ગજબ હો... યુટ્યુબ વીડિયો જોઈને શિખ્યું ફાયરિંગ, અને કરી નાખ્યો મોટો કાંડ

News18 Gujarati
Updated: October 3, 2022, 7:38 PM IST
ગજબ હો...  યુટ્યુબ વીડિયો જોઈને શિખ્યું ફાયરિંગ, અને કરી નાખ્યો મોટો કાંડ
યુટ્યુબ વીડિયો જોઈને શિખ્યું ફાયરિંગ

કાંદિવલી વિસ્તારમાં બે દિવસ પહેલા થયેલા ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની (Mumbai Crime Branch) તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. બંને આરોપીઓએ એક મહિના સુધી યુટ્યુબ પર શૂટિંગના અલગ-અલગ વીડિયો જોયા બાદ ફાયરિંગની ટ્રેનિંગ લીધી હતી અને ત્યાર બાદ આ ઘટનાને અંજામ આપ્યો હતો.

  • Share this:
મુંબઈ: કાંદિવલી વિસ્તારમાં બે દિવસ પહેલા થયેલા ફાયરિંગ કેસની તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની (Mumbai Crime Branch) તપાસમાં એ વાત સામે આવી છે કે, આ કેસમાં ફાયરિંગ કરનારા બંને આરોપીઓએ એક મહિના સુધી યુટ્યુબ પર શૂટિંગના અલગ-અલગ વીડિયો (YouTube) જોઈને શૂટિંગ કરવાની ટ્રેનિંગ લીધી હતી અને ત્યારપછી ગુનાને અંજામ આપ્યો હતો. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયેલો 1 ઓક્ટોબરની રાત્રે થયેલા ફાયરિંગની ઘટનાનો વીડિયો પણ કોઈ ફિલ્મી સીનથી ઓછો નથી.

આ પણ વાંચો: સુરતમાં ઝડપાયું ક્રિકેટનું મસમોટું સટ્ટા રેકેટ, યુદ્ધગ્રસ્ત દેશમાં રૂપિયાની લેવડદેવડનો ખુલાસો

આ વીડિયોમાં ફાયરિંગ કરનારા બંને આરોપી સોનુ પાસવાન અને સોનુ ગુપ્તા સ્કૂટી પરથી આવતા જોવા મળી રહ્યા છે. આ બાદ તેમાંથી એક સોનુ પાસવાન કેટલાક યુવકો પર ફાયરિંગ શરૂ કરે છે. 3-4 યુવકો પોતાનો જીવ બચાવવા માટે ભાગવા માડ્યા હતા. આ દરમિયાન એકને ગોળી વાગી હતી અને સમગ્ર વિસ્તારમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો. જણાવી દઈએ કે, આ ફાયરિંગમાં અંકિત યાદવ નામના યુવકનું મોત થયું છે, જ્યારે અન્ય 3 યુવકોની સારવાર ચાલી રહી છે.

બંને આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના બિલીમોરામાંથી ધરપકડ કરી હતી અને જ્યારે તેમની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓએ જણાવ્યું કે, તેઓએ યુટ્યુબ પર વીડિયો જોઈને શૂટિંગ કરવાનું શીખ્યા હતા. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી સંગ્રામ સિંહ નિશાનદારે કહ્યું કે, ઘણી માહિતી સામે આવી છે. ગોળી કેવી રીતે ચાલી, તે અત્યારે જાહેર કરવું યોગ્ય રહેશે નહીં. હું એટલું જ કહીશ કે, આરોપી સોશિયલ મીડિયા પર વીડિયો જોઈને ગોળી મારવાનું શીખી ગયો હતો. જોકે વધુ તપાસ ચાલુ છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં એ વાત પણ સામે આવી છે કે, આરોપી સોનુ પાસવાન પણ બિહાર પોલીસમાં ભરતી થનારી પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.બિહારમાંથી ખરીદી હતી ગેરકાયદે પિસ્તોલ:આ પરીક્ષા માટે પણ તે સોશિયલ મીડિયા દ્વારા બંદૂકનો ઉપયોગ કરવાનું શીખી રહ્યો હતો, પરંતુ થોડા મહિના પહેલા અન્ય જૂથ સાથેના વિવાદમાં તેણે તેનો ઉપયોગ કર્યો હતો. જેના કારણે તે હવે જેલના સળિયા પાછળ પહોંચી ગયો છે. કાંદિવલી ફાયરિંગની ઘટનામાં આરોપીઓએ જે પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો તે તેમણે બિહારથી ગેરકાયદેસર રીતે ખરીદી હતી. આ જોતા મુંબઈ ક્રાઈમ બ્રાંચ પણ બિહાર પોલીસના સંપર્કમાં છે, જેથી સોનુ પાસવાને ગેરકાયદેસર પિસ્તોલ ક્યાંથી ખરીદી હતી.
Published by: Samrat Bauddh
First published: October 3, 2022, 7:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading