લોકશાહી પર્વની ઉજવણી: નડિયાદમાં દિવ્યાંગ યુવકે પગથી કર્યું મતદાન

News18 Gujarati
Updated: December 5, 2022, 4:22 PM IST
લોકશાહી પર્વની ઉજવણી: નડિયાદમાં દિવ્યાંગ યુવકે પગથી કર્યું મતદાન
અંકિત સોનીએ ઇવીએમમાં પગથી મતદાન કર્યું

Gujarat Election 2022 phase 2 voting: આજે વિધાનસભાની ચૂંટણીમાં અંકિત સોનીએ ઇવીએમમાં પગથી મતદાન કરતાં હાજર કર્મચારીઓમાં પણ આશ્ચર્ય પામી ગયા હતા.

  • Share this:
નડિયાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે, ત્યારે મતદારો પણ ઉત્સાહપૂર્વક મતદાન કરતાં જોવા મળી રહ્યા છે. અમુક જગ્યાએ તો વૃદ્ધો એમ્બ્યુલન્સમાં પણ મતદાન કરવા આવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. બીજી બાજુ, નડિયાદમાં એક દિવ્યાંગ યુવકે પગથી મતદાન કર્યું હતું. ઘણા સમય પહેલા અંકિત સોનીને કરન્ટ લાગતા બંને હાથ કાપવા પડ્યા હતા. ત્યારથી તેઓ હિંમત હાર્યા વિના તમામ કામ પગથી કરે છે. આજે વિધાનસભાની ચૂંટણીમાં અંકિત સોનીએ ઇવીએમમાં પગથી મતદાન કરતાં હાજર કર્મચારીઓમાં પણ આશ્ચર્ય પામી ગયા હતા.

લોકશાહી પર્વની ભારે ઉત્સાહ સાથે ઉજવણી થઇ રહી છે. મતદાન પોતાનો કિમતી મત આપી નાગરિક તરીકેની ફરજ નિભાવી રહ્યા છે, ત્યારે નડિયાદમાં યુવકે પગથી મતદાન કરી લોકશાહીનું સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે. નડિયાદના મતદાન મથકમાં પગથી મત આપનાર અંકિત સોનીને 25 વર્ષ પહેલા કરન્ટ લાગ્યો હતો. આ ઘટના બાદ તેમના બન્ને હાથ કાપવા પડ્યા હતા. જોકે, અંકિત સોની બિલકુલ પણ હિંમત હાર્યા વગર પગથી તમામ કામ કરી રહ્યા છે. જ્યારે આજે તેમણે પગથી ઇવીએમમાં બટન દબાવી મતદાન કર્યું હતું.

રાજ્યમાં બીજા તબક્કાના મતદાનમાં અત્યાર સુધીમાં સરેરાશ 59 ટકા મતદાન થયું છે. બપોર બાદ મતદારોમાં પ્રચંડ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. આંકડા જોતા મતદાનના રેકોર્ડ તૂટી શકે છે. બેઠક પ્રમાણે સૌથી ઓછું એલિસબ્રિજમાં 42.6 ટકા થયું છે તો અરવલ્લી, પંચમહાલ અને છોટાઉદેપુરમાં વધુ મતદાન થયુ છે. તો થરાદમાં સૌથી વધુ 72.39 અને સાબરાંઠામાં 67.7 ટકા મતદાન થયું છે.

આ પણ વાંચો: બનાસકાંઠા: વર-કન્યા લગ્નના સાત ફેરા ફરી મતદાન કરવા પહોંચ્યા

પ્રથમ તબક્કામાં થયેલું મતદાન

ગુજરાતમાં પહેલી ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન યોજોયું હતું. મતદાનના બીજા દિવસે ચૂંટણી પંચ તરફથી મતદાનના અધિકૃત આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જે પ્રમાણે 19 જિલ્લાની 89 બેઠકો પર 63.14 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લામાં 78.24 ટકા નોંધાયું છે. બોટાદ જિલ્લામાં સૌથી ઓછું 57.58 ટકા મતદાન નોંધાયું છે. અમરેલી જિલ્લામાં 57.59 ટકા મતદાન નોંધાયું છે. સત્તાવાર આંકડા પ્રમાણે આદિવાસી વસ્તી ધરાવતા 5 જિલ્લામાં 65 ટકાથી વધુ મતદાન થયું છે.ગુજરાતમાં કુલ મતદારો કેટલા?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.

2017ના ચૂંટણી પરિણામ પર એક નજર

ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.
Published by: Azhar Patangwala
First published: December 5, 2022, 4:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading