'કપડાં ઉતારીને પૂજા કરીશ તો પિતાનું દેવુ માફ થઇ જશે', Video બનાવીને વાયરલ કર્યો અને પછી...

News18 Gujarati
Updated: October 4, 2022, 12:38 PM IST
'કપડાં ઉતારીને પૂજા કરીશ તો પિતાનું દેવુ માફ થઇ જશે', Video બનાવીને વાયરલ કર્યો અને પછી...
સગીરને નિર્વસ્ત્ર થઇને પૂજા કરવા કર્યો મજબૂર

Karnataka 16 Years Old Boy Force to Perform Puja: કર્ણાટક પોલીસે 16 વર્ષીય સગીરને નિર્વસ્ત્ર થઇને પૂજા કરવા માટે મજબૂર કરવાના આરોપમાં ત્રણ શખ્સોની ધરપકડ કરી લીધી છે. આરોપીઓએ કથિતરૂપે આ ઘટનાનો વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો.

  • Share this:
નવી દિલ્હી : કર્ણાટકમાં એક સગીરને નિર્વસ્ત્ર થઇને પૂજા કરવા પર મજબૂર કરવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના કર્ણાટકના કોપ્પલની છે. જ્યાં સગીરને ફોસલાવીને કથિતરૂપે પોતાના પિતાનું દેવુ ચુકવવા માટે કપડા ઉતારવાં અને નગ્ન થઇને પૂજા કરવા માટે મજબૂર કરવામાં આવ્યો.

આરોપીઓએ આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. આ રીતે કેટલાંક લોકોએ પૂજાની પવિત્રતાના ધજાગરા ઉડાવ્યા છે.

આ પણ વાંચો : Surat: આ યુવકે આફતને અવસર બનાવી કરી રહ્યો છે જલસા, બનાવે છે એવા વીડિયો કે લાખો લોકો જુઓ છે

સગીરને ફોસલાવીને કરાવ્યું આવું કામ


રિપોર્ટ અનુસાર, સગીરની ઉંમર 16 વર્ષ છે અને આ મામલે પોલીસે કેસ દાખલ કર્યો છે. સાથે જ ત્રણ લોકોની ઘરપકડ પણ કરી લીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આરોપીઓએ સગીરને મજબૂર કર્યો હતો કે તે નિર્વસ્ત્ર થઇને પૂજા કરશે તો તેના પિતાએ લીધેલું બધુ જ ઉધાર માફ થઇ જશે.

અધિકારીઓએ આરોપીઓની ઓળખ શરણપ્પા તલવારા, વિરુપનગૌડા અને શરણપ્પા ઓજનાહલ્લી રૂપે કરી છે, જે તમામ કોપ્પલના નિવાસી છે અને પીડિતના પરિચિત છે. જો કે આ ઘટના જૂન મહિનાની છે, પરંતુ વીડિયો વાયરલ થયા બાદ હવે આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે સગીરના માતા-પિતાને વીડિયો બનાવવા અંગે જાણ થઇ, તે બાદ રવિવારે આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી.

આ પણ વાંચો : વાહન ચેકિંગ દરમિયાન ડિક્કીમાંથી નીકળ્યો કોબ્રા, પોલીસકર્મીઓ મૂઠી વાળીને નાસ્યા!આરોપીઓએ નોકરી આપવાનો વાયદો કર્યો હતો


અધિકારીઓની માનીએ તો ત્રણેય આરોપીઓએ સગીરના માતા-પિતાનો સંપર્ક કર્યો હતો અને તેને હુબલીમાં જળ જીવન મિશનમાં કામ માટે સાથે મોકલવા કહ્યું હતું. સગીરના પિતાએ ફરિયાદમાં કહ્યું કે, તેણે મારા દિકરાને નોકરી આપવાનો વાયદો કર્યો હતો. પોલીસે જણાવ્યા અનુસાર, આરોપીઓએ સગીરને નગ્ન થવા માટે મજબૂર કર્યો અને આશ્વાસન આપ્યું કે જો તે નિર્વસ્ત્ર થઇને પૂજા કરશે તો તેના પિતાનું દેવુ માફ થઇ જશે. આ ઉપરાંત, તેમણે સગીરને તેમ પણ કહ્યું કે, આમ કરવાથી તેનો પરિવાર ધનવાન બની જશે. તે બાદ સગીરે તેમ જ કર્યુ. જો કે આરોપીઓએ તેનો વીડિયો બનાવી લીધો અને તે વિશે કોઇને જાણ ન કરવાની ધમકી પણ આપી.
Published by: Bansari Gohel
First published: October 4, 2022, 12:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading