મધ્ય પ્રદેશની ઘટના! ખજાના માટે ખાડો ખોદ્યો, શરતના કારણે બે લોકોએ ગુમાવવો પડ્યો જીવ

News18 Gujarati
Updated: September 18, 2020, 5:41 PM IST
મધ્ય પ્રદેશની ઘટના! ખજાના માટે ખાડો ખોદ્યો, શરતના કારણે બે લોકોએ ગુમાવવો પડ્યો જીવ
પ્રતિકાત્મક તસવીર

ખલીફાને લાગ્યું કે તેને શરતના 10 હજાર રૂપિયા આપવા પડશે તો તે પ્રસાદ લેવા માટે પોતાના સાથીઓ સાથે ચાલ્યો ગયો અને રસ્તામાં પ્રસાદમાં ઝેરી પ્રદાર્થ ભેળવી દીધો હતો.

  • Share this:
ભિંડઃ મધ્ય પ્રેદશના ભિંડમાં ખજાનાના મામલામાં થયેલા બે મોતની ગુત્થી ઉકેલતા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા ત્રણ આરોપી વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. ખજાનો મેળવવા માટે કેટલાક મિત્રોમાં શરત (Condition) લાગી હતી કે જે ખજાના (Treasure) માટે ખાડો થોદે તેને 10 હજાર રૂપિાય એકબીજાને આપવાના રહેશે. જ્યારે ખાડો ખોદાઈ ગયો ત્યારે ત્રણ લોકોને પૈસા ન આપવા પડે તે માટે જલેબી અને પ્રસાદમાં ઝેર ભેળવીને ખવડાવી દીધું હતું. જેના કારણે બેના મોત થયા હતા. આ ઘટના મધ્ય પ્રદેશના (Madhya Pradesh) ભિંડ જિલ્લાની છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે 11 સપ્ટેમ્બરે મદનપુરા ગામની પાસે એક ખેતરમાં ખજાનો શોધવાનો પ્રયત્ન કરતા બે લોકોના જીવ ગયા હતા. એક વ્યક્તિની લાશ મદનપુરા ગામના ખેતરમાંથી મળી હતી. જ્યારે બીજા વ્યક્તિની લાશ અન્ય જગ્યાએ મળી હતી. બંને મૃતકના નામ હોતમ સિંહ અને ઉમેશ સિંહ હતા. જ્યારે લક્ષ્મણ સિંહ નામનો એક યુવક બેભાન અવસ્થામાં મળ્યો હતો.

લક્ષ્મણ સિંહ જ્યારે ભાનમાં આવ્યો ત્યારે તેણે પોલીસને જમાવ્યું કે તે લોકો ખજાનો શોધવા માટે ગયા હતા. પરંતુ અચાનક તબીયત બગડી ગઈ હતી. અને હોતમે દમ તોડી દીધો હતો. આ સાથે લક્ષ્મણ પણ બેભાન થયો હતો. ઉમેશના મોત અંગે તેને જાણકારી ન હતી. જો કે તેણે તેમની સાથે અન્ય ત્રણ વ્યક્તિઓ હોવાની વાત પોલીસે કહી હતી. જેમણે ખોદતા પહેલા પૂજા અર્ચના કરી હતી અને લડ્ડુ અને જલેબી પણ ખાધી હતી.

પોલીસે વધારે તપાસ કરી ત્યારે અન્ય ત્રણ લોકો ખજાનો શોધવા માટે હોતમ, ઉમેશ અને લક્ષ્મણની સાથે ગયા હતા. પોલીસે આ ત્રણે લોકોને શોધી કાઢ્યા હતા. પોલીસે રામદાસ ગુર્જર, થાનસિંહ કુશવાહા અને ખલીફા સિંહ કુશવાહાને પકડી પાડ્યા હતા.

પૂછપરછમાં ત્રણે જણાવ્યું કે ખોદકામ કરતા પહેલા હોતમ અને ઉમેશની ખલીફા સાથે શરત લાગી હતી. જો લક્ષ્મણ અને હોતમે ખજાના માટે ખાડો ખોદી ધીધો તો ખલીફા તેને 10 હજાર રૂપિયા આપશે. જો ખજાના માટે ખાડો નહીં ખોદી શકે તો હોતમે ખલીફાને 10 હજાર રૂપિયા આપવા પડશે.

શરત લગાવ્યા બાદ હોતમ અને લક્ષ્મણ ખજાના માટે 5 ફૂટ ઊંડો ખાડો ખોદી દીધો. જ્યારે ખલીફાને લાગ્યું કે તેને શરતના 10 હજાર રૂપિયા આપવા પડશે તો તે પ્રસાદ લેવા માટે પોતાના સાથીઓ સાથે ચાલ્યો ગયો અને રસ્તામાં પ્રસાદમાં ઝેરી પ્રદાર્થ ભેળવી દીધો હતો.જ્યારે ખાડાવાળી જગ્યાએ પહોંચ્યા તો ત્યાં તેમણે પહેલા પૂજા કરી હતી. ત્યારબાદ લક્ષ્મણ, ઉમેશ અને હોતમને પ્રસાદના રૂપમાં લાડવા અને જલેવી ખવડાવ્યા હતા. ત્યારબાદ ત્રણે લોકોની તબીયત બગડી હતી. જેમાંથી હોતમસિંહનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે લક્ષ્મણે લાડવા અને જલેબી ઓછા ખાધા હતા એટલે તે માત્ર બેભાન થયો હતો. થાડો અંતરે જઈને ઉમેશનું પણ મોત નીપજ્યું હતું.

પોલીસે આ મામલે ખલીફા કુશવાહા, થાનસિંહ કુશવાહા અને રામદાસ ગુર્જર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તેમની ધરપકડ કરી હતી. ખલીફાના જણાવ્યા પ્રમાણે પ્રસાદમાં ધતૂરાના બીજ નાંખ્યા હતા. જેનાથી માણસનું મોત નહીં પરંતુ માત્ર બેભાન થાય છે.
Published by: ankit patel
First published: September 18, 2020, 5:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading