J&K: નૌગામમાં પોલીસ ટીમ પર આતંકવાદી હુમલો, 2 જવાન શહીદ

News18 Gujarati
Updated: August 14, 2020, 11:18 AM IST
J&K: નૌગામમાં પોલીસ ટીમ પર આતંકવાદી હુમલો, 2 જવાન શહીદ
આતંકવાદીઓએ પોલીસ પાર્ટી પર અચાનક હુમલો કરી દેતાં બે પોલીસ જવાન શહીદ થયાં, એક ઘાયલ

આતંકવાદીઓએ પોલીસ પાર્ટી પર અચાનક હુમલો કરી દેતાં બે પોલીસ જવાન શહીદ થયાં, એક ઘાયલ

  • Share this:
શ્રીનગરઃ આતંકવાદી (Terrorist)ઓએ શ્રીનગર (Sri nagar) શહેરના બહારના વિસ્તાર નૌગામ (Nowgam)માં એક પોલીસ પાર્ટી (Police Party) પર હુમલો કરી દીધો. અચાનક થયેલા હુમલામાં બે પોલીસકર્મી શહીદ થયા છે.

આ હુમલામાં એક અન્ય જવાન ઘાયલ થયો હોવાના અહેવાલ છે. પોલીસે હાલ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. મીડિયા સાથે વાત કરતાં, જમ્મુ-કાશ્મીર પોલીસના IG વિજય કુમાર મુજબ, આ આતંકી હુમલા પાછળ જૈશ-એ-મોહમ્મદનો હાથ છે.

આ પણ વાંચો, યુવકે ઝેર ભેળવેલો આઇસ્ક્રીમ ખવડાવી નાની બહેનની કરી હત્યા, કારણ જાણી પોલીસ ચોંકી ગઈ

નોંધનીય છે કે, ગત થોડા દિવસોમાં આતંકવાદીઓ તરફથી પોલીસ પાર્ટી અને આર્મીના કાફલા પર હુમલાઓમાં વધારો નોંધાયો છે. બે દિવસ પહેલા જ બારામૂલાના સોપોરમાં એક આર્મીની ટુકડી પર થયો હતો, જેમાં એક જવાન ઘાયલ થયો હતો.

આ પણ વાંચો, Health ID Card: 15 ઓગસ્ટે PM મોદી કરી શકે છે જાહેરાત, દરેક નાગરિક માટે હશે જરૂરી

આતંકવાદીઓ તરફથી આર્મી-CRPF અને જમ્મુ-કાશ્મીરની સંયુક્ત પાર્ટી પર હુમલો કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓ તરફથી સતત ફાયરિંગ કરવામાં આવ્યું. ત્યારબાદ સુરક્ષા દળોએ પણ જવાબ આપ્યો. આ દરમિયાન આતંકવાદીઓ ભાગવામાં સફળ રહ્યા હતા.
Published by: Mrunal Bhojak
First published: August 14, 2020, 11:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading