Twitter: આખરે એલન મસ્કે આ છોકરી સામે શસ્ત્રો મૂકવાં જ પડ્યાં, ઇચ્છતા હોવા છતાં ટ્વિટરમાંથી ના કાઢી શક્યા
News18 Gujarati Updated: November 30, 2022, 6:25 PM IST
એલન મસ્ક અને મૈક્સવિની - ફાઇલ તસવીર
ટ્વિટરે કથિત રીતે આયર્લેન્ડની સિનિયર એક્ઝિક્યૂટિવ સિનેડ મૈક્સ્વીને જણાવ્યુ હતુ કે, ‘તેમણે કંપની તરફથી આપવામાં આવતું એક્ઝિટ પેકેજ સ્વીકાર કરી લીધું છે. તો બીજી તરફ મૈક્સ્વીનીનું કહેવું છે કે, તેમણે હજુ સુધી ટ્વિટરમાંથી રાજીનામું આપ્યું નથી.’
નવી દિલ્હીઃ અબજોપતિ ઉદ્યોગ સાહસિક અને ટેસ્લાના સહ-સ્થાપક એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને હસ્તગત કર્યા પછી કર્મચારીઓને છટણી કરવાનું શરૂ કર્યું છે. તે ટ્વિટર કર્મચારીઓની સંખ્યા અડધાથી ઘટાડવા માંગે છે. ત્યારે ટ્વિટરમાં એક મહિલા કર્મચારી છે, જેની સામે એલન મસ્કનું ચાલી પણ ચાલી રહ્યુ નથી. બીજા શબ્દોમાં કહીએ તો, એલન મસ્ક આ કર્મચારી સામે હારી ગયો છે અને તે ઈચ્છે તો પણ તેને ટ્વિટરમાંથી બહાર કાઢવામાં અસમર્થ છે.
Twitter પર જાહેર નીતિના ગ્લોબલ વાઇસ-પ્રેસિડેન્ટ સિનેડ મૈકસ્વીનીએ સોશિયલ મીડિયા ફર્મમાં તેણીની નોકરીમાંથી સમાપ્તિ સામે આયર્લેન્ડની હાઈકોર્ટમાંથી મનાઈ હુકમ મેળવ્યો છે. આઇરિશ ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, આયર્લેન્ડમાં કંપનીના સિનિયર એક્ઝિક્યૂટિવ McSweeneyએ હાઇકોર્ટને જણાવ્યુ છે કે, એલન મસ્કે ટ્વિટર હસ્તગત કર્યા પછી સોશિયલ મીડિયા ફર્મમાં કામ કરવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. તેમણે જણાવ્યું છે કે, આ સમયે તે અઠવાડિયામાં 75 કલાકથી વધુ કામ કરી રહી છે, જ્યારે તેના કોન્ટ્રાક્ટમાં સાપ્તાહિક 40 કલાક કામ કરવાની શરત હતી.
આ પણ વાંચોઃ મસ્કની મોટી જાહેરાત - ટ્વિટર વેરિફાઈડ બેજ 3 રંગોનો હશેકોર્ટને જણાવ્યુ કે, સમસ્યા ક્યારે શરૂ થઈ
મૈકસ્વિનીએ કોર્ટને કહ્યું હતુ કે, નવેમ્બર 2022ની શરૂઆતમાં એલન મસ્કે તમામ ટ્વિટર કર્મચારીઓને એક સામાન્ય ઈ-મેલ મોકલ્યો હતો. મેં આ ઈમેલનો જવાબ ન આપ્યો અને મારું કામ ચાલુ રાખ્યું. ત્યારથી મારી મુશ્કેલી શરૂ થઈ ગઈ હતી અને મારી સાથે એવું વર્તન કરવામાં આવ્યું કે, હું ટ્વિટરનો ભાગ પણ ન હોઉં. ત્યારબાદ McSweeney પર ટ્વિટરની ડબલિન ઓફિસમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ સાથે તેમને ઓફિસની આંતરિક IT સિસ્ટમમાંથી પણ બાકાત રાખવામાં આવ્યા હતા. આ સાથે તેની કંપનીનું ઈમેલ એકાઉન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું.
હાઈકોર્ટમાં ટ્વિટર બેકફૂટ પર આવી ગઈ
ટ્વિટરે આયર્લેન્ડના વરિષ્ઠ એક્ઝિક્યૂટિવ સિનેડ મૈકસ્વીને જણાવ્યું હતું કે, તેમણે કંપની દ્વારા ઓફર કરાયેલું એક્ઝિટ પેકેજ સ્વીકારી લીધું છે. ત્યારે McSweeney કહે છે કે, તેણે હજુ સુધી ટ્વિટરમાંથી રાજીનામું આપ્યું નથી. મૈકસ્વીનીએ અરજી દાખલ કર્યા પછી ટ્વિટરે હાઈકોર્ટને જણાવ્યું હતું કે, કામ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા વિશે ક્યારેય કોઈ પ્રશ્ન નથી. કોર્ટને ખાતરી પણ આપી હતી કે, કંપનીની IT સિસ્ટમ્સની એક્સેસ મૈકસ્વીનીને ફરીથી પાછા આપવામાં આવે. ત્યારબાદ હાઈકોર્ટે મૈકસ્વીનીને ટ્વિટર પરથી કાઢી નાખવા મામલે વચગાળાનું રક્ષણ પૂરું પાડ્યું હતું.
Published by:
Vivek Chudasma
First published:
November 30, 2022, 6:25 PM IST