અમદાવાદ : દારૂની હેરાફેરીની નવી ટેકનિક ઝડપાઈ, રાજસ્થાની ખેપિયાઓનો 'આઇડિયા ફેલ'


Updated: March 1, 2021, 6:13 PM IST
અમદાવાદ : દારૂની હેરાફેરીની નવી ટેકનિક ઝડપાઈ, રાજસ્થાની ખેપિયાઓનો 'આઇડિયા ફેલ'
અમદાવાદ પોલીસે ઝડપી પાડેલા બે ખેપિયા

દારૂની બોટલો ફૂટી ન જાય તેના માટે પણ ખાસ વ્યવસ્થા કરી હતી. જોકે બૂટલેગરોના 'અરમાનો' પર અમદાવાદ પોલીસે પાણી ફેરવી નાખ્યું

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં દારૂબંધીનો (Liquor Ban) કડક પણે અમલ થાય તે માટે પોલીસ (Police) દ્વારા બૂટલેગરો (Bootlegger) સામે લાલ આંખ કરી છે. જોકે છતાં પણ કેટલાક બૂટલેગરો લેવા છે કે નવી મોડસ ઓપરેન્ડી અપનાવી ને રાજ્યમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરતા હોય છે. આવા વધુ બે બુટલેગરોની બાવળા પોલીસે ધરપકડ કરી છે.

બાવળા પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાન પાસિંગની લક્ઝરી બસ બાવળા તરફ આવી રહી છે જેમાં  મુસાફર પ્લાસ્ટિકના મીણીયામાં પાર્સલ સ્વરૂપમાં દારૂની  હેરાફેરી કરી રહ્યા છે. જે માહિતીના આધારે પોલીસે આદરોડા ચોકડી પાસે વોચ ગોઠવી હતી.

આ પણ વાંચો : સુરત : 'ચૂંટણીમાં લોકો માસ્ક વગર ફરતા હતા ત્યારે તમે ક્યા હતા?' પ્રજાનો રોષનો Video થયો Viral

અમદાવાદ તરફથી લક્ઝરી બસ આવતા પોલીસે તેને અટકાવી હતી અને શંકાસ્પદ પેસેન્જરની પૂછપરછ કરી હતી. જે મુસાફરે પ્લાસ્ટિકના મીણીયા માં બે કાર્ટૂન ડેકીમાં મૂક્યા હતા. જેમાં તપાસ કરતા પોલીસને વિદેશી દારૂની પાંચ પેટી માં છુપાયેલ 60 બોટલ દારૂ ની મળી આવી હતી.

પોલીસનું કહેવું છે કે આરોપી દારૂની હેરાફેરી કરી રહ્યો હોવાની જાણ કોઈ ને ના થાય તે માટે દારૂ ની બોટલ પાર્સલના સ્વરૂપમાં છૂપાવી હતી. અને બોટલો ફૂટી ના જાય તે માટે બોટલો વચ્ચે રેક્ઝીન પણ મૂક્યા હતા.આ પણ વાંચો : અમદાવાદ : આપઘાતની રૂવાંડા ઊભા કરી નાખતી ઘટના! રીવરફ્રન્ટ પર અંતિમ video બનાવી પરિણીતાએ જિંદગી ટૂંકાવી

જો કે પોલીસ ને બાતમી મળતા આરોપી ને ઝડપી લીધો છે. હાલ માં પોલીસે મૂળ રાજસ્થાનના રહેવાસી એવા દલારામ સાઈ અને સોનરામ જાંટની ધરપકડ કરીને તેઓ કેટલા સમય થી આ પ્રકારે દારૂ ની હેરાફેરી કરતા અને કોને કોને દારૂ આપતા હતા તે અંગે વધુ તપાસ શરૂ કરી છે
Published by: Jay Mishra
First published: March 1, 2021, 6:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading