કછૌના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા ભાનપુર નિવાસી અમિત અવસ્થી બાલામઉના રેલવે ગંજમાં ભાડે રહીને એક પ્રાઈવેટ દુકાનમાં નોકરી કરે છે. તેની દારુની લતથી આખો પરિવાર પરેશાન છે.
હરદોઈ: ઉત્તર પ્રદેશના હરદોઈમાં એક દારુડીયા પતિને ઘરવાળાઓને હેરાન કરવાનું ભારે થઈ પડ્યું હતું. તેની પત્ની, મા અને બહેને મળીને ધોકાવડે ધોઈ નાખ્યો હતો. ત્રણેયે મળીને આ શખ્સને 30 સેકન્ડમાં 15 ધોકા માર્યા હતા. દારુડીયાને માર મારતો વીડિયો પણ સામે આવ્યો છે, હવે વાયરલ થઈ રહ્યો છે. પોલીસને આ વીડિયો ધ્યાન આવતા તપાસના આદેશ આપ્યા છે.
કછૌના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા ભાનપુર નિવાસી અમિત અવસ્થી બાલામઉના રેલવે ગંજમાં ભાડે રહીને એક પ્રાઈવેટ દુકાનમાં નોકરી કરે છે. તેની દારુની લતથી આખો પરિવાર પરેશાન છે. દુકાનમાંથી મલતા પૈસાથી તે દારુ પી આવીને ઘરે બબાલ કરતો હતો. શુક્રવારે પણ અમિત દારુ પીને આવ્યો હતો અને ડખ્ખો કર્યો હતો. પતિની આવી હરકતોથી પરેશાન પત્ની શિખાએ પોતાની સાસુ અને નણંદ સાથે મળીને અમિતને ધોકા વડે ખૂબ માર્યો હતો. આ દરમિયાન આજૂબાજૂમાંથી પસાર થતાં રાહદારીઓએ તમાશો જોયો. દુકાનદારોનું કહેવું છે કે, આ તો દરરોજ પત્નીનો માર ખાય છે. ઘણી વાર પરિવારના લોકોએ તેને લોકઅપમાં બંધ કરાવ્યો, પણ તોયે સુધરતો નથી.
તપાસમાં લાગી પોલીસ
ક્ષેત્રાધિકારી બધૌલી વિકાસ કુમાર જયસ્વાલે જણાવ્યું છે કે, એક યુવકને મારતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. તેમાં ત્રણ મહિલા એક યુવકને ડંડા લઈને મારી રહી છે. મારનારી મહિલા તેની પત્ની, મા અને બહેન હોવાનું કહેવાય છે. દારુના નશામાં હોબાળો કરતા પરિજનોએ તેને માર્યો હોવાનો સામે આવ્યું છે. આ મામલે તપાસ થઈ રહી છે.