ વરિયાળી, 8-10 લીલી ઇલાયચી, 10-12 લવિંગ, 3-4 તજ અને 1 ચમચી સુંઠ લો.

આ પણ વાંચો :બાળકને સાચવવા ઘરે આયા રાખો છો તો ખાસ ફોલો કરો આ ટિપ્સ, નહીં તો પાછળથી પસ્તાશો

પંજાબી ગરમ મસાલો બનાવવાની રીત


પંજાબી ગરમ મસાલો તૈયાર કરવા માટે કડાઇમાં કાળા મરીને 4-5 મિનિટ સુધી ધીમી આંચે શેકો. કાળા મરીને ઠંડા થવા માટે બાજુ પર મુકી દો. આ રીતે એક પછી એક જીરુ, વરિયાળી અને ધાણાને પણ શેકી લો. તે બાદ ઇલાયચી, લવિંગ, તજને એકસાથે શેકી લો. હવે ઠંડા થયા બાદ સુંઠનો પાવડર મિક્સ કરીને આ તમામ વસ્તુઓને ગ્રાઇન્ડરમાં પીસી લો. તમારો પંજાબી ગરમ મસાલો તૈયાર છે. તેને કોઇ એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરી દો.

આ બાબતોનું રાખો ધ્યાન


પંજાબી ગરમ મસાલામાં બેસ્ટ ટેસ્ટ લાવવા માટે ફક્ત તાજા અને સારી ક્વોલીટીના મસાલાનો ઉપયોગ કરવો જોઇએ. સાથે જ તમામ મસાલાને ધીમી આંચે અલગ-અલગ જ શેકો. તેનાથી તમારા મસાલા સારી રીતે શેકાશે. સાથે જ પંજાબી ગરમ મસાલાને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે ફ્રીજમાં રાખો. તેનાથી તમારો મસાલો 6 મહિના સુધી ખરાબ નહી થાય.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ન્યૂઝ18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી. તેને અનુસરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ જરૂર લો.
Published by: Bansari Gohel
First published: October 2, 2022, 3:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading