લોહીની સગાઈ માટે લોહીલુહાણ! માસૂમ ભાઈને બચાવવા માટે જંગલી સૂઅર સાથે ભીડાઈ ગઈ 10 વર્ષની બહેન
News18 Gujarati Updated: January 27, 2021, 9:05 PM IST
ગ્રામજનોએ સૂઅરને મોતને ઘાટ ઉતાર્યું
હિંમત વધારી અને નિર્દોષ ભાઈનો જીવ બચાવવા જંગલી સુવર સાથે બાથ ભીડી લીધી, લોહીલુહાણ થયા બાદ પમ લડતી રહી.
જોધપુર : જિલ્લાના ઓસિયાં વિસ્તારમાં આજે પોતાના જીવની પરવાહ કર્યા વગર માત્ર 10 વર્ષની બાળકી તેના દોઢ વર્ષના ભાઈને બચાવવા જંગલી ડુક્કર સાથે ભીડાઈ ગઈ હતી. આ ઘટનામાં બંને ભાઈ-બહેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંનેની જોધપુરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટના બાદ ગ્રામજનોએ ડુક્કરને લાકડીઓથી માર મારી મારી નાખ્યું હતું.
મળતી માહિતી મુજબ, આ બનાવ બુધવારે સવારે ઓસિયાં તહસીલના પરસલા ગામની વાડીમાં બન્યો હતો. ભંવરુ અને તેની પત્ની સંતોષ ખેતરમાં કામ કરતા હતા. તેનો દોઢ વર્ષનો પુત્ર ખેતરમાં ઘરની બહાર રમી રહ્યો હતો. તે દરમિયાન જંગલી ડુક્કરે તેના પર હુમલો કર્યો. જ્યારે તેની 10 વર્ષની બહેન સંગીતા નાનાભાઈની બૂમ સાંભળી તેની પાસે પહોંચી ત્યારે ત્યાંની પરિસ્થિતિ જોઇને તે એક વખત નર્વસ થઈ ગઈ. પરંતુ તેણે તુરંત હિંમત વધારી અને નિર્દોષ ભાઈનો જીવ બચાવવા જંગલી સુવર સાથે બાથ ભીડી લીધી.
આ પણ વાંચો - એન્જિનિયરે ફાંસી લગાવી કર્યો આપઘાત, બે વર્ષની દીકરીએ ગુમાવ્યા પિતા, પત્ની છે ડોક્ટરજંગલી ડુક્કરે થોડી ક્ષણો માટે બંનેને ડરાવવાનો પ્રયાસ કર્યો
આ સમયે જંગલી ડુક્કરે થોડી ક્ષણો માટે બંનેને ડરાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ સંગીતા સાહસ સાથે તેના પર તૂટી પડે છે, તેણીએ ખુબ હિંમત બતાવી હતી. સુઅર અને બાળકી વચ્ચે થોડો સંઘર્ષ પણ ચાલ્યો હતો. આ દરમિયાન પરિવારજનો અને ત્યાં કામ કરતા અન્ય લોકો તેમનો અવાજ સાંભળીને દોડી આવ્યા હતા. તેમણે ત્યાંથી જંગલી સુવરને ભગાડ્યું હતું. જંગલી ડુક્કરના હુમલાથી બંને ભાઈ-બહેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાદમાં પરિવારજનો બંનેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને બંનેને જોધપુરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં રિફર કરાયા હતા. બંનેની ત્યાં સારવાર ચાલી રહી છે. હુમલા દરમિયાન ભૂંડે બંનેને ઘણી જગ્યાએથી પકડ્યા, જેના કારણે તેઓ લોહીલુહાણ થઈ ગયા.
ડુક્કર ભાગી જાય છે.
આ પણ વાંચો - ડોકટરો માટે આ મહિલાનો Corona કેસ પડકાર, 5 મહિનાથી મહિલા સંક્રમિત, સ્વસ્થ છતા 31 ટેસ્ટ પોઝિટિવ
ભૂંડ ભાગીને ઝાડીઓમાં છુપાઈ જાય છે
ખેતરના માલિક ગણેશે જણાવ્યું કે, ડુક્કર ભાગીને ઝાડમાં સંતાઈ ગયું હતું. ગ્રામજનોએ ડુક્કરના પગલાના આધારે તેને શોધી કાઢ્યું. બાદમાં ગ્રામજનોએ ડુક્કરને લાકડીઓ વડે માર મારતા તેનું મોત થયું હતું.
Published by:
kiran mehta
First published:
January 27, 2021, 9:05 PM IST