World Travel Tour : વિશ્વમાં સૌથી સસ્તુ અને મોંઘું Beer ક્યાં વેચાય છે? જાણો

News18 Gujarati
Updated: February 22, 2021, 6:28 PM IST
World Travel Tour : વિશ્વમાં સૌથી સસ્તુ અને મોંઘું Beer ક્યાં વેચાય છે? જાણો
પ્રતિકાત્મક તસવીર

બીયરને એક નશીલું પીણું માનવામાં આવે છે, જોકે હકીકત કઈંક અલગ છે. બીયર એક પ્રકારનું આલ્કોહોલિક પીણું છે. તે પાણી, જવ અને યીસ્ટ (જે આલ્કોહોલ બનાવે છે) દ્રારા બનાવવામાં આવે

  • Share this:
બીયરના ભાવ ક્યાં સસ્તા છે તેના આધારે પણ અમુક લોકો પોતાની મુસાફરી પ્લાન કરે છે અને ખરેખર જો તમે વેકેશન માણવા જાવ અને સસ્તું બીયર મળે તો શું તમને આનંદથી આશ્ચર્ય નહીં થાય? અરે એ છોડો ભૂતકાળમાં તમે હોટલમાં રોકાયા હોવ અને બીયરનું મસમોટું બિલ જોઈને તમને ગુસ્સો નહીં આવ્યો હોય? દુ:ખી નહોતા થયા? આજે અમને તમને જણાવીશું કે વિશ્વના કયા દેશોમાં બીયરની કિંમત સૌથી ઓછી કે પછી સૌથી મોંઘી છે.

વિશ્વના 58 દેશોના આંકડાને આધારે બે મુદ્દાઓને ધ્યાને રાખીને બીયરના ભાવનું બનાવેલું લિસ્ટ વર્લ્ડ બીયર ઈન્ડેક્સ 2021(World Beer Index 2021) અહીં રજૂ કરી રહ્યાં છીએ. આ નાણાંકીય સાઈટ Expensivity (એક્સ્પેન્સિવિટી) પર સુપરમાર્કેટ પર બીયરની કિંમત (કોરોના અને હીનાકેન જેવા જાણીતા બીયર બ્રાન્ડ્સ પર ધ્યાન કેન્દ્રિત કરતી) અને હોટલ લોબી-બાર્સ પર બીયરની કિંમતની "સરેરાશ" કિંમતની આકારણી કરીને તમારા ટ્રાવેલ પ્લાન ક્યાં માટે નક્કી કરવાની સલાહ આપવામાં આવી રહી છે.

વિશ્વમાં બીયર સૌથી મોંઘી ક્યાં?

એક્સ્પેન્સિવિટીના રીપોર્ટ અનુસાર દોહા, કતાર (Doha, Qatar) 11.26 ડોલરની સરેરાશ કિંમત સાથે આ મુસ્લિમ શહેર ટોચ પર છે. 2022 વર્લ્ડ કપ પહેલા મોટા ભાગના મુસ્લિમ દેશોએ દારૂની આયાત પર 100 ટકા ટેક્સ લાગુ કર્યો હતો અને મુલાકાતીઓને દારૂ પીવા માટે વિશેષ પરમિટની જરૂર રહેશે. દોહાની પાસે સૌથી મોંઘા સ્ટોરમાં ખરીદેલા બીયર 9.34 ડોલરની છે, જે નજીકના જ સુપર માર્કેટથી 3 ડોલર વધુ છે. આ યાદીમાં બીજા ક્રમાંકના જોર્ડનના અમ્માનમાં 6.25 ડોલરની એક બીયર બોટલ હતી. જોકે દોહાનું 13.19 ડોલરનું હોટલ બીયર પ્રાઈસ ટેગ ચીનના ચીનના બેઈજિંગ બાદ બીજા ક્રમાંકનું સૌથી હતું. ચીનમાં બીયર લોબીમાં 13.61 ડોલરમાં હતુ.

આ પણ વાંચો - સોનું કે ફિક્સ ડિપોઝીટ : જાણો આ વર્ષે ક્યાં રોકાણ કરવાથી મળશે વધારે રિટર્ન

સસ્તી બીયર ક્યાં?આશ્ચર્ય પમાડે તેમ વિશ્વની સૌથી સસ્તી સુપરમાર્કેટ બીયર ઇટાલીના રોમ (Rome, Italy)માં મળી આવી છે, જ્યાં બોટલ દીઠ માત્ર 0.58 ડોલરમાં મળે છે. જોકે તેનાથી તદ્દન વિરૂદ્ધ રોમની હોટલમાં બીયર 11.07 ડોલરના ભાવે મળે છે, જે મોંઘી બીયરની યાદીમાં વિશ્વમાં ચોથા સ્થાને છે. આ સિવાય વિશ્વની સૌથી હોટલ લોબી બીયર દક્ષિણ આફ્રિકાની ત્રણ રાજધાની પ્રિટોરિયા, બ્લૂમફોંટીન અને કેપટાઉનની હોટલોમાં 2.40 ડોલરની સરેરાશ કિંમતે મળે છે.

સમગ્ર દેશની સરેરાશમાં પણ દક્ષિણ આફ્રિકામાં બીયર ફક્ત 1.68 ડોલરના ભાવે મળે છે. ત્યાં સુપરમાર્કેટમાં બીયર બોટલનો ભાવ 0.96 ડોલર જ છે.

અમેરિકામાં શું ભાવ છે?

અમેરિકા પ્રમાણમાં મોંઘું છે. જગતજમાદાર સરેરાશ ભાવોની યાદીમાં 45માં સ્થાને છે. સુપરમાર્કેટ બીયર માટે કોલંબિયા ડિસ્ટ્રિક્ટનો ભાવ $1.49,જે સ્ટોરથી ખરીદેલી રેન્કિંગમાં નીચેથી 32મા સ્થાને છે. પરંતુ અમેરિકાનું જ વોશિંગ્ટન, ડીસીના હોટેલનો એક બોટલનો ભાવ 8.00 ડોલર છે. DC કરતા માત્ર 13 શહેરો જ વધુ ખર્ચાળ હતા.
Published by: Ashish Goyal
First published: February 22, 2021, 6:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading