કર્ણાટક હાઈકોર્ટનો ચુકાદો - અકસ્માતના કિસ્સામાં મૃતકની 'બીજી પત્ની અને બાળકો' પણ છે વળતરના હકદાર!


Updated: October 18, 2022, 4:49 PM IST
કર્ણાટક હાઈકોર્ટનો ચુકાદો - અકસ્માતના કિસ્સામાં મૃતકની 'બીજી પત્ની અને બાળકો' પણ છે વળતરના હકદાર!
Karnataka High Court: કર્ણાટક હાઈકોર્ટે તેના એક ચુકાદામાં જણાવ્યું હતું કે મૃતક પુરુષની બીજી પત્ની અને તેના બાળકોને પણ આશ્રિત માનવામાં આવે છે અને તેઓ અકસ્માતના કિસ્સામાં વળતર મેળવવા માટે હકદાર છે.

Karnataka High Court: કર્ણાટક હાઈકોર્ટે તેના એક ચુકાદામાં જણાવ્યું હતું કે મૃતક પુરુષની બીજી પત્ની અને તેના બાળકોને પણ આશ્રિત માનવામાં આવે છે અને તેઓ અકસ્માતના કિસ્સામાં વળતર મેળવવા માટે હકદાર છે.

  • Share this:
કર્ણાટક હાઈકોર્ટે તેના એક ચુકાદામાં જણાવ્યું હતું કે મૃતક પુરુષની બીજી પત્ની અને તેના બાળકોને પણ આશ્રિત માનવામાં આવે છે અને તેઓ અકસ્માતના કિસ્સામાં વળતર મેળવવા માટે હકદાર છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા(TOI) ના અહેવાલ અનુસાર, જસ્ટિસ બી વીરપ્પા અને જસ્ટિસ કે એસ હેમલેખાની ડિવિઝન બેન્ચે આ નિર્ણય જયશ્રી વિરુદ્ધ ચોલામંડલમ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયના આધારે આપ્યો છે. ઉપરોક્ત કેસમાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે કાનૂની પ્રતિનિધિત્વમાં કોઈપણ એવી વ્યક્તિનો સમાવેશ થઈ શકે છે, જે મૃતકની મિલકતમાં દાવેદારી ધરાવે છે અને આવી વ્યક્તિ કાનૂની રીતે વારસદાર હોય જ તે જરૂર નથી.

કર્ણાટક હાઈકોર્ટે તેના ચુકાદામાં કહ્યું, “હાલના કેસમાં મૃતકની પ્રથમ પત્નીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે દાવેદાર (બીજી પત્ની અને તેનું બાળક) મૃતકના આશ્રિત છે. જ્યારે પ્રથમ પત્નીના મૃતક સાથે બીજી પત્નીના સંબંધ અંગે કોઈ વિવાદ નથી. તેમજ દાવેદારો સાથે રહેતા હતા અને મૃતક પર નિર્ભર હતા તે હકીકતને ધ્યાનમાં રાખતા તેઓ વળતર માટે હકદાર છે. આ બેન્ચે બેંગલોર મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન(BMTC)ને મૃતક જી પટ્ટાભિરામનના પરિવારના સભ્યો, પ્રથમ પત્ની અને તેના 2 બાળકો તેમજ બીજી પત્ની અને તેના બાળકના વ્યાજ સાથે રૂ. 73.6 લાખ ચૂકવવા આદેશ આપ્યો હતો. જી પટ્ટાભિરામનનું 12 જુલાઈ, 2015ના રોજ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું, જ્યારે બેગુર મેઈન રોડ પર હોંગસન્દ્રા ખાતે BMTC બસે તેમની બાઇકને ટક્કર મારી હતી.

આ પણ વાંચોઃ Helicopter Crash In Kedarnath: કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ, 2 પાઇલટ અને 6નાં મોત

મૃતકના પરિવારે ટ્રિબ્યુનલમાં જઈને BMTC પાસેથી વળતર તરીકે 1 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. પરિવારના સભ્યોએ દલીલ કરી હતી કે BMTC ડ્રાઈવર દ્વારા ઝડપભેર અને બેદરકારીપૂર્વક ડ્રાઈવિંગ કરવાને કારણે તેઓએ તેમના કમાણી કરતા સ્વજનને ગુમાવ્યા છે, જેના પર પરિવાર નિર્ભર હતો. આ દાવાને ધ્યાનમાં રાખીને ટ્રિબ્યુનલે BMTCને 9% વ્યાજ સાથે રૂ. 79.1 લાખનું વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. નિર્ણયને પડકારતાં BMTCએ કહ્યું કે મૃતકની ભૂલને કારણે તે અકસ્માતનો શિકાર બન્યો હતો. બીજી દલીલ એવી હતી કે મૃતકના પરિવારમાં ફક્ત 3 સભ્યો તેના પર નિર્ભર હતા - પ્રથમ પત્ની અને 2 બાળકો. બીજી પત્ની અને બીજો પુત્ર નહીં.
First published: October 18, 2022, 4:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading