રિપોર્ટર તોફાનમાં ઉડ્યો! પ્રતિ કલાક 241 કિમી પવનની સ્પીડમાં માંડ માંડ બચ્યો, જૂઓ VIDEO

News18 Gujarati
Updated: September 29, 2022, 1:16 PM IST
રિપોર્ટર તોફાનમાં ઉડ્યો! પ્રતિ કલાક 241 કિમી પવનની સ્પીડમાં માંડ માંડ બચ્યો, જૂઓ VIDEO
રિપોર્ટર વાવાઝોડમાં ફંગોળાયો

Hurricane Ian: ઈયાન સવારે 7 વાગ્યે નેપલ્સની દક્ષિણ-પશ્ચિમમાં 105 કિમી દૂર સ્થિત હતું અને તે 17 કિમી પ્રતિ કલાકની ઝડપે દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું હતું. તોફાન વચ્ચે એક પત્રકાર રિપોર્ટિગ કરી રહ્યો હતો, આ દરમિયાન તે હવામાં ઉડતો જોવા મળી રહ્યો છે.

  • Share this:
Hurricane Ian: ચક્રવાત 'ઈયાન' અમેરિકાના ફ્લોરિડામાં સર્વત્ર તબાહી મચાવી રહ્યું છે. ગુરુવારે સવારે આ વાવાઝોડાએ ફોર્ટ મેયર્સમાં દસ્તક આપી હતી. આ દરમિયાન, પવનની ઝડપ 241 કિમી પ્રતિ કલાક માપવામાં આવી હતી. આ કેટેગરી 4નું તોફાન જણાવવામાં આવી રહ્યું છે. હાલ, 20 લાખથી વધુ ઘરોમાં વીજળી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અમેરિકામાં આ અત્યાર સુધીનું સૌથી ખતરનાક વાવાઝોડું છે. આ દરમિયાન, તોફાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, એક રિપોર્ટર પવનની ઝડપમાં આવી ગયો હતો, આ બાદ ભારે મુશ્કેલીથી બચ્યો હતો.લગભગ 36 સેકન્ડનો આ વીડિયો તમને હચમચાવી દેશે. તોફાનની ગતિ જોઈને તમે ડરી જશો. રસ્તામાં રિપોર્ટર લાઈવ રિપોર્ટિંગ કરી રહ્યો હતો, આ દરમિયાન, પવનની ખતરનાક ગતિ તેમને રસ્તાની એક બાજુથી બીજી તરફ લઈ ગયો હતો. જીવ બચાવીને જ્યારે તે દોડવા લાગ્યો ત્યારે ઝાડની ડાળી તેના પગ સાથે અથડાઈ હતી. આ બાદ, તે થાંભલો પકડીને થોડીવાર ઉભો રહ્યો હતો. ખાસ વાત એ છે કે, આ દરમિયાન તે સ્ટુડિયોમાં સતત વાત કરતો રહ્યો હતો. અંતે તેણે કહ્યું કે, તે સંપૂર્ણપણે ઠીક છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ રિપોર્ટર જિમ કેન્ટોર છે. તે હવામાન ચેનલ માટે કામ કરે છે.
Published by: Samrat Bauddh
First published: September 29, 2022, 1:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading