World Music Day 2022: માત્ર યોગ જ નહીં સંગીત પણ સુધારે છે તમારું સ્વાસ્થય, યોગ દિવસ સાથે આજે છે વિશ્વ સંગીત દિવસ
News18 Gujarati Updated: June 21, 2022, 12:03 PM IST
યોગ દિવસ સાથે આજે છે વિશ્વ સંગીત દિવસ, જાણો સંગીતના ફાયદા (Shutterstock)
World Music Day 2022: પ્રથમ વાર વર્લ્ડ મ્યુઝિક ડે વર્ષ 1982માં માનવવામાં આવ્યો હતો. જેને ફ્રાન્સના કલ્ચરલ મિનિસ્ટર જેક લાંગે આયોજિત કર્યો હતો. આ દિવસે દેશ અને દુનિયામાં સંગીત સંબંધિત અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ફ્રાન્સની વાત કરીએ તો દર વર્ષે આ દિવસ સાથે જોડાયેલી અનેક ઘટનાઓ હોય છે.
World Music Day 2022: ભારતમાં 21 june એ વિશ્વ યોગ દિવસ (
World yoga day) માટે ઘણો પ્રખ્યાત છે. પરંતુ પાને જણાવી દઈએ કે આ સાથે સાથે આજે વિશ્વ સંગીત દિવસ પણ છે. સંગીતને લઈને યુવાનોમાં જાગૃતિ લાવવા માટેઆ દિવસને ખાસ તરીકે ઉજવવામાં આવે છે. આપણે જણાવી દઈએ કે પ્રથમ વાર વર્લ્ડ મ્યુઝિક ડે વર્ષ 1982માં માનવવામાં આવ્યો હતો. જેને ફ્રાન્સના કલ્ચરલ મિનિસ્ટર જેક લાંગે આયોજિત કર્યો હતો. આ દિવસે દેશ અને દુનિયામાં સંગીત સંબંધિત અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ફ્રાન્સની વાત કરીએ તો દર વર્ષે આ દિવસ સાથે જોડાયેલી અનેક ઘટનાઓ હોય છે. હેલ્થલાઇનમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ, આજે અમે તમને જણાવીએ છીએ કે સંગીત આપણા જીવનમાં કેવી રીતે ઉપચાર (
music healing) તરીકે કામ કરી શકે છે અને તેને સાંભળવું સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક (
Health Benefits Music) સાબિત થઈ શકે છે.
સંગીત સાંભળવાના ફાયદા (The benefits of listening to music)
યાદશક્તિ થશે વધુ સારી - એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકો શાસ્ત્રીય સંગીત સાંભળે છે તેમની યાદશક્તિ અન્ય લોકો કરતા સારી હોય છે. ગીતો સાંભળવાથી યાદશક્તિ વધે છે.

એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકો શાસ્ત્રીય સંગીત સાંભળે છે તેમની યાદશક્તિ અન્ય લોકો કરતા સારી હોય છે
માનસિક બીમારી ઘટાડે છે - ન્યુરોલોજીકલ સંશોધનમાં બહાર આવ્યું છે કે ગીતો સાંભળવાથી મગજમાં ઘણા ફેરફારો થાય છે. સંગીત સાંભળતી વખતે આપણા મગજમાં આવા ન્યુરોકેમિકલ્સ નીકળે છે, જે મગજના કાર્ય અને માનસિક સ્વાસ્થ્ય માટે વધુ સારા સાબિત થાય છે.
આ પણ વાંચો: Know Why: ઊંઘ કરતી વખતે શા માટે નથી સંભળાતા કોઈ અવાજ? જાણો નીંદર સાથે જોડાયેલા આશ્ચર્યજનક કારણો
મૂડ પર અસર - જ્યારે આપણે પાર્ટીમાં મ્યુઝિક સાંભળીએ છીએ ત્યારે આપણે નાચવા લાગીએ છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે સંગીતની સીધી અસર આપણા મૂડ પર પડે છે.
દુખાવામાં આપે છે રાહત - જો તમે સંગીત સાંભળો છો, તો તમે કોઈ પણ દુખાવાથી રાહત અનુભવી શકો છો. વાસ્તવમાં, ગીતો સાંભળતી વખતે, આપણું મન સંપૂર્ણ રીતે ગીતના બોલ અને સંગીત પર કેન્દ્રિત હોય છે. આ રીતે આપણે આપણી બધી પીડા ભૂલી જઈએ છીએ.
ઊંઘ આવે છે સારી - રાત્રે સૂયા પછી જો તમે સંગીત સાંભળશો તો તમને સારી ઊંઘ આવશે. ખરેખર, સંગીત સાંભળ્યા પછી, માઇન્ડ રિલેક્સ અનુભવે છે. જો કે, ધ્યાનમાં રાખો કે સંગીત તમને ઈમોશનલ બનાવતુ હોવું ન જોઈએ અને ન તો તે ખૂબ જ લાઉડ હોવું જોઈએ.
ડિપ્રેશન ઘટાડે છે - 2017માં હાથ ધરાયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે સંગીત સાંભળવાથી ડિપ્રેશનની સમસ્યાને અમુક અંશે ઘટાડી શકાય છે. આ સંશોધન શાસ્ત્રીય અને જાઝ સંગીત પર કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Yoga by bollywood actresses: બૉલીવુડની આ હસીનાઓ ફિટ રહેવા માટે કરે છે યોગ,જુઓ ફોટો
હૃદયને રાખે છે સ્વસ્થ - જ્યારે તમે સંગીત સાંભળો છો, ત્યારે તમારું મન ખુશ થાય છે. આવી સ્થિતિમાં લોકો ઘણી વખત ડાન્સ કરવા લાગે છે. હૃદયના સ્વાસ્થ્ય પર તેની સકારાત્મક અસર પડે છે. ગીતો સાંભળવાથી શ્વાસની ગતિ, હૃદયના ધબકારા અને બ્લડપ્રેશર પણ નિયંત્રણમાં રહે છે.
Published by:
Rahul Vegda
First published:
June 21, 2022, 12:03 PM IST