ટ્વિટરનો અપડેટેડ વેરિફિકેશન પ્રોગ્રામ લોન્ચ, ત્રણ રંગના ટીકથી વેરિફાઈડ થશે એકાઉન્ટ


Updated: December 23, 2022, 10:10 AM IST
ટ્વિટરનો અપડેટેડ વેરિફિકેશન પ્રોગ્રામ લોન્ચ, ત્રણ રંગના ટીકથી વેરિફાઈડ થશે એકાઉન્ટ
twitter

જો તમે પણ ટ્વિટર એકાઉન્ટ ધરાવો છો, તો તમારા માટે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સમાચાર છે. અનેક ટ્વિટર યૂઝર્સ વેરિફિકેશન પ્રોગ્રામની રાહ જોઈ રહ્યા હતા.

  • Share this:
Twitter Blue Tick Paid Subscription Features: જો તમે પણ ટ્વિટર એકાઉન્ટ ધરાવો છો, તો તમારા માટે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સમાચાર છે. અનેક ટ્વિટર યૂઝર્સ વેરિફિકેશન પ્રોગ્રામની રાહ જોઈ રહ્યા હતા. ટ્વિટરે ઘણા લાંબા સમય પછી અપડેટેડ એકાઉન્ટ વેરિફિકેશન પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. આ વેરિફિકેશન પ્રોગ્રામ હેઠળ વેરિફાઈડ એકાઉન્ટ માટે ત્રણ રંગનો ઉપયોગ કરવામાં આવશે. કલરને ત્રણ અલગ અલગ કેટેગરીના હિસાબથી અલગ કરવામાં આવ્યા છે. કયા કયા કલરની ટીક મળશે અને કયા રંગનો ઉપયોગ શેના માટે કરવામાં આવશે, તે અંગે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

ત્રણ કલર અને તેની કેટેગરી


ટ્વિટરના નવા CEO એલન મસ્કે કંપનીના આ ફીચરને લોન્ચ કરીને જણાવ્યું છે કે, વેરિફાઈડ એકાઉન્ટને ત્રણ કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે. આ ત્રણ કલરને તે અનુસાર નક્કી કરવામાં આવ્યા છે. ગોલ્ડ કલરના વેરિફાઈડ ટીકનો ઉપયોગ કંપનીઓ માટે કરવામાં આવશે. સરકારી સંસ્થાઓ અને સરકાર સાથે જોડાયેલ એકાઉન્ટ માટે ગ્રે કલરના ટીકનો ઉપયોગ કરવામાં આવશે. વ્યક્તિગત એકાઉન્ટ માટે બ્લ્યૂ ટીકનો ઉપયોગ કરવામાં આવશે. એલન મસ્કે આ અંગે સ્પષ્ટતા કરી છે કે, વેરિફાઈડ એકાઉન્ટને મેન્યુઅલી પ્રમાણિત કરવામાં આવશે. આ પ્રક્રિયામાં કમી જોવા મળશે તો એકાઉન્ટ વેરિફાઈ કરવામાં આવશે નહીં. ઉલ્લેખનીય અને ઓફિશિયલ જેવા અલગ ટેગ સીમિત રહેશે, તે તમામ લોકોને આપવામાં આવશે નહીં.

ગેરઉપયોગને કારણે પ્લાન રોકવામાં આવ્યો હતો


ગત મહિને ટ્વિટરનું અધિગ્રહણ કર્યા બાદ એલન મસ્કે બ્લ્યૂ ટીક પેડ સબ્સ્ક્રિપ્શન પ્લાન લોન્ચ કર્યો હતો. અસામાજિક તત્ત્વોએ આ ઓપ્શનનો ગેરઉપયોગ કરવાનો શરૂ કર્યો હતો. 8 ડોલર આપીને અનેક ઠગબાજોએ ફેમસ કંપનીઓ અને વ્યક્તિઓના નામે ફેક આઈડી બનાવ્યું હતું. ઉપરાંત વેરિફાઈડ એકાઉન્ટનો ચાર્જ આપીને એકાઉન્ટ પણ વેરિફાઈ કરાવી લીધું હતું. ત્યારબાદ આ ફેક આઈડી પરથી ગમે તેવા ટ્વિટ કરવામાં આવ્યા હતા. જેના કારણે મૂળ કંપનીને ખૂબ જ નુકસાન થયું હતું. સતત ફ્રોડ થવાને કારણે એલન મસ્કે આ સર્વિસ બંધ કરી દીધી હતી. તેમણે જાહેરાત કરી હતી કે, ટૂંક સમયમાં આ સર્વિસને અપડેટ કરીને ફરી લોન્ચ કરવામાં આવશે. તેમણે આ અંગે બે વાર ટાઈમ આપ્યો હતો, પરંતુ સમયમર્યાદામાં તમામ બાબતો સ્પષ્ટતા ન થવાને કારણે તે પ્લાન લોન્ચ થઈ શક્યો નહોતો.
Published by: Pravin Makwana
First published: December 23, 2022, 10:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading