એલન મસ્કની મોટી જાહેરાત: ટૂંક સમયમાં સીઈઓ પદેથી રાજીનામું આપી દેશે, લોકોએ કહ્યું- તમારાથી આ ન થાય

News18 Gujarati
Updated: December 21, 2022, 7:41 AM IST
એલન મસ્કની મોટી જાહેરાત: ટૂંક સમયમાં સીઈઓ પદેથી રાજીનામું આપી દેશે, લોકોએ કહ્યું- તમારાથી આ ન થાય
એલન મસ્ક

હકીકતમાં જોઈએ તો, એલન મસ્કે હાલમાં જ ટ્વિટર પોલ કરાવ્યો હતો. જેમાં તેમણે પૂછ્યું હતું કે, શું તેમને ટ્વિટર સીઈઓ પદેથી રાજીનામું આપી દેવું જોઈએ? આ પોલના જવાબમાં કુલ 57.5 ટકા યુઝર્સે એલન મસ્કને આ પદેથી હટી જવાની વાત કહી હતી અને તેમને રાજીનામું આપી દેવા જણાવ્યું હતું.

  • Share this:
નવી દિલ્હી: અબજોપતિ એલન મસ્કને લઈને નવા સમાચાર સામે આવી રહ્યા છે જે ટ્વિટર યુઝર્સને વધારે હેરાન નહીં કરે, કેમ કે તેમને જ તેના માટે વોટ કર્યા છે. ટ્વિટરના નવા સીઈઓ ટૂંક સમયમાં પોતાની મીડિયા કંપની સીઈઓના પદેથી રાજીનામું આપવા જઈ રહ્યા છે.

CNBCના મંગળવારે આવેલા એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, એલન મસ્ક હાલમાં ખૂબ જ એક્ટિવ થઈને ટ્વિટરના નવા ચીફ એક્ઝીક્યૂટીવ ઓફિસરની શોધ કરી રહ્યા છે. હકીકતમાં જોઈએ તો, એલન મસ્કે હાલમાં જ ટ્વિટર પોલ કરાવ્યો હતો. જેમાં તેમણે પૂછ્યું હતું કે, શું તેમને ટ્વિટર સીઈઓ પદેથી રાજીનામું આપી દેવું જોઈએ? આ પોલના જવાબમાં કુલ 57.5 ટકા યુઝર્સે એલન મસ્કને આ પદેથી હટી જવાની વાત કહી હતી અને તેમને રાજીનામું આપી દેવા જણાવ્યું હતું.

જો કે, એલન મસ્ક માટે આ પોલના રિઝલ્ટ નિરાશાજનક રહ્યા હશે, કેમ કે તેમને ટ્વિટરની કમાન સંભાળ્યાના હજૂ ફક્ત 2 મહિના જ થયા છે. આ રવિવારે મસ્કે કહ્યું હતું કે, તે પોતાના કરાવેલા પોલના રિઝલ્ટનું પાલન કરશે અને જો યુઝર્સ ઈચ્છે તો ટ્વિટરના સીઈઓ પદેથી રિઝાઈન કરી દેશે. જો કે, અબજોપતિ ઉદ્યોગપતિએ એ નથી બતાવ્યું કે, તે ક્યારે પોતાના કહ્યા પ્રમાણે પાલન કરશે. સાથે જ તેમને એ પણ જણાવ્યું છે કે, હાલમાં કોઈ ઉત્તરાધિકારી નથી.
Published by: Pravin Makwana
First published: December 21, 2022, 7:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading