Mohan Bhagwat: ભગવાન માટે બધા સમાન છે, જાતિ-સમુદાય પંડિતોએ બનાવ્યાં - RSS વડા મોહન ભાગવત
News18 Gujarati Updated: February 5, 2023, 11:15 PM IST
મોહન ભાગવત - ફાઇલ તસવીર
Mohan Bhagwat Statement on Caste System: સંઘના વડાએ કહ્યું, ભગવાને હંમેશા કહ્યું છે કે તેમના માટે દરેક સમાન છે અને તેમના માટે કોઈ જાતિ, સંપ્રદાય નથી, તે પૂજારીઓએ બનાવ્યો છે જે ખોટું છે. ભાગવતે કહ્યું કે દેશમાં અંતરાત્મા, ચેતના બધા એક છે, તેમાં કોઈ તફાવત નથી, માત્ર મંતવ્યો અલગ છે.
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે જાતિવાદને લઈને મોટું નિવેદન આપ્યું છે. ભાગવતે કહ્યુ છે કે, જાતિ, સંપ્રદાય પંડિત-પૂજારીઓએ બનાવ્યો છે જે ખોટું છે. આપણા સમાજના વિભાજનનો હંમેશા અન્ય લોકોએ ફાયદો ઉઠાવ્યો છે. એ જ રીતે ફાયદો ઉઠાવીને આપણા દેશમાં હુમલા થયા અને બહારથી લોકો આવ્યાં જેમણે અમારો ફાયદો ઉઠાવ્યો. ભાગવતે કહ્યું કે, જ્યારે આપણે આજીવિકા મેળવીએ છીએ ત્યારે સમાજ પ્રત્યે આપણી જવાબદારી છે. જ્યારે દરેક કામ સમાજ માટે થાય છે તો પછી કોઈ પણ કાર્ય મોટું કે નાનું કે અલગ કેવી રીતે હોઈ શકે?
સંઘ પ્રમુખે કહ્યુ છે કે, ‘ભગવાને હંમેશા કહ્યું છે કે તેના માટે દરેક સમાન છે અને તેના માટે કોઈ જાતિ, સંપ્રદાય નથી, તે પૂજારીઓએ બનાવ્યો છે જે ખોટું છે. દેશમાં અંતરાત્મા, ચેતના બધા એક છે, તેમાં કોઈ તફાવત નથી, માત્ર મંતવ્યો અલગ છે. અમે ધર્મ બદલવાની કોશિશ નથી કરી, જો બદલાય તો ધર્મ છોડી દેવો જોઈએ.’
આ પણ વાંચોઃ કિયારા-સિદ્ધાર્થના લગ્નની તારીખ બદલાઈ, જાણો ક્યારે લેશે સાત ફેરાલોકોએ નોકરીઓ પાછળ દોડવાનું બંધ કરવું જોઈએ
મોહન ભાગવતે કહ્યુ છે કે, ‘ડો. બાબાસાહેબ આંબેડકર જેવા સંતો અને જાણીતા લોકોએ સમાજમાં પ્રવર્તતી અસ્પૃશ્યતાનો વિરોધ કર્યો હતો. અસ્પૃશ્યતાથી પરેશાન થઈને ડૉ. આંબેડકરે હિંદુ ધર્મ છોડી દીધો પરંતુ તેમણે અન્ય કોઈ ધર્મ અપનાવ્યો નહીં અને ગૌતમ બુદ્ધ દ્વારા બતાવેલો માર્ગ પસંદ કર્યો હતો. તેમના ઉપદેશો ભારતની વિચારસરણીમાં પણ ઊંડે સુધી જડિત છે.’
લોકોને તમામ પ્રકારના કામનો આદર કરવા વિનંતી કરતા ભાગવતે તેમને નોકરીની પાછળ દોડવાનું બંધ કરવા કહ્યું હતું. તેમણે કહ્યુ છે કે, ‘વિશ્વનો કોઈ પણ સમાજ 30 ટકાથી વધુ રોજગારીનું સર્જન કરી શકતો નથી. લોકો જે પણ પ્રકારનું કામ કરે છે, તેનું સન્માન કરવું જોઈએ. શ્રમ પ્રત્યે આદરનો અભાવ એ સમાજમાં બેરોજગારીનું મુખ્ય કારણ છે. કામ માટે શારીરિક શ્રમ કે બુદ્ધિમત્તાની જરૂર હોય, સખત મહેનતની જરૂર હોય કે સોફ્ટ સ્કિલની જરૂર હોય - બધાનું સન્માન કરવું જોઈએ.’
Published by:
Vivek Chudasma
First published:
February 5, 2023, 11:13 PM IST