Rajya Sabha Elections : કપિલ સિબ્બલે અખિલેશ યાદવની હાજરીમાં રાજ્યસભામાં ઉમેદવારી નોંધાવી, કહ્યું- હવે હું કોંગ્રેસમાં નથી
News18 Gujarati Updated: May 25, 2022, 2:32 PM IST
સિબ્બલને સમાજવાદી પાર્ટી તરફથી મોટું ઇનામ માનવામાં આવી રહ્યું
Kapil Sibal News : અખિલેશ યાદવે કહ્યું કે કપિલ સિબ્બલ સપાના સમર્થનથી રાજ્યસભામાં જઈ રહ્યા છે
લખનઉ : વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે (kapil sibal)ઉત્તર પ્રદેશથી રાજ્યસભા ચૂંટણી (rajya sabha elections)માટે ઉમેદવારી નોંધાવી છે. કપિલ સિબ્બલે બુધવારે સમાજવાદી પાર્ટીના (samajwadi party)પ્રમુખ અખિલેશ યાદવ (Akhilesh Yadav)સાથે લખનઉ સ્થિત વિધાનમંડળ પરિસર સ્થિત ટંડન હોલ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે સમાજવાદીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સદસ્ય રામગોપાલ યાદવ પણ હાજર હતા. જ્યાં સિબ્બલે બન્નેની હાજરીમાં રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી.
રાજ્યસભા ચૂંટણી માટે અરજી દાખલ કર્યા પછી કપિલ સિબ્બલે મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે આજે મેં અપક્ષ ઉમેદવારી ભરી છે. હું અખિલેશ યાદવ, આઝમ ખાન અને પ્રોફેસર રામ ગોપાલ યાદવનો આભાર માનીશ. જેમણે ગત વખતે પણ મારી મદદ કરી હતી. હવે હું કોંગ્રેસનો સીનિયર લીડર રહ્યો નથી. હું 16 મે ના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂક્યો છું. હું રાજ્યસભામાં યૂપીનો અવાજ કોઇપણ દળ વગર ઉઠાવતો રહીશ. દરેક અન્યાય સામે સદનમાં અવાજ બનતો રહીશ.
આ પણ વાંચો - Modi@8: 'પહેલા નોર્થઇસ્ટને નીચી નજરે જોવામાં આવતું, પીએમ મોદીએ અમને સન્માન અપાવ્યું' - બિરેન સિંહઅખિલેશ યાદવે આ વિશે કહ્યું કે કપિલ સિબ્બલ સપાના સમર્થનથી રાજ્યસભા જઈ રહ્યા છે. બે અન્ય લોકોને ઉચ્ચ સદનમાં મોકલવામાં આવી શકે છે. કપિલ સિબ્બલ વરિષ્ઠ વકીલ છે. તેમણે સંસદમાં પોતાની વાત બરોબર રાખી છે. અમને આશા છે કે સપા અને પોતાના પક્ષ સારી રીતે રાખશે.
સિબ્બલને સમાજવાદી પાર્ટી તરફથી મોટું ઇનામ માનવામાં આવી રહ્યું છે. તે સુપ્રીમ કોર્ટમાં આઝમ ખાનના વકીલ છે. આઝમ ખાને મંગળવારે કહ્યું હતું કે જો પાર્ટી તેમને રાજ્યસભા મોકલશે તો સૌથી વધારે ખુશી તેમને થશે. આગામી રાજ્યસભા ચૂંટણીમાં સપાના કોટામાં ત્રણ સીટો આવી રહી છે.
રિપોર્ટ છે કે કપિલ સિબ્બલની સાથે પાર્ટી ડિમ્પલ યાદવ અને જાવેદ અલીને રાજ્યસભા ઉમેદવાર બનાવશે. જાવેદ અલીને પ્રોફેસર રામગોપાલ યાદવના ખાસ માનવામાં આવે છે. રાજ્યસભામાં તેમનો બીજો કાર્યકાળ હશે. આ પહેલા પણ તે રાજ્યસભાના સદસ્ય રહ્યા છે.
Published by:
Ashish Goyal
First published:
May 25, 2022, 2:27 PM IST