VIDEO: હાડ થિજવતી ઠંડીમાં હરણનું મોં બરફથી જામ થઈ ગયું, જીવ બચાવવા માટે તરફડિયા મારવા લાગ્યું
News18 Gujarati Updated: December 31, 2022, 10:54 AM IST
બરફના કારણે હરણનું મોં જામ થઈ ગયું
પણ આ કહાનીમાં એક ટ્વિસ્ટ જોવા મળ્યું છે. બે પર્વતારોહીએ આ હરણને જોયું. હરણ એટલું ખરાબ હાલતમાં હતું કે તેને જોઈન આ લોકોએ મદદ કરવાનો નિર્ણય કર્યો.
અમેરિકા અને કેનેડામાં હાલમાં બર્ફિલા તોફાનથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભયંકર ઠંડીના કારણે અહીં લાખો લોકો તેનાથી પ્રભાવિત થયા છે. માણસ જ નહીં જાનવરો પણ કુદરતના કહેરનો શિકાર બન્યા છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ઠંડીથી કંપકંપી ઉઠેલું એક હરણ દેખાય છે. આ હરણનું મોં બરફથી જામ થઈ ગયું છે.
વીડિયોમાં જોઈ શકો છો કે, બર્ફિલા તોફાનમાં એક હરણનું મો બરફથી જામ થઈ ગયું છે. એટલું જ નહીં બરફના કારણે આ હરણની આંખ અને કાન પણ ઢંકાઈ ગયા છે. આપ વિચારી શકો છો કે, આ હરણ કેટલુ હેરાન થતું હશે અને શું દર્દ વેઠી રહ્યું હશે. માનવામાં આવી રહ્યું છે. હરણ માથાની મદદથી બરફની નીચે ભોજન માટે ખોદવાની કોશિશ કરી રહ્યું હશે અને તેના કારણે તેના ચહેરા પર બરફ જામી ગયો હશે.
પણ આ કહાનીમાં એક ટ્વિસ્ટ જોવા મળ્યું છે. બે પર્વતારોહીએ આ હરણને જોયું. હરણ એટલું ખરાબ હાલતમાં હતું કે તેને જોઈન આ લોકોએ મદદ કરવાનો નિર્ણય કર્યો. પહેલા તેમને જોઈને હરણ ભાગવા લાગ્યું હતું. પણ બાદમાં બંનેએ હરણને પકડ્યું અને આરામથી ચહેરા પર જામેલા બરફમાંથી હરણને છુટકારો અપાવ્યો. અહીં આપેલા વીડિયોમાં આપ તેને જોઈ શકશો.
Published by:
Pravin Makwana
First published:
December 31, 2022, 10:54 AM IST