Mulayam Singh Yadav Net Worth: ‘નેતાજી’ પોતાની પાછળ કેટલી સંપત્તિ છોડી ગયા? દીકરા પાસેથી લીધા હતા ઉછીના પૈસા
News18 Gujarati Updated: October 10, 2022, 5:37 PM IST
Mulayam Singh Yadav Net Worth: ત્રણ વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂકેલા મુલાયમ સિંહ યાદવે વર્ષ 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન ફોર્મમાં પોતાની સંપત્તિ વિશે જે જાણકારી આપી હતી તેના અનુસાર તેઓ લગભગ 16.5 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક હતા. આ એફિટેવિટના અનુસાર, ત્યારે તેમની કુલ સંપત્તિ 16,52,44,300 રૂપિયા હતી.
Mulayam Singh Yadav Net Worth: ત્રણ વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂકેલા મુલાયમ સિંહ યાદવે વર્ષ 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન ફોર્મમાં પોતાની સંપત્તિ વિશે જે જાણકારી આપી હતી તેના અનુસાર તેઓ લગભગ 16.5 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક હતા. આ એફિટેવિટના અનુસાર, ત્યારે તેમની કુલ સંપત્તિ 16,52,44,300 રૂપિયા હતી.
ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપાના સ્થાપક મુલાયમ સિંહ યાદવનું 82 વર્ષની વયે નિધન થયું છે. મુલાયમ સિંહ યાદવે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. તેમને આ મહિને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપાના સ્થાપક મુલાયમ સિંહ યાદવનું 82 વર્ષની વયે નિધન થયું છે. મુલાયમ સિંહ યાદવે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. તેમને આ મહિને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. મુલાયમ સિંહ યાદવના પુત્ર અખિલેશ યાદવે તેમના નિધનની સૂચના આપતા ટ્વીટ કરી હતી, મારા આદારણીય પિતાજી અને બધાના નેતાજી હવે નથી રહ્યા. નેતાજીના અંતિમ સંસ્કાર 11 ઓક્ટોબરના રોજ સૈફઈમાં કરવામાં આવશે.
16.5 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક હતા યુપીના પૂર્વ મુખ્યમંત્રી
ત્રણ વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂકેલા મુલાયમ સિંહ યાદવે વર્ષ 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન ફોર્મમાં પોતાની સંપત્તિ વિશે જે જાણકારી આપી હતી તેના અનુસાર તેઓ લગભગ 16.5 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક હતા. આ એફિટેવિટના અનુસાર, ત્યારે તેમની કુલ સંપત્તિ 16,52,44,300 રૂપિયા હતી. આ એફિટેવિટમાં તેમને એ પણ જણાવ્યું હતું કે તેમની પત્ની સાધના યાદવની વાર્ષિક કમાણી લગભગ 32.02 લાખ રૂપિયા છે.
આ પણ વાંચોઃ Mulayam Singh Yadav Death: મુલાયમ સિંહ યાદવના નિધનથી નિરહુઆ લોકો આઘાતમાં, આ લોકો સો.મીડિયા પર શોક વ્યક્ત કર્યો
દીકરા અખિલેશ પાસેથી મુલાયમ સિંહ યાદવે બે કરોડ લીધા હતાવર્ષ 2019માં મુલાયમ સિંહ યાદવની તરફથી દાખલ કરવામાં આવેલી એફિડેવિટ અનુસાર, તેમને પોતાના દીકરા અખિલેશ યાદવ પાસેથી લગભગ બે કરોડ રૂપિયા (2,13,80,000) લીધા હતા. આ એફિડેવિટના અનુસાર, તેમની પાસે પોતાની કોઈ કાર પણ નહોતી. એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના અહેવાલ મુજબ, 2019 સુધી મુલાયમ સિંહ યાદવની પાસે 20 કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ હતી. તેમજ મીડિયા રિપોર્ટ્સના અનુસાર, તેમની પાસે 7.50 કિલોગ્રામ સોનુ પણ હતું, જેની બજાર કિંમત 2,41,52,365 રૂપિયા છે. ઈટાવા અને અન્ય જગ્યાએ 7,89,88,000 રૂપિયાની ખેતીલાયક જમીન પણ હતી. તેમની પાસે 1,44,60,000 રૂપિયાની બિનખેતી લાયક જમીન પણ હતી. યુપીમાં તેમની રહેણાંક મિલકતની કિંમત 6,83,84,566 રૂપિયા છે. આ સિવાય મુલાયમ સિંહ યાદવ પાસે Camry Toyota Car Reg. તેમની કારની કુલ કિંમત 17,67,306 રૂપિયા હતી.
તમને જણાવી દઈએ કે દેશભરમાં નેતાજીના નામથી પ્રખ્યાત મુલાયમ સિંહ યાદવનો જન્મ 22 નવેમ્બર 1939ના રોજ ઈટાવા જિલ્લાના સૈફઈ ગામમાં થયો હતો. રાજકારણમાં આવતા પહેલા તેઓ શિક્ષક હતા. આ સાથે તેઓ કુસ્તીબાજ પણ હતા. શિક્ષણ કાર્ય છોડ્યા પછી, તેમણે દેશમાં સમાજવાદી નેતા તરીકે પોતાની ઓળખ બનાવી અને સમાજવાદી પાર્ટીની રચના કરી.
Published by:
Priyanka Panchal
First published:
October 10, 2022, 5:37 PM IST