હિમાચલ પ્રદેશ અને યુપી સહિત આ 3 રાજ્યોમાં 6 ઓક્ટોબરથી ભારે વરસાદની શક્યતા

News18 Gujarati
Updated: October 2, 2022, 4:08 PM IST
હિમાચલ પ્રદેશ અને યુપી સહિત આ 3 રાજ્યોમાં  6 ઓક્ટોબરથી ભારે વરસાદની શક્યતા
હિમાચલપ્રદેશ સહિત ત્રણ રાજ્યોમાં આગામી 2-3 દિવસ સુધી વરસાદની શક્યતા છે.

  • Share this:
શિમલાઃ ચોમાસુ ભલે અંતિમ ચરણમાં હોય પરંતુ વરસાદની શક્યતા હજી પણ છે. મોસમ વિભાગના જણાવ્યા અનુસાર આગામી 6 ઓક્ટોબરથી એક વખત ફરી હિમાચલ પ્રદેશ સહિત ત્રણ રાજ્યોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. મોસમ વિભાગે હિમાચલ પ્રદેશ સહિત ઉત્તરાખંડ અને ઉત્તપ્રદેશમાં ભારે વરસાદ ની શક્યતા વ્યક્ત કરી છે. વરસાદનો આ ગાળો એક જ દિવસ નહિ પરંતુ બે-ત્રણ દિવસ સુધી ચાલવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હિમાચલ પ્રદેશમાં આ વખતે ચોમાસાએ ભારે નુકસાન પહોંચાડ્યું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ચોમાસાએ હિમાચલ પ્રદેશમાં બેગણું નુકસાન કર્યું છે.

મોસમ વિભાગના કહ્યાં પ્રમાણે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તરાપ્રદેશમાં આગામી 6 ઓક્ટોબરથી એક વખત ફરી ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદનો આ ગાળો 6 ઓક્ટોબરથી આગામી 2-3 દિવસ સુધી ચાલવાની શક્યતા છે. મોસમ વિભાગના જણાવ્યા મુજબ, આગામી 3-4 દિવસ દરમિયાન પૂર્વી અને પૂર્વોતર ભારતના અધિકાંશ હિસ્સાઓમાં ભારે વરસાદ થઈ શકે છે. જોકે હિમાચલ સહિત અન્ય રાજ્યોમાં પણ ધીરે-ધીરે ચોમાસુ વિદાઈ લઈ રહ્યું છે.

હિમાચલમાં આ વખતે ભારે વરસાદથી નુકસાન થયું છે


હિમાચલ પ્રદેશમાં સમગ્ર મોનસુનની સિઝનમાં જોરદાવ વરસાદ થયો છે. જ્યારે રાજસ્થાનમાં આ વખતે વરસાદ દશકાનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. હિમાચલમાં ગત વર્ષેની સરખામણીમાં આ વખતે 2154 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. વર્ષ 2021માં વરસાદથી હિમાચલ પ્રદેશમાં 1118.02 કરોડની સંપત્તિનું નુકસાન થયું હતુ. જોકે છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદ ન થવાથી હિમાચલ વાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે એક વખત ફરી ભારે વરસાદની શક્યતાએ લોકોની ચિંતા વધારી દીધી છે.

આ પણ વાંચો: નવરાત્રીના જામેલા રંગમાં વરસાદે પાડ્યો ભંગ, રાજ્યના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યોભારે વરસાદની ચેતવણી ડરાવનારી છે

મોસમ વિભાગે ગત સપ્તાહે અનુમાન વ્યક્ત કર્યું હતું કે સપ્ટેમ્બર માસના અંત સુધીમાં ઉતર ભારતમાંથી ચોમાસુ વિદાઈ લેશે. ક્યાંક તો વિધિવત રીતે ચોમાસાની વિદાઈ થઈ ચુકી છે. જોકે તેમ છતાં પણ ભારે વરસાદની ચેતવણીથી લોકોમાં ડર છે. રાજસ્થાનમાં પણ મોનસૂનની વિદાઈ પહેલા પૂર્વી રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં ભારે નુકસાન થયું હતું. અહીં એક જ દિવસમાં 600 એમએમથી વધુ વરસાદ થવાથી ખેડૂતો અને સામાન્ય લોકોને ભારે નુકસાન થયું હતું.
Published by: Vrushank Shukla
First published: October 2, 2022, 4:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading