Punjab Assembly Election: પંજાબમાં હવે 20 ફેબ્રુઆરીએ યોજાશે વિધાનસભાની ચૂંટણી, આ કારણે જાહેર કર્યો નવો કાર્યક્રમ

News18 Gujarati
Updated: January 17, 2022, 3:37 PM IST
Punjab Assembly Election: પંજાબમાં હવે 20 ફેબ્રુઆરીએ યોજાશે વિધાનસભાની ચૂંટણી, આ કારણે જાહેર કર્યો નવો કાર્યક્રમ
ચૂંટણી પંચે (Election Commission)આજે બેઠક પછી આ નિર્ણય કર્યો

Assembly Elections 2022 - મત ગણતરીના કાર્યક્રમમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી, મતગણતરી 10 માર્ચના રોજ જ થશે

  • Share this:
નવી દિલ્હી : પંજાબમાં (Punjab)હવે 20 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી (Punjab Assembly Election)યોજાશે. પહેલા આ ચૂંટણી 14 ફેબ્રુઆરીએ થવાની હતી. ચૂંટણી પંચે (Election Commission)આજે બેઠક પછી આ નિર્ણય કર્યો છે. મત ગણતરીના કાર્યક્રમમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. મતગણતરી 10 માર્ચના રોજ જ થશે. બાકી ચાર રાજ્યોમાં પણ આ જ દિવસે ચૂંટણીના પરિણામો આવશે. પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીએ (Chief Minister Charanjit Singh Channi)13 જાન્યુઆરીએ ચૂંટણી પંચને મતદાનની તારીખ 6 દિવસ આગળ લઇ જવા માટે અપીલ કરી હતી.

16 ફેબ્રુઆરીના દિવસે ગુરુ રવિદાસ જયંતિ છે. જેથી રાજનીતિક દળોનું કહેવું છે કે અનુસૂચિત જાતિ (SC)સમુદાયના લોકો આ દિવસે બનારસ જશે. ચન્ની સિવાય ભારતીય જનતા પાર્ટી, શિરોમણી અકાલી દળે (સંયુક્ત) પણ ચૂંટણી પંચને ચૂંટણીની તારીખ આગળ વધારવાની અપીલ કરી હતી.

આ પણ વાંચો - Goa Elections: કેજરીવાલે કરી જાહેરાત, ગોવામાં મફત વીજળી-પાણી અને અભ્યાસ, બેરોજગારોને 3000 રૂપિયા

બનારસ જશે શ્રદ્ધાળુઓ

પંજાબમાં અનુસૂચિત જાતિના 20 લાખ લોકો રહે છે. ગત દિવસોમાં મુખ્યમંત્રી ચન્નીએ કહ્યું હતું કે 10 થી 16 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશના બનારસ જવાની સંભાવના છે. આવામાં આ સમુદાયના ઘણા લોકો રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં વોટ કરી શકશે નહીં. હવે ચૂંટણી પંચે બધી પાર્ટીઓની વાત માની લીધી છે.

પંજાબ વિધાનસભાની તસવીરપંજાબ વિધાનસભાનો કાર્યકાળ 27 માર્ચ 2022ના રોજ ખતમ થઇ રહ્યો છે. તમને જણાવી દઈએ કે પંજાબમાં 117 વિધાનસભાની સીટો છે. જેમાં 2017માં કોંગ્રેસને 77 સીટો જીતી હતી. અકાલી દળ-બીજેપી ગઠબંધનને 18 સીટો અને આમ આદમી પાર્ટીને 20 સીટો મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે આદ આદમી પાર્ટી બીજા દળોને ટક્કર આપી શકે છે.

કોંગ્રેસે (Congress) શનિવારે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે 86 ઉમેદવારો (Candates)ની પ્રથમ યાદી બહાર પાડી છે. જેમાં મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની , પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ (navjot sigh sidhu), નાયબ મુખ્યમંત્રી સુખજિંદર રંધાવા અને ઓપી સોની સહિત અનેક વરિષ્ઠ નેતાઓના નામ સામેલ છે. પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોની યાદી અનુસાર મુખ્યમંત્રી ચન્ની ફરી એકવાર ચમકૌર સાહિબથી ચૂંટણી લડશે.

આ પણ વાંચો - UP Chunav BJP Candidate List: BJP એ જાહેર કરી પ્રથમ યાદી, સીએમ યોગી આદિત્યનાથ અયોધ્યાથી નહીં આ શહેરથી લડશે ચૂંટણી

સિદ્ધુ તેમની વર્તમાન બેઠક અમૃતસર પૂર્વથી, રંધાવા તેમની વર્તમાન બેઠક ડેરા બાબા નાનકથી અને સોની તેમના વર્તમાન મતવિસ્તાર અમૃતસર મધ્યમાંથી ચૂંટણી લડશે. પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય પ્રતાપ સિંહ બાજવા કાદિયાનથી ચૂંટણી લડશે. તાજેતરમાં કોંગ્રેસમાં સામેલ થયેલા અને અભિનેતા સોનુ સૂદના બહેન માલવિકા સૂદ મોગાથી પાર્ટીના ઉમેદવાર હશે.
Published by: Ashish Goyal
First published: January 17, 2022, 3:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading