અમદાવાદ : જાન સાહેબની ગલીમાં વેચાઈ રહ્યું હતું MD ડ્રગ્સ, પોલીસે નશાના સોદાગરને રંગેહાથ ઝડપ્યો
Updated: January 19, 2021, 2:45 PM IST
MD ડ્રગ્સ સાથે ઝડપાયેલો શખ્સ
અમદાવાદ પોલીસે મોઇન ખાન ઉર્ફે 'પાપા' મુસ્તાકખાન પઠાણ નામના શખ્સની ધરપકડ કરી, શહેરમાં MD ડ્રગ્સનું વધી રહેલું દુષણ
અમદાવાદથોડા દિવસો પહેલા કારંજ વિસ્તાર માં થી પોલીસે ડ્રગ સાથે આરોપી ની ધરપકડ કરી હતી ત્યારે ફરી વાર કારંજ પોલીસે જાન સાહેબની ગલીમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરતા શખ્સને ઝડપી લીધો છે. આરોપી પાસેથી રૂ.1.70 લાખનું ડ્રગ્સ કબ્જે લઈ પૂછપરછ હાથ ધરવામાં આવતા શાહઆલમનો મુજી નામનો વ્યક્તિ સપ્લાયર હોવાનું ખુલ્યું છે. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.કારંજ પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી કે, જાન સાહેબની ગલીમાં હોટલ બાલવાસની ગલીના નાકે એક શખ્સ એમડી ડ્રગ્સનું વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે પંચોને જોડે રાખી આરોપીની તપાસ કરતા આરોપી પાસેથી રૂ. 1.70 લાખની મતાનો સફેદ પાવડર એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.
પોલીસે વધુ તપાસ કરતા આરોપી મોઈનખાન ઉર્ફ પાપા મુસ્તાકખાન પઠાણ જે જાન સાહેબની ગલી, અહેમદ નાગોરી મસ્જિદ પાસે, કારંજનો હોવાની વિગત ખુલી હતી. પોલીસ પૂછપરછમાં મોઈનખાન એ જણાવ્યું કે, તે એમડી ડ્રગ્સનું જથ્થો શાહઆલમ ટોલનાકા પાસે રહેતા મુજી પાસેથી લાવ્યો હતો.
પોલીસે આરોપી મોઈન અને મુજી વિરુદ્ધ NDPS એકટ મુજબ ગુનો નોંધી ફરાર આરોપી મુજીની શોધખોળ હાથ ધરી છે.આરોપી મોઈનનો કોવિડ રિપોર્ટ આવે ત્યાં સુધી તેને પોલીસની નજર હેઠળ રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો : અમદાવાદ: બંટી-બબલીની 'કરામત' કેમેરામાં કેદ, ગણતરીની સેકન્ડમાં 260 ગ્રામની પાયલ લઈને રફુચક્કર
મહત્વનું છે કે વર્ષ 2020 માં DGP દ્વારા ડ્રગ ને લઈ વધુમાં વધુ કેસો કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો અને જેમાં રાજય પોલીસે કરોડો રૂપિયાનું ડ્રગ પકડી પાડેલ અને કરોડો રૂપિયાના ડ્રગને નષ્ટ પણ કરવમાં આવેલ છે. હાલ તો કારંજ પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી છે.આ મામલે કારંજના PIનું કહેવું છે કે હાલ સમગ્ર ચેનની તપાસ કરવામાં આવી રહી છે.
Published by:
Jay Mishra
First published:
January 19, 2021, 2:00 PM IST