અમદાવાદ : રાજકોટના નામચીન બુકી સહિત 6 લોકો સામે ક્રાઇમ બ્રાન્ચમાં કરોડોની છેતરપિંડીની ફરિયાદ


Updated: October 29, 2020, 4:36 PM IST
અમદાવાદ : રાજકોટના નામચીન બુકી સહિત 6 લોકો સામે ક્રાઇમ બ્રાન્ચમાં કરોડોની છેતરપિંડીની ફરિયાદ
આરોપીઓએ ફરિયાદીની 1.5 કરોડની પોર્શે કાર પણ ઝૂંટવી લીધી હોવાનો આરોપ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ, ગોલ્ડમાં રોકાણ કરવાનું કહી 3.55 કરોડની છેતરપિંડી કરી છે અને સાથો સાથ દોઢ કરોડથી મોંઘી કાર પણ લઈ લીધા નો આરોપ

  • Share this:
અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચમાં રાજકોટના નામચીન બૂકી રાકેશ રાજદેવ સહિત 6 લોકો સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવા માં આવી છે.આરોપીઓ ભેગા મળી એક વેપારીને ગોલ્ડમાં રોકાણ કરવાનું કહી 3.55 કરોડની છેતરપિંડી કરી છે અને સાથો સાથ દોઢ કરોડથી મોંઘી કાર પણ લઈ લીધાનો આરોપ લાગી રહયો છે. અમદાવાદમાં રહેતા કેમિકલ ટ્રેડિંગના વેપારી શેવલ પરીખ સાથે રાજકોટના નામચીન બૂકી રાકેશ રાજદેવે પોતાના સાગરીત સાથે મળી છેતરપિંડી કરી નાખી છે.આરોપીઓ રાકેશ રાજદેવ,મિતુલ જેઠવા,વિજય તંતી, ફારૂખ દલવાની, અભિષેક અઢિયા અને મુન્ના નામના લોકોએ ભેગા મળી ફરિયાદી ને ધમકી પણ આપી અને જેના પુરાવા પણ ક્રાઈમ બ્રાન્ચ ને મળી આવ્યા છે.

આરોપી રાકેશ અને ફરિયાદીની મુલાકાત 3 વર્ષ પહેલાં થઈ હતી અને ત્યારબાદ બંને કેટલીક વાર એક બીજા ને મળ્યા પણ હતા. મળતી માહિતી પ્રમાણે આરોપી રાકેશ અને ફરિયાદી દુબઈમાં ભેગા થયા હતા અને તે સમય રાકેશે ફરિયાદીને ગોલ્ડ માં રોકાણ કરવા અને તેમાં સારો લાભ મળશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ લોકડાઉન આસપાસ ફરિયાદીએ રાજકોટની યુનિવરસલ મેટકોમમાં ગોલ્ડ ઇન્વેસ્ટ માટે પોતાના તરફ થી 3.55 કરોડ rtgs કર્યા હતા.


આ પણ વાંચો :  સુરત : વરાછાનો સોની 26 લાખ રોકડા અને સોનાના બે બિસ્કીટ લઇને ફરાર, 32.50 લાખની ઠગાઈ

ત્યારબાદ આરોપીઓએ પ્લાન મુજબ ફરિયાદી ને ગોલ્ડ મળી ગયા છે તે માટે એક ડિલિવરી ચલણ ઉપર ગોલ્ડ ના મળ્યા હોવા છતાં સહીઓ કરાવવા અમદાવાદ આવ્યા હતા અને ત્યાં ફરિયાદીને ધમકી પણ આપી હતી.આરોપીઓ ફરિયાદીની પોર્શે કાર પણ પચાવી પાડી હોવાનો આરોપ લાગી રહયો છે.તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રાકેશ બુકી છે અને તેના આઈ. ડી અનેક લોકો સટ્ટો કપાવે છે અને તેના ગોવા માં કસીનો પણ છે.

આ પણ વાંચો :  ઘંટી ચલાવવાથી લઈને 'ગુજરાતના નાથ' સુધી કેશુભાઈની સફર સંઘર્ષમય હતી, યાદગાર તસવીરોમાં બાપાનું જીવન4-5 દિવસ પહેલા રાજસ્થાનમાં 4.5 કરોડ નો તેનો સટ્ટો પણ પકડાયો હતો.આરોપી રાકેશ અને મિતુલ હાલ દુબઈમાં હોવાનું પણ સામે આવી રહ્યું છે. નોંધનીય છે કે હાલ પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને આરોપીઓને પકડવા કાર્યવાહી શરૂ કરી છે અને આરોપીઓની ધરપકડ બાદ અનેક ખુલાસો સામે આવે તેમ છે.
Published by: Jay Mishra
First published: October 29, 2020, 4:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading