Twitter Verified Service: મસ્કની મોટી જાહેરાત, 'ટ્વિટર વેરિફાઈડ બેજ' માત્ર બ્લૂ નહીં પણ 3 અલગ-અલગ રંગોનો હશે


Updated: November 25, 2022, 10:56 PM IST
Twitter Verified Service: મસ્કની મોટી જાહેરાત, 'ટ્વિટર વેરિફાઈડ બેજ' માત્ર બ્લૂ નહીં પણ 3 અલગ-અલગ રંગોનો હશે
3 અલગ-અલગ રંગોમાં આવશે વેરિફાઈડ ટીક

Twitter Verified Service: ટ્વિટરના નવા માલિક એલોન મસ્કએ (Elon Musk) કહ્યું કે, આવતા સપ્તાહથી ટ્વિટર એકાઉન્ટ માટે બ્લુ ટિક માર્ક સિવાય ગોલ્ડન અને ગ્રે ટિક માર્ક શરૂ થશે. મસ્કે જણાવ્યું કે, કંપનીઓ માટે ગોલ્ડન ટિક માર્ક, સરકાર અને સરકારી સંસ્થાઓ માટે ગ્રે અને સામાન્ય લોકો માટે બ્લુ ટિક માર્કસ આપવામાં આવશે.

  • Share this:
નવી દિલ્હી: માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરના નવા માલિક ઈલોન મસ્કનું (Elon Musk) કહેવું છે કે, ટ્વિટરની વેરિફાઈડ (Twitter Verified) સર્વિસ ટૂંક સમયમાં બદલાવા જઈ રહી છે. મસ્કએ શુક્રવારે જાહેરાત કરી હતી કે, કંપની ટ્વિટર એકાઉન્ટ્સ માટે વિવિધ રંગીન ટિક માર્ક રજૂ કરવાની યોજના શરૂ કરશે. મસ્કે કહ્યું કે, ટ્વિટર એકાઉન્ટ માટે બ્લુ ટિક માર્ક ઉપરાંત ગોલ્ડન અને ગ્રે ટિક માર્ક આવતા સપ્તાહથી શરૂ થશે.

મસ્કે ટ્વીટ કર્યું કે, વિલંબ બદલ માફ કરશો. અમે આવતા સપ્તાહથી વેરિફાઈડ પોલિસીમાં ફેરફાર કરી રહ્યા છીએ. કંપનીઓ માટે ગોલ્ડન ટિક માર્ક, સરકાર અને સરકારી સંસ્થાઓ માટે ગ્રે અને સામાન્ય લોકો માટે બ્લુ ટિક માર્ક આપવામાં આવશે. તે પીડાદાયક છે, પરંતુ જરૂરી છે.

આ પણ વાંચો: Twitter Account: હાલ, ટ્વીટરમાં બ્લુ ટીક માટે નહિ ચૂકવવા પડે 8 ડોલર, પણ આ રાહત આખરે ક્યાં સુધી?

મસ્કે અન્ય એક ટ્વીટમાં કહ્યું કે, તમામ વેરિફાઈડ એકાઉન્ટના બ્લુ ટિક માર્ક સમાન રહેશે. તમને જણાવી દઈએ કે, ટ્વિટરનો હવાલો સંભાળ્યા બાદ મસ્ક સતત ઘણા ફેરફારો કરી રહ્યા છે. સૌથી પહેલા તેણે ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલને બહારનો રસ્તો બતાવ્યો. આ પછી તેણે કંપનીના હજારો કર્મચારીઓને પણ છૂટા કરી દીધા છે.

મસ્કે છેતરપિંડી રોકવા માટે બ્લુ ટિક વેરિફિકેશન પ્રક્રિયાને ફરીથી શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી. આ માટે ટ્વિટરે 8 ડોલરને બદલે બ્લુ ટિક આપવાની સ્કીમ શરૂ કરી હતી. પરંતુ બાદમાં કંપનીએ પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો. મસ્કે કહ્યું હતું કે, જ્યાં સુધી તે ટ્વિટર પર ફેક એકાઉન્ટની સમસ્યાનું સમાધાન નહીં શોધે ત્યાં સુધી બ્લુ ટિક માટેની પેઇડ સ્કીમ ફરી શરૂ કરવામાં આવશે નહીં.

જેના કારણે ટ્વિટર પણ ચર્ચામાં છેતમને જણાવી દઈએ કે, હાલમાં જ ટ્વિટર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટને રિસ્ટોર કરવાને લઈને ચર્ચામાં હતું. કંપનીના નવા સીઈઓ એલોન મસ્કે તેમનું એકાઉન્ટ પુનઃસ્થાપિત કરતા પહેલા એક મતદાન કર્યું હતું. આ પોલમાં 15 મિલિયનથી વધુ લોકોએ વોટ કર્યો, જેમાંથી 51.8 ટકા લોકોએ ટ્રમ્પના એકાઉન્ટને પુનઃસ્થાપિત કરવાનું સમર્થન કર્યું હતું. તે જ સમયે, 48.2 ટકા લોકોએ એકાઉન્ટને ફરીથી શરૂ ન કરવાના પક્ષમાં મતદાન કર્યું. બાદમાં ટ્રમ્પનું ખાતું પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું.
Published by: Samrat Bauddh
First published: November 25, 2022, 10:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading