અમદાવાદઃ ટ્રેનમાં મુસાફરી કરતા સાવધાન! ટ્રેનમાં મુંબઈથી રાજસ્થાન જતી મહિલાને અમદાવાદમાં થયો કડવો અનુભવ


Updated: March 1, 2021, 6:11 PM IST
અમદાવાદઃ ટ્રેનમાં મુસાફરી કરતા સાવધાન! ટ્રેનમાં મુંબઈથી રાજસ્થાન જતી મહિલાને અમદાવાદમાં થયો કડવો અનુભવ
મહિલાની પ્રતિકાત્મક તસવીર

મુંબઈથી રાજસ્થાન જવા માટે હીનાબહેન નામનાં મહિલા બાંદ્રા – જેસલમેર ટ્રેનમાં સવાર થઈને અમદાવાદ પહોંચ્યાં હતાં. હીનાબહેન બારીમાંથી બહાર લોકોની અવરજવર જાઈ રહ્યાં હતાં.

  • Share this:
અમદાવાદઃ અત્યાર સુધી રાહદારીના કે પછી વાહન ચાલકના મોબાઇલ (Mobile) કે ચેઇન ખેંચીને (Gold chain) સ્નેચરો ફરાર થયા હોય તેવા અનેક બનાવો સામે આવ્યા છે. જો કે હવે રેલવે સ્ટેશન (railway station) પર પ્લેટફોર્મ પરથી ઉપડેલી ટ્રેનના પ્રવાસીના (Train passenger) ગળામાંથી સોનાની ચેઈન ખેંચીને લૂંટ કરી  ગઠિયો ફરાર થઇ ગયો છે.

કાલપુર પોલીસ સ્ટેશનમાં હીનાબહેન એ ફરિયાદ નોંધાવી છે કે ગઈ કાલે કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 01 ઉપર  મુંબઈથી રાજસ્થાન જવા માટે હીનાબહેન નામનાં મહિલા બાંદ્રા – જેસલમેર ટ્રેનમાં સવાર થઈને અમદાવાદ પહોંચ્યાં હતાં.

જ્યારે તેમની ટ્રેન પ્લેટફોર્મ પર આવી ત્યારે હીનાબહેન બારીમાંથી બહાર લોકોની અવરજવર જાઈ રહ્યાં હતાં. થોડો સમય બાદ ટ્રેન ધીમી ગતિથી ઉપડી અને પસાર થતી હતી. દરમિયાન એક ગઠિયો હીનાબહેન જે સીટ પર બેઠાં હતાં. તે સીટની બારી પાસે આવ્યો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! ભાભીએ નણંદને કહ્યું "ક્યાં ગઈ પેલી લુખ્ખી?", ભાઈએ પત્નીનો લીધો પક્ષ

આ પણ વાંચોઃ-ચોંકાવનારી ઘટના! પ્રેમિકાની ઇચ્છાથી પ્રેમીને પલંગ સાથે બાંધી શરીર સંબંધ બાંધવો ભારે પડ્યો, પ્રેમીનું થયું મોત

અને હીના બહેનના ગળામાં પહેરેલી સોનાની 75 હજારની ચેઈન ખેંચીને ભાગી ગયો હતો. ચાલુ ટ્રેનમાંથી સોનાની ચેઈન કોઈએ અચાનક ખેંચી લેતાં હીનાબહેને બુમાબુમ કરી નાખતાં ટ્રેનમાં સવારમાં અન્ય મુસાફરો તેમની મદદની માટે દોડી આવ્યા હતા.આ પણ વાંચોઃ-રાજકોટ : 'તું હવે મને નથી જોઈતી', પત્ની બે વખત બાઇક પરથી પડી ગઈ, રસ્તા વચ્ચે પત્નીને છોડી પતિ જતો રહ્યો

આ પણ વાંચોઃ-ડિલિવરી બોયે 66 મહિલાને બનાવી 'શિકાર', પીડિતાની આપવીતી સાંભળી પોલીસ પણ 'હલી' ગઈ

હીનાબહેને સમગ્ર મામલાની હકીકત લોકોને જણાવીને પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ઉપર અજાણ્યા ઈસમની સામે 75 હજારની ચોરીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.જો કે મહત્વની બાબત તો એ છે કે રેલ્વે પ્લેટફોર્મ પરથી આસાનીથી ચેન સ્નેચિંગ કરીને ફરાર થઈ જાય તે ખૂબ જ ગંભીર બાબત છે.
Published by: ankit patel
First published: March 1, 2021, 6:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading