ટ્વિટરના માલિક એલન મસ્કે પૂર્વ રશિયન પ્રધાનમંત્રી દિમિત્રી મેદવેદેવના ‘યોગદાન’ અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. વર્ષ 2023માં શું થઈ શકે છે, તે અંગે ભવિષ્યવાણી કરવામા આવી હતી. જેમાં અલગ અલગ દેશની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એલન મસ્કના ભવિષ્ય વિશે પણ જણાવવામાં આવ્યું હતું.
પૂર્વ રશિયન પ્રધાનમંત્રી દિમિત્રી મેદવેદેવે ટ્વિટર પર પોસ્ટ કરી હતી, જેના ચાર કલાક બાદ એલન મસ્કે આ ટ્વિટનો જવાબ આપ્યો હતો. એલન મસ્કે ટ્વિટ કર્યું હતું કે, દિમિત્રી મેદવેદેવ વર્ષ 2023 અંગે જે પણ ભવિષ્યવાણી કરી હતી, તે અર્થ વગરની ભવિષ્યવાણી હતી, જેના વિશે તેઓ રોજબરોજ સાંભળતા રહે છે.
દિમિત્રી મેદવેદેવ વર્ષ 2023 અંગે કરેલ ભવિષ્યવાણીમંગળવારના રોજ રશિયાના રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે ભવિષ્યવાણી કરી હતી કે, તેલની કિંમતો પ્રતિ બેરલ 150 ડોલર સુધી પહોંચી જશે અને ગેસની કિંમત પ્રતિ 1,000 ક્યૂબિક મીટરે 5,000 ડોલર પર પહોંચી જશે. UK ફરીથી યૂરોપીય સંઘમાં શામેલ થઈ જશે. દિમિત્રી મેદવેદેવે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ અને વિશ્વ બેન્કના પતન બાદ યૂરોપમાં ક્ષેત્રીય રિઅલાઈનમેન્ટ વિશે ભવિષ્યવાણી કરી હતી.
આ પણ વાંચો: BF.7 વેરિયન્ટ વિશે જલદી જાણી લો..જે શરીરના આ અંગો પર કરે છે હુમલો
દિમિત્રી મેદવેદેવે ભવિષ્યવાણી કરી છે કે, પોલેન્ડ અને હંગેરી યૂક્રેનના પશ્ચિમ ક્ષેત્રો પર કબ્જો કરી લેશે. ચોથો રીક જર્મની અને તેના ઉપગ્રહ- પોલેન્ડ, બાલ્ટિક રાજ્યો, ચેકિયા, સ્લોવાકિયા, કીવ રિપબ્લિકનો સમાવેશ કરીને બનાવવામાં આવશે. ચોથો રીક કાલ્પનિક નાઝી રિકને સંદર્ભિત કરે છે, જે એડોલ્ફ હિટલરના ત્રીજા ઉત્તરાધિકારી છે.ફ્રાંસ અને ચોથા રીક વચ્ચે યુદ્ધ થશે. યૂરોપનું વિભાજન થઈ જશે. આ સમગ્ર પ્રક્રિયામાં પોલેન્ડ ફરીથી વિભાજિત થઈ જશે. ઉત્તર આયર્લેન્ડ યૂકેથી અલગ થઈ જશે અને આયર્લેન્ડના રિબલ્કિમાં શામેલ થઈ જશે.
અમેરિકાના અનેક રાજ્યોમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એલન મસ્કની જીતની ભવિષ્યવાણી કરી. સિવિલ યુદ્ધ બાદ યુનાઈટેડ સ્ટેટ અમેરિકામાં ભાગલા પડી જશે.
સૌથી મોટું શેરબજાર અને નાણાકીય એક્ટિવિટી યૂરોપમાંથી એશિયામાં સ્થાનાંતરિત થઈ જશે.
આ પણ વાંચો : સુરતની આ પ્રથમ મહિલા પોલીસકર્મીએ થાઈલેન્ડમાં દેશનું નામ રોશન કર્યું
નાણાકીય વ્યવસ્થાની બ્રેટન વુડ્સની સિસ્ટમ નષ્ટ થઈ જશે. જેના કારણે IMF અને વર્લ્ડ બેન્કને નુકસાન થશે. યૂરો અને ડોલર વૈશ્વિક આરક્ષિત ચલણ તરીકે ગણવામાં નહી આવે. ડિજિટલ ફિએટ કરન્સીનો એક્ટિવલી ઉપયોગ કરવામાં આવશે.
દિમિત્રી મેદવેદેવે વર્ષ 2023ની ભવિષ્યવાણીના અંતમાં વ્યંગાત્મક ઈશારો કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, તમામ એંગ્લો સૈક્સન મિત્રોને આ પરિસ્થિતિની ખૂબ ખૂબ શુભકામનાઓ.
દિમિત્રી મેદવેદેવની ભવિષ્યવાણી પર એલન મસ્કની પ્રતિક્રિયા
એલન મસ્કે દિમિત્રી મેદવેદેવની વર્ષ 2023ની ભવિષ્યવાણીને એપિક થ્રેડ ગણાવ્યો હતો. આ થ્રેડ પર 7.8 મિલિયનથી વધુ કમેન્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ એલન મસ્કે પોતાનું રિએક્શન જણાવ્યું હતું કે, અત્યાર સુધીની આ સૌથી અર્થ વગરની ભવિષ્યવાણી છે. જેમાં સસ્ટેનેબલની એનર્જીની જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ દરમિયાન પોતાનું સ્પષ્ટ સમર્થન દર્શાવ્યા બાદ એલન મસ્ક રશિયા સાથે ક્રોસહેયરમાં ધકેલાઈ ગયા છે. ફેબ્રુઆરી 2022માં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. ત્યારબાદથી દેશને 22,000 સ્ટાર લિંક એન્ટેના મળ્યા છે, જે સૈન્ય અને નાગરિક વચ્ચે કમ્યુનિકેશનનું સમર્થન કરે છે.