અમદાવાદ: ચોકલેટ લેવા ગયેલી બાળકીને દુકાનદારે ભરી લીધું બચકું, નોંધાઈ પોલીસ ફરિયાદ


Updated: October 23, 2020, 12:51 AM IST
અમદાવાદ: ચોકલેટ લેવા ગયેલી બાળકીને દુકાનદારે ભરી લીધું બચકું, નોંધાઈ પોલીસ ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

બાળકી ને ગાલ નાં ભાગે ઇજા નાં નિશાનો પણ જોવા મળ્યા હતા. બાળકી એ સમગ્ર ઘટના ની જાણ તેની માતા ને કરતાં ભાંડો ફૂટ્યો હતો.

  • Share this:
અમદાવાદ : હવસ ની ભૂખ સંતોષવા માટે હવસખોરો કોઈપણ હદ સુધી જઈ શકે છે. પછી તે નાની માસૂમ બાળકી ને પણ ભોગ બનાવતા વિચાર કરતાં નથી. તાજેતર માં શહેરમાં આવા કેટલાક બનાવો સામે આવ્યા છે. જેમાં માસૂમ બાળકી ઓ હવસખોર નો શિકાર બની છે. ત્યારે આ પ્રકાર નો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

જૂના બાપુનગર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ એ રખિયાલ પોલીસ સ્ટેશન માં ફરિયાદ આપી છે કે તેઓ નોકરીથી ઘરે પહોંચ્યા ત્યારે તેમની પત્ની એ તેઓ ને જાણ કરી હતી કે આજે બપોરે. તેમની સાત વર્ષ ની બાળકી ઘર ની નજીક માં આવેલ દુકાન માં ચોકલેટ લેવા માટે ગઈ હતી. આ વખતે દુકાનદાર એ તેનો હાથ પકડી ને દુકાન માં ખેંચી લીધી હતી અને ડાબા ગાલ પર બચકું ભરી લીધું હતું. જેમાં બાળકી ને ગાલ નાં ભાગે ઇજા નાં નિશાનો પણ જોવા મળ્યા હતા. બાળકી એ સમગ્ર ઘટના ની જાણ તેની માતા ને કરતાં ભાંડો ફૂટ્યો હતો.

જે અંગે ની જાણ ફરિયાદ એ તેના પરિવારજનો ને કરતાં તેઓ દુકાનદાર ને ત્યાં પહોંચ્યા હતા. જો કે દુકાનદાર એ આ બાબતે તેઓ ની માફી પણ માંગી હતી. પરંતુ ફરિયાદી એ પોલીસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને ફરિયાદ નોંધી ને આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

કડવો અનુભવ: અમદાવાદની યુવતીને Video કોલિંગ કરી ગુપ્ત અંગો બતાવવાનું ભારે પડ્યું

કડવો અનુભવ: અમદાવાદની યુવતીને Video કોલિંગ કરી ગુપ્ત અંગો બતાવવાનું ભારે પડ્યું

જો કે ચોંકાવનારી બાબત તો એ છે કે આવા અનેક બનાવો સામે આવી રહ્યા છે. છતાંય હજી પણ કેટલાક લોકો છે કે જે સુધરવાનું નામ નથી લઈ રહ્યા. અને એક પછી એક માસૂમ ને પોતાની હવસ નો શિકાર બનાવી રહ્યા છે.અમદાવાદ: : છૂટાછેડાના કેસમાં યુવકના પ્રેમમાં પડી મહિલા વકીલ, પ્રેમીએ કર્યુ ન કરવાનું કામ

અમદાવાદ: : છૂટાછેડાના કેસમાં યુવકના પ્રેમમાં પડી મહિલા વકીલ, પ્રેમીએ કર્યુ ન કરવાનું કામ

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સહિત દેશભરમાં બળાત્કારની ઘટનાઓમાં ખુબ વધારો જોવા મળી રહ્યો છે. હવસખોરો હવસ સંતોષવા નાની બાળકીઓને પણ નથી છોડી રહ્યા, બાળકીઓ પર રેપની ઘટનાઓ પણ રોજ સામે આવી રહી છે. જેને પગલે હવે માતા-પિતાઓ પણ સચેત બની રહ્યા છે, અને આ પ્રકારની કોઈ પણ ઘટનાને લઈ પોલીસને જાણકારી આપવા માટે આગળ આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જુનાગઢના ભેસાણના ખંભાળીયામાં પણ એક 12 વર્ષની બાળકી સાથે દુશ્કર્મની ઘટના સામે આવી હતી.
Published by: kiran mehta
First published: October 23, 2020, 12:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading