VIDEO: જમીનનો ટૂકડો લેવા ગયેલી ગરીબ મહિલા સાથે મંત્રીએ કર્યું એવું વર્તન આખા રાજ્યમાં મોટી બબાલ
News18 Gujarati Updated: October 23, 2022, 5:05 PM IST
આ ઘટના બાદ વિપક્ષ સોમન્ના પર આકરા પ્રહારો કરી રહ્યું છે.
Karnataka Viral Video: મંત્રી વી. સોમન્ના શનિવારે હાંગલા ગામમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જ્યા લગભગ 173 લાભાર્થિઓને જમનનો અધિકાર આપવામાં આવી રહ્યો હતો. જે દરમિયાન કેમપમ્મા નામની મહિલા પણ ત્યાં પહોંચી હતી.
કર્ણાટકની રાજનીતિમાં મોટી બબાલ થઇ ગઇ છે. રાજ્યના મંત્રી વી. સૌમન્નાનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમા સોમન્ના એક મહિલાને ભીડની વચ્ચે જ લાફો મારી રહ્યા છે. જેના પછી તે મહિલા આ મંત્રીના પગ સ્પર્શ કરી રહી છે. આ વીડિયો રાજ્યના ચમરાજાનગર જિલ્લાનો છે. જ્યાં શનિવારે મંત્રી લોકોને જમીનના અધિકારો આપી રહ્યા હતા. આ ઘટનાક્રમ બાદ રાજનીતિની ગલીઓમાં સોમન્નાની જોરદાર આલોચનાઓ થઇ રહી છે. વિપક્ષે પણ તેમને આડેહાથ લીધા છે.
જાણકારી અનુસાર, મંત્રી વી. સોમન્ના શનિવારે હાંગલા ગામમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જ્યા લગભગ 173 લાભાર્થિઓને જમનનો અધિકાર આપવામાં આવી રહ્યો હતો. જે દરમિયાન કેમપમ્મા નામની મહિલા પણ ત્યાં પહોંચી હતી. ઇન્ડિયન એક્સપ્રેસની ખબર અનુસાર, કેમપમ્માએ આરોપ લગાવ્યો કે જમીન માટે લાભાર્થિઓની પસંદગીમાં ધાંધલી થઇ છે. મહિલાએ સ્થળ પર જ સોમન્ના સાથે ચર્ચા કરવાનું શરૂ કરી દીધુ. આ દરમિયાન તેમની વાતો એ અન્ય લોકોનું ધ્યાન તેમના તરફ ખેંચ્યું હતું.
મંત્રીએ કોઇ પ્રતિક્રિયા આપી નહીં
સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે, ચર્ચા દરમિયાન મંત્રી વી. સોમન્ના મહિલાને લાફો મારી રહ્યા છે. જેના પછી મહિલા તેમના પગ સ્પર્શે છે. આ અંગે મંત્રીના સુરક્ષાગાર્ડ મહિલાને દૂર લઇ જાય છે. પરંતુ મહિલાનું કહેવું છે કે, મંત્રીએ લાફો નથી માર્યો, ખાલી સાત્વંના આપી રહ્યા હતા. કારણ કે તે સરકારી જમીનના ટૂકડા માટે તેમના પગે લાગી રહી હતી.
આ પણ વાંચો: ભાજપ નેતા બાલ કૃષ્ણ પટેલ કોંગ્રેસમાં જોડાયા
મહિલાએ કહ્યું- ખોટો પ્રચાર થયો
મંત્રી વી. સોમન્નાના કાર્યલયે મહિલાનો વીડિયો જાહેર કર્યો છે. જેમા મહિલા કહી રહી છે- હું ખુબ જ ગરીબ છું. હું સરકારી પ્લોટ માટે મંત્રીના પગે લાગી રહી હતી. મંત્રીજી એ મને ઉપર ઉઠાવી અને મદદનું આશ્વાસન આપ્યું. જોકે આ ઘટનાને એ રીતે બતાવવામાં આવી રહી છે કે તેઓ મને મારી રહ્યા છે. એવી પણ જાણકારી સામે આવી રહી છે કે, તે સમયે મહિલા સાથે તેના બાળકો પણ હતા.
આ પણ વાંચો: દિવાળીના તહેવારમાં દ્વારકા મંદિરના દર્શન સમયમાં થયો ફેરફાર
વિપક્ષે લીધા આડેહાથ
આ ઘટના બાદ વિપક્ષ સોમન્ના પર આકરા પ્રહારો કરી રહ્યું છે. કોંગ્રેસના મહાસચિવ રમેશે કહ્યું કે, આ પ્રકારની હરકત શરમજનક છે. મંત્રીને તાત્કાલિક હટાવી દેવા જોઇએ. જનતા દળ (સેક્યુલર)ના પ્રવક્તા તનવીર અહેમદે ફણ આ વીડિયોને ટ્વીટ કરીને અમિત શાહ અને જેપી નડ્ડાને સવાલો કર્યા હતા. તૃણમૃલ કોંગ્રેસે પણ આ વાયરલ વીડિયો જોઇ મંત્રી પર સવાલો ઉઠાવ્યા છે.
Published by:
rakesh parmar
First published:
October 23, 2022, 5:05 PM IST