વિસનગરમાં 14 વર્ષની સગીરા ખુલ્લી ગટરમાં ખાબકી, 2 કલાકના રેસ્ક્યુ બાદ લોકોએ બહાર નીકાળી

News18 Gujarati
Updated: August 5, 2022, 8:07 PM IST
વિસનગરમાં 14 વર્ષની સગીરા ખુલ્લી ગટરમાં ખાબકી, 2 કલાકના રેસ્ક્યુ બાદ લોકોએ બહાર નીકાળી
વિસનગરમાં ખુલ્લી ગટરમાં 14 વર્ષની સગીર પડતા જ સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા.

વિસનગરમાં ખુલ્લી ગટરમાં 14 વર્ષની સગીર પડતા જ સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા અને બે કલાકની ભારે જહેમત બાદ સગીરા મળી આવી હતી.

  • Share this:
ગુજરાતમાં (Gujarat weather) 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી (weather forecast) વચ્ચે આજે સાંજે પાંચ વાગ્યા બાદથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં સાંબેલાધાર વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગે આગાહી કરી જણાવ્યુ છે કે, રાજ્યમાં 48 કલાકમાં કેટલીક જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. ત્યારે આ દરમિયાન મહેસાણાના વિસનગર ખાતેથી એક માઠા સમાચાર સામે આવ્યા છે. જ્યાં ગટરમાં ખાબકી ગયેલી એક 14 વર્ષની સગીરાનું મોત નીપજ્યું છે.

રાજ્યમાં ભારે વરસાદની આગાહી (gujarat rain forecast) વચ્ચે મહેસાણામાં પણ મૂશળધાર વરસાદ પડ્યો છે. ત્યારે વિસનગરમાં શુકન હોટલ આગળ જ ખુલ્લી ગટરમાં એક 14 વર્ષની સગીરા સ્કૂલેથી છૂટી સાયકલ પર સવાર થઇને જઇ રહી હતી અને ત્યાં જ અચાનક પાણીમાં ગરકાવ થઈ ગઇ હતી. જોકે આ દરમિયાન લોકોના ટોળા ત્યાં એકઠા થઇ ગયા હતા. અને તેની શોધખોળ આદરી હતી, પરંતુ બે કલાક સુધી આ સગીરા મળી આવી ન હતી.વિસનગરમાં ખુલ્લી ગટરમાં 14 વર્ષની સગીર પડતા જ સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા અને બે કલાકની ભારે જહેમત બાદ સગીરા મળી આવી હતી. જોકે આ દરમિયાન સગીરાની હાલત ખુબ જ ગંભીર હોવાથી તેને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી. સમગ્ર ઘટનાને પગલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ સગીરાને મળવા હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

આ પણ વાંચો- ગોંડલના દેરડી કુંભાજી ગામે તસ્કરો અગ્નિદાહ આપવા માટેનો લોખંડનો ખાટલો ઉઠાવી ગયા

ત્યાં જ મહેસાણાના વિસનગરમાં આ ઘટના બનતા જ લોકો સોશિયલ મીડિયામાં સવાલો ઉઠાવી રહ્યા છે કે, ગટરોનું નિયોજન શું છે. બાળકી ગટરમાં ખાબકી ગઇ તેની જવાબદારી કોની? શું નગરપાલિકા આ બાબતે જવાબદારી સ્વીકારશે?
Published by: rakesh parmar
First published: August 5, 2022, 8:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading